ETV Bharat / bharat

ઉત્તરકાશી ટનલ રેસક્યૂ: આજે દિલ્હીની રેટ માઈનર્સની ટીમ સાથે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કરશે મુલાકાત

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર દિલ્હીના રૈટ માઈનર્સ સાથે આજે સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુલાકાત કરશે. ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર 12 રેટ માઈનર્સની ટીમ માંથી છ દિલ્હીના ખજુરી ખાસના રહેવાસી છે.

દિલ્હીની રેટ માઈનર્સની ટીમ સાથે આજે મુલાકાત કરશે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 10:49 AM IST

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે (શુક્રવારે) સાંજે 4 વાગ્યે ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર 12 રેટ માઈનર્સની ટીમ માંથી 6 દિલ્હીના ખજુરી ખાસના રહેવાસી સાથે મુલાકાત કરશે.

  • Uttarkashi (Uttarakhand) tunnel rescue | Delhi CM Arvind Kejriwal will meet rat-hole miners at his residence at 4 pm today: Delhi CMO

    The rat-hole miners who were part of the rescue ops work for Delhi Jal Board

    (File pic) pic.twitter.com/wYtODc2zSF

    — ANI (@ANI) December 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પરિવાર અને લોકોએ કર્યુ સ્વાગત: ખજુરી ખાસના રાજીવ નગર કોલોનીમાં રહેતા આ રેટ માઈનર્સ જ્યારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલોનીના લોકો તેમને મળવા માટે ઉમટી પડ્યાં હતાં. આ દરમિયાન કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા. રેટ માઇનર્સ ટીમના મુન્ના કુરેશીએ જણાવ્યું હતું કે, તે વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યો છે. વરસાદની ઋતુમાં ખોદકામનું કામ અટકી જાય છે, તેથી તે ચાર મહિનામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત રૅટ માઇનર્સ ટીમનું નેતૃત્વ કરનાર વકીલ હસન પણ રાજીવ નગરમાં રહે છે તેઓ મુન્ના સાથે મળીને ખોદકામનો કોન્ટ્રાક્ટ લે છે.

આ રીતે જોડાયા સિલ્કિયારા ઓપરેશન સાથે: ETV ભારત સાથે વાત કરતી વખતે,રેટ માઈનર વકીલ હસને જણાવ્યું કે, 23 નવેમ્બરના રોજ તેને ઉત્તરાખંડ ઓપરેશન સાથે સંબંધિત કંપનીમાં કામ કરતા અશોક નામના વ્યક્તિનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે ટનલમાં 41 કામદારો ફસાયેલા છે અને તેમને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. હવે મેન્યુઅલ ખોદકામ કરીને કામદારોને બહાર કાઢવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આ પછી તેણે મુન્ના કુરેશી સાથે વાત કરી, જેના માટે તે પણ રાજી થઈ ગયો. ત્યારબાદ મોહમ્મદ રશીદ, ફિરોઝ કુરેશી, મોહમ્મદ ઇર્શાદ અંસારી અને મોહમ્મદ નસીમ સાથે બધા રાત્રે ત્યાં પહોંચ્યા. ગયા અઠવાડિયે શુક્રવારે કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ તેમને ફોન કરીને તાત્કાલિક કામ શરૂ કરવાનું કહ્યું અને તેઓ ટ્રોલી, પાવડો વગેરે લઈને ટનલ પર પહોંચ્યા અને કામદારોને બચાવવા હાથ વડે ખોદવાનું શરૂ કર્યું.

તંત્રએ આપ્યો હતો 36 કલાકનો સમય: દિલ્હી પહોંચેલા રેટ માઈનર્સ એ જણાવ્યું હતું કે, દિલ્હીથી ઉત્તરાખંડ પહોંચ્યા બાદ તેમની ટીમને ટનલની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વહીવટીતંત્ર દ્વારા 36 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. તેમની એ વાતની ખુશી હતી કે તે ઓછા સમયમાં કામ પૂર્ણ કરવામાં સફળ રહ્યા. મુન્ના કુરૈશીએ કહ્યું કે, જ્યારે ટનલનો કાટમાળ હટાવવામાં આવ્યો અને તેણે ત્યાં ફસાયેલા કામદારોની ઝલક જોઈ તો તેને વિશ્વાસ ન થયો કે સફળતા મળી છે. આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના તમામ રૈટ માઈનર્સ સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રી કાર્યાલયથી મળેલી માહિતી મુજબ દિલ્હી જલ બોર્ડ પણ પોતાના કામ માટે આવા રેટ માઈનર્સની મદદ લેતું રહે છે.

  1. ટનલમાંથી દરેક કામદાર હેમખેમ બહાર આવ્યા તેનો મને સંતોષ છેઃ આર્નોલ્ડ ડિક્સ, ઈન્ટરનેશનલ ટનલ એક્સપર્ટ
  2. ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને તેમના ઘરે મોકલવામાં આવ્યા, ઋષિકેશ AIIMSના તબીબોએ રજા આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.