ETV Bharat / bharat

બેન્કોમાં વધી રહેલા ખરાબ ધિરાણના પડકારો- રોગચાળાની પાર ટકાઉ ઉકેલ - Adverse situation

મોટા પાયે બૅન્કોના વિલીનીકરણના લીધે અસ્ક્યામતોની ગુણવત્તાની સમસ્યાઓ અને અવરોધોના લીધે સંઘર્ષ કરી રહેલી બૅન્કો રોગચાળો ચાલી રહ્યો છે ત્યારે ખરાબ ધિરાણમાં ટાળી ન શકાય તેવા વધારાની નાગચૂડમાં સપડાઈ ગઈ છે. અનેક પડકારો સાથે બૅન્કના ધિરાણ લેનારાઓ અભૂતપૂર્વ આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહ્યા છે.

બેન્ક ઓફ બરોડા
બેન્ક ઓફ બરોડા
author img

By

Published : Jan 16, 2021, 10:37 PM IST

ન્યૂઝ ડેસ્ક: મોટા પાયે બૅન્કોના વિલીનીકરણના લીધે અસ્ક્યામતોની ગુણવત્તાની સમસ્યાઓ અને અવરોધોના લીધે સંઘર્ષ કરી રહેલી બૅન્કો રોગચાળો ચાલી રહ્યો છે ત્યારે ખરાબ ધિરાણમાં ટાળી ન શકાય તેવા વધારાની નાગચૂડમાં સપડાઈ ગઈ છે. અનેક પડકારો સાથે બૅન્કના ધિરાણ લેનારાઓ અભૂતપૂર્વ આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહ્યા છે. ઑગસ્ટ ૨૦૨૦માં આરબીઆઈનો છ મહિનાની રાહત વિસ્તરણની અવધિ પછી ધિરાણ ચૂકવવું અનિવાર્ય બન્યું હતું. આ જ સમયે તેમને તેમની પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવા માટે રોકડ પ્રવાહની આવશ્યકતા છે. બૅન્કના ધિરાણકારોની પસંદગી મર્યાદિત છે. તેમણે ધિરાણ ચૂકવવાનું મુલત્વી રાખીને તેમના મર્યાદિત રોકડ પ્રવાહને આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી ચાલુ કરવામાં રોકવાનું વિચારવું પડશે. આરબીઆઈની યોજનાઓ હેઠળ જો તેઓ ધિરાણની સુવિધાઓની પુનર્રચના કરવા માટે લાયક નહીં હોય તો તેઓ દેવાળામાંથી છટકી નહીં શકે. બૅન્ક ધિરાણના ૪૦ ટકામાં રાહત વિસ્તરણ લેવાયું હોવાનું કહેવાય છે. ધિરાણને ખરાબ ધિરાણમાં વર્ગીકૃત કરવાના પેટા નિયમને પાછો ખેંચી લેવાતાં, આ ધિરાણ હવે ચૂકવવું અનિવાર્ય બનશે. આવી અભૂતપૂર્વ પ્રતિકૂળ પરિસ્થિતિમાં, બૅન્કોનાં ખરાબ ધિરાણમાં વધારામાં વર્ષ ૨૦૨૧-૨૨માં નવું શિખર જોવા મળ્યું છે અને તેની અસર હજુ વર્ષ ૨૦૨૨-૨૩ સુધી લંબાઈ શકે છે.

ખરાબ ધિરાણની તીવ્રતા:

ખરાબ ધિરાણને વળતર નહીં આપતી (નૉન પર્ફૉર્મિંગ) અસ્ક્યામતો (એનપીએ) તરીકે ઉલ્લેખાય છે કારણકે તેમાં ધિરાણ આપનારોને વ્યાજ મળતું નથી. જો ધિરાણ લેનાર ૯૦ દિવસ માટે ધિરાણના હપ્તા અથવા વ્યાજ અથવા બંને ન ચૂકવે તો ધિરાણ એનપીએમાં બદલાઈ જાય છે. એનપીએ બે સ્વરૂપમાં દર્શાવાય છે. કુલ એનપીએ (જીએનપીએ) જે બૅન્કની કુલ એનપીએનો કુલ અસ્ક્યામતો સાથે ગુણોત્તર દર્શાવે છે. પ્રુડેન્શિયલ નિયમો મુજબ, તેમની સામે કરાયેલી જોગવાઈઓ જીએનપીએમાંથી બાદ કરાય છે ત્યારે ચોખ્ખી એનપીએ (એનએનપીએ) મળે છે. એનએનપીએ બૅન્કિંગ પ્રણાલિ માટે ભય તરીકે ચાલુ છે.

