મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :
આજનું રાશિફળ: આજના લાભદાયી દિવસે આપના ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. કોઇપણ વસ્તુની ખરીદી માટે આજે શુભ દિવસ છે. શેરસટ્ટાકીય પ્રવૃત્તિમાં ધનલાભ થાય. મિત્રો સંબંધીઓ સાથેની મુલાકાત આનંદિત કરશે. સામાજિક ક્ષેત્રે, નોકરી વ્યવસાયમાં લાભ મળે, માન પ્રતિષ્ઠા વધે. પત્ની, પુત્રનો સહકાર સાંપડશે. લગ્નોત્સુક પાત્રોને તેમની પસંદગીનું પાત્ર મળે.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજથી સૂર્ય સિંહ રાશિમાં આવવાથી આગામી દિવસોમાં તમારે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે. તમારા ખર્ચમાં વધારો થઇ શકે છે. માન-સન્માન ઘટાડો આવવાની શક્યતા પણ છે. તમારી કેટલીક ગુપ્ત યોજનાઓ કે, જે અત્યાર સુધી બધાથી છુપાયેલી હોય તે હવે જાહેર થવાનો તમને ડર સતાવશે. જોકે, તમે પૂજાપાઠમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને કોઇ મંદિરમાં દાન કરશો. તમે ઇશ્વરની ભક્તિમાં પોતાની જાતને ઓતપ્રોત કરશો અને તેનાથી માનસિક શાંતિ મળશે.
ઉપાય – દરરોજ સૂર્યને જળનું અર્ઘ્ય આપવું.
સાપ્તાહિક રાશિફળ: માતા -પિતાનો સહયોગ/આશીર્વાદ મળશે, અભ્યાસમાં સારો દેખાવ રહેશે.
Lucky Colour: Green
Lucky Day: Thursday
સપ્તાહનો ઉપાય : ઘરની દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો
સાવધાની : વડીલના મંતવ્યને અવગણશો નહીં