મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :
આજનું રાશિફળ: આપનો આજનો દિવસ શુભ ફળ આપનાર નીવડશે. નોકરી વ્યવસાયના ક્ષેત્રે આપને સફળતા મળે અને ઉપરી અધિકારીઓ આપના પર ખુશ રહેશે. જેના કારણે આપ અત્યંત પ્રસન્ન રહેશો. વેપારમાં આવક વૃદ્ધિ થાય અને ઉઘરાણીના નાણાં છૂટા થાય. વડીલ વર્ગ અને પિતા તરફથી ફાયદો થાય. આર્થિક ધનલાભ થાય. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ઉચ્ચ હોદ્દો મળે.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજે સિંહ સંક્રાતિ છે એટલે કે આજથી એક મહિના સુધી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ થશે. તેના કારણે આવનારા દિવસોમાં તમે કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં વિજય મેળવી શકશો. વિરોધીઓને તમે પછાડી શકશો. નોકરીમાં સારી પ્રગતિ થવાના ચાન્સ છે. જોકે, સ્વાસ્થ્ય થોડું નબળું પડી શકે છે. બેંક લોન મેળવવામાં સફળ રહેશો. સ્પર્ધામાં વિજય મળવાના યોગ બની રહ્યાં છે.
ઉપાય – શ્રી ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો.
સાપ્તાહિક રાશિફળ: સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે, બગડેલા કાર્યો સુધરશે.
Lucky Colour: Mhroon
Lucky Day: Friday
સપ્તાહનો ઉપાય : ઇષ્ટદેવના ચરણોમાં પીળા ફૂલ અર્પણ કરો
સાવધાની : બીજાની વાતમાં ન આવો