હકીકતે, રોગચાળો શરૂ થયો તે પહેલાં, બૅન્કની જીએનપીએમાં માર્ચ ૨૦૧૯માં ૯.૧ ટકાથી ઘટીને માર્ચ ૨૦૨૦માં ૮.૨ ટકા સુધી ઘટીને સુધારો દર્શાવવાનું શરૂ કર્યું હતું અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં વધુ ઘટીને ૭.૫ ટકા ઘટ્યો હતો. પરંતુ રોગચાળાએ અર્થતંત્રને ફટકો માર્યા પછી પરિસ્થિતિ બદલાઈ અને ધિરાણ લેનારાઓ કટોકટીમાં ફસાઈ ગયા. આરબીઆઈએ તેના આર્થિક સ્થિરતા અહેવાલ (એફએસઆર)-જૂન ૨૦૨૦માં અંદાજ આપ્યો છે કે તીવ્ર તણાવની સ્થિતિમાં માર્ચ ૨૦૨૧ સુધીમાં એનપીએ ૧૪.૭ ટકા સુધી વધી જવા અને આધાર રેખા પરિસ્થિતિમાં ૧૨.૫ ટકા સંભવ છે.

પરંતુ ચાલી રહેલી કટોકટીમાં જોતાં, બૅન્કો તીવ્ર તણાવની સ્થિતિમાં આરબીઆઈના અંદાજ કરતાં પણ આગળ એવા સ્તરે એનપીએ સામે કામ લેવા તૈયાર રહેવી જોઈએ. ધિરાણ આપવાની તેની ક્ષમતામાં સુધારો કરવાનું ચાલુ રાખતી વખતે, બૅન્કોએ અસ્ક્યામત ગુણવત્તાનું વ્યવસ્થાપન કરવામાં લાંબી યાત્રા માટે તૈયાર રહેવું જોઈએ. કૉવિડથી ઉત્પન્ન ખરાબ સ્થિતિની અસાધારણતાનો વિચાર કરતી વખતે, બૅન્કોએ આવનારાં બે-એક વર્ષ માટે ઊંચી એનપીએ સાથે કામ કરવાનું આવશે. પરંતુ અનિવાર્ય અસ્ક્યામત ગુણવત્તા સમસ્યાઓને બૅન્કોના કામ પર અસર પડવા ન દેવાય અને ધિરાણ જોખમની ભૂખને મંદ પડવા ન દેવાય કારણકે તે અર્થતંત્રના પુનર્જીવનમાં નિર્ણાયક હશે.

એનપીએ કટોકટી નવી નથી:

બૅન્કો જીએનપીએના ઉચ્ચ સ્તરનું પ્રબંધન કરવામાં સક્ષમ છે. એનપીએમાં વધારા અને ઘટાડાને મોટા અર્થતંત્ર (મેક્રોઇકૉનૉમિક્સ)માં ખલેલ સાથે જ માત્ર સાંકળવામાં નથી આવતા પરંતુ નીતિમાં બદલાવ સાથે પણ સાંકળવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૩માં જીએનપીએ ૨૩.૨ ટકાની નવી ઊંચાઈએ પહોંચી ગઈ હતી, તે વખતે અસ્ક્યામત વર્ગીકરણના નિયમો બૅન્કિંગ ક્ષેત્રના સુધારાના ભાગ રૂપે પહેલી વાર અમલી બનાવાયા હતા. બીજા દાયકામાં વર્ષ ૨૦૦૩-૦૪ સુધીમાં તે ઘટીને ૭.૨૬ ટકા અને વર્ષ ૨૦૧૩-૧૪ સુધીમાં તે ૩.૮૩ ટકા થઈ ગઈ હતી.

જ્યારે અસ્ક્યામત ગુણવત્તા સમીક્ષા (એક્યૂઆર) કે જે ખરાબ ધિરાણનું વિશેષ ઑડિટ છે, તેને આરબીઆઈએ વર્ષ ૨૦૧૫માં દાખલ કર્યું (નીતિ બદલાવ) અને ધિરાણની પુનર્રચનાની છૂટ પાછી ખેંચી, ત્યારે વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં જીએનપીએ ૧૧.૧૮ ટકાના શિખરે પહોંચવા લાગી હતી. આથી જ બાહ્ય પર્યાવરણમાં નીતિ અને મોટા અર્થતંત્રમાં ફેરફાર અને અમલના લીધે એનપીએમાં લાંબા ગાળાના ઉતાર-ચડાવ આવતા રહે છે. જો કૉવિડે સર્જેલા તણાવના કારણે જીએનપીએ ૧૪.૫ ટકા કરતાં વધે તો પણ તે વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ઘટી જશે અને એક આંકડાના નીચા સ્તરે સ્થિર થશે. પરંતુ જાણી જોઈને દેવાળું ફૂંકવાના વલણનો અંત લાવવો જ રહ્યો.

એનપીએ સામાજિક દૂષણ છે:

રોગચાળા કે એકાએક સર્જાયેલી બાહ્ય ઘટનાઓના કારણે જીએનપીએમાં વધારો થાય તેમ છતાં, ખરાબ ધિરાણથી અર્થતંત્રને સુધારી ન શકાય તેવું કૉલેટરલ નુકસાન થઈ શકે છે. આપણે મોટા કદની એનપીએ બૅન્કિંગ પ્રણાલિને અનેક રીતે અસ્થિર કરતી જોઈ છે જેનાથી નિર્દોષ હિતધારકોને અકથ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ખરાબ ધિરાણની સમસ્યા નિવારવા માટે એવી જોગવાઈ કરવાની આવશ્યકતા છે જે બૅન્કની નફાદાયિકતામાં કાપ મૂકે. કસૂરવાