- રવિ પ્રસાદ પદી, સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં કર્મચારી છે
- તેણે ૫૦૦૦ કેસેટ, ઓડિઓ સીડી, ૩૦, ૦૦૦ગ્રામોફોન અને એલ.પી રેકોર્ડ એકત્રિત કર્યા છે
- સંગીત સાંભળતા સાંભળતા તેમણે ૧૪ સરકારી નોકરીઓ બદલી નાખી
હૈદરાબાદ: રવિ પ્રસાદ પદી, ભારતીય રેલ્વેના સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (સીઆરઆઈએસ) માં કર્મચારી છે. તેઓને વીતેલા યુગના સંગીત અને ગીતોઓ શોખ ધરાવે છે. દુર્લભ સંગીત એકત્રિત કરવા માટે તેઓ દરેક પ્રયત્ન કરે છે છે. તેમણે અત્યાર સુધી ૫૦૦૦ કેસેટ, ઓડિઓ સીડી અને ૩૦,૦૦૦થી વધુ ગ્રામોફોન અને એલ.પી રેકોર્ડ્સ એકત્રિત કર્યા છે. તેલુગુ અને હિન્દી રેકોર્ડ ઉપરાંત; રવિ પ્રસાદ પાસે ભક્તિ
ઇંગ્લિશ મૂવીઝના સાઉન્ડટ્રેક્સ કેસેટ્સ અને એલ.પી રેકોર્ડ્સના રૂપમાં પણ સંગ્રહ
હું ૧૯૯૪ થી આનો વ્યાપકપણે સંગ્રહ કરી રહ્યો છું. મારી પાસે હિન્દુસ્તાની, કર્નાટિક અને શાસ્ત્રીય સંગીતના અન્ય પ્રકારોમાં ધ્વનિ ટ્રેક છે. મોટાભાગના લોકો ફિલ્મોમાં ફક્ત ગીતો પસંદ કરે છે પણ મને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ગમે છે. તેથી જ હું ઇંગ્લિશ મૂવીઝના સાઉન્ડટ્રેક્સ કેસેટ્સ અને એલ.પી રેકોર્ડ્સના રૂપમાં પણ સંગ્રહ કરૂ છું
રવિએ હિન્દી અને તમિલ બંને ભાષા શીખી
રવિ પ્રસાદના પિતા, તેમના ઘરે ભજન, શાસ્ત્રીય સંગીત અને જૂની મૂવી ની કેસેટ્સ લાવતા હતા. ધીરે ધીરે રવિમાં સંગીત પ્રત્યેની ઉત્કટતા વિકસી. તેમણે વિશ્વ-વિખ્યાત સંગીત દિગ્દર્શકો ના મૂળ સાઉન્ડટ્રેક્સ એકત્રિત કરવાનું શરૂ કર્યું. ગ્રામોફોન રેકોર્ડ્સ અને ગીત પુસ્તકોની વિગતો ફક્ત હિન્દી અને તમિલમાં જ ઉપલબ્ધ હતી. રવિ એ બંને ભાષાઓ શીખી છે . તેની પાસે ઘણાં જૂના રેકોર્ડ્સ છે જે સંગીત દિગ્દર્શકો પાસે પણ ઉપલબ્ધ નથી.
દુર્લભ રેકોર્ડ્સનો સંગ્રહક કરવામાં ખુબ જ ખર્ચ
“કંઈક ભેગુ કરવું તે ખરીદી કરવા કરતા અલગ છે. જો હું કોઈ દુકાનમાંથી રેકોર્ડ ખરીદું છું, તો તેનો અર્થ એ કે તે બજારમાં ઉપલબ્ધ છે. જે મને સરળતા થી ઉપલબ્ધ નથી તે મેળવવા ને સંગ્રહ કહેવામાં આવે છે. આ ટ્રેક એકત્રિત કરવા માટે મેં આખા દેશમાં પ્રવાસ કર્યો છે. આ બધા પાછળ ખુબ જ ખર્ચ થયો છે. ”
૧૪ વખત સરકારીઓ બદલી
રવિ પ્રસાદે આવકવેરા વિભાગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સંગીત સાંભળતા સાંભળતા ૧૪ વખત સરકારીઓ બદલી છે. તે તેમની કમાણીનો ૬૦ ટકા હિસ્સો ગ્રામોફોન રેકોર્ડ્સ અને કેસેટો પર ખર્ચ કરે છે. એકવાર, તે એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને મહિનાઓ સુધી પથારીવશ હતઆ. રવિ કહે છે કે આ મુશ્કેલ સમય દરમિયાન સંગીત તેમને મદદ કરતું હતું.
હું દવાઓની તુલનામાં સંગીતથી ઝડપથી સ્વસ્થ થઈ ગયો - રવિ
“મેં કામ કરતી વખતે મારો સંગ્રહ ચાલુ રાખ્યો છે . ત્રણ વર્ષ પહેલાં, હું એક અકસ્માત ઘાયલ થયો હતો અને મારે વ્હીલચેરનો સહારો લેવો પડ્યો હતો. મેં મોટાભાગનો સમય સંગીત અને પુસ્તકો સાથે વિતાવ્યો હતો. મારા મતે, હું દવાઓની તુલનામાં સંગીતથી ઝડપથી સ્વસ્થ થઈ ગયો હતો. ”
રવિને દુર્લભ સ્ટેમ્પ અને સિક્કા સંગ્રહ કરવાનો પણ રસ છે
રવિના મિત્રો અને સંબંધીઓ એ તેમને એલ.પી સેટ અને નવીનતમ રેકોર્ડ્સ ભેટ કર્યા છે. રવિને દુર્લભ સ્ટેમ્પ અને સિક્કા સંગ્રહ કરવાનો પણ રસ છે. તેમની પાસે ૧૦૦૦ થી વધુ સ્ટેમ્પ્સ નો સંગ્રહ છે જેમાં શહીદો, સ્વતંત્રતા સેનાનીઓ, નેતાઓ અને પ્રખ્યાત સંગીતકારોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે.
આઝાદી પછીના બહાર પડેલા બધા જ સ્ટેમ્પ્સ છે પાસે
“મારી પાસે આઝાદી પછી આપણા દેશમાં બહાર પડેલ બધા જ સ્ટેમ્પ્સ છે. મારી પાસે દરેક પ્રથમ દિવસનું કવર છે. સ્ટેમ્પ્સમાં કોઈ સંગીત ન હોઈ શકે પરંતુ તેઓ સારી યાદો તરીકે છે. "
મૂલ્યવાન સંગ્રહને આગળ વધારશે
રવિ પ્રસાદ સપ્તાહના અંતે અને રજાઓ દરમ્યાન તેમના રેકોર્ડ્સ સાથે વિતાવે છે. તે આ મૂલ્યવાન સંગ્રહને આગળ વધારવા માંગે છે અને ભાવિ પેઢીઓને તેનું મહત્વ બતાવવા માંગે છે .
સ્લગ