ETV Bharat / bharat

દેવઘરમાં 14 નવા રુટની હવાઇ સેવા થશે શરુ, જાણો કયારથી ભરશે ઉડાણ

મંગળવારે દેવઘર એરપોર્ટથી હવાઈ સેવા શરૂ થઈ ગઈ(Air service started from Deoghar Airport) છે. પીએમ મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. હાલમાં, દેવઘરથી કોલકાતા સુધી ફ્લાઇટ સેવા શરૂ થઈ છે(Flight service from Deoghar to Kolkata started). ટૂંક સમયમાં અહીંથી અન્ય મોટા શહેરો માટે પણ ફ્લાઈટ સેવાઓ શરૂ થશે.

14 નવા રુટની હવાઇ સેવા થશે શરુ,
14 નવા રુટની હવાઇ સેવા થશે શરુ,
author img

By

Published : Jul 13, 2022, 4:46 PM IST

ઝારખંડ : મંગળવારે પીએમ મોદીએ દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું(PM Modi inaugurated Deoghar Airport) હતું. ઉદ્ઘાટન સમારોહમાં ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્યપ્રધાન હેમંત સોરેન, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા, પૂર્વ સીએમ રઘુવર દાસ અને સાંસદ નિશિકાંત દુબે સહિત ઘણા સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - ઉડાન ભરતા જ પ્લેનમાં અચાનક લાગી આગ, આ રીતે કરાયું ઈમરજન્સી લેંડિંગ

હવાઇ સેવાનો કરાયો પ્રારંભ - હાલમાં ઈન્ડિગોની ફ્લાઈટ દેવઘરથી કોલકાતા માટે ઉડાન ભરી રહી(Flight service from Deoghar to Kolkata started) છે. આગામી દિવસોમાં દેવઘર સાથે બીજા ઘણા શહેરો જોડાશે. નાગરિક ઉડ્ડયન પ્રઘાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, દેવઘર એરપોર્ટથી લગભગ 2.5 કરોડ લોકોને ફાયદો થશે. હાલમાં આ એરપોર્ટની ક્ષમતા 5 લાખ લોકોની છે. બોઇંગ એરક્રાફ્ટ અને એરબસ બંનેને અહીં લેન્ડ કરવાની સુવિધા છે.

14 નવા રુટનો કરાયો પ્રારંભ - ફોરમમાંથી નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, દેવઘરથી 14 નવા રૂટ શરૂ થશે. બોકારો, જમશેદપુર અને દુમકા એરપોર્ટ પણ કાર્યરત થશે. ઝારખંડમાં દરરોજ સાડા 7000 મુસાફરો હશે. દરરોજ 56 વિમાનો ઝારખંડ, દેવઘરથી રાંચી, દેવઘરથી પટના અને દેવઘરથી દિલ્હી પ્રવાસ કરે છે.

આ પણ વાંચો - Bhuj to Ahmedabad Flight : ભુજથી અમદાવાદ, બેલગાવ જવા માટે હવે લોકોનો બચશે સમય

18500 કરોડના પ્રોજેકેટનું કરાયું લોકાર્પણ - દેવઘરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ 26 પ્રોજેક્ટમાંથી 18500 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, બાબા બૈદ્યનાથ ધામનું વિસ્તરણ કરવામાં આવશે, દેવઘર AIIMSની OPD સેવાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ચારસો એક કરોડના ખર્ચે બનેલ દેવઘર એરપોર્ટ, PMએ દેવઘર એરપોર્ટને જનતાને સમર્પિત કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ રિમોટ દબાવીને 12 યોજનાઓનો શિલાન્યાસ કર્યો. હરિહરગંજ પડવા મોર સુધીનું ફોરલેન યુનિટ, ગઢવા બાયપાસનું નિર્માણ, જે ઉત્તર પ્રદેશ જતા લોકોને રાહત આપશે. રાંચીથી પિસ્તા મોર સુધી એલિવેટેડ રોડ અને રાંચી રેલ્વે સ્ટેશનના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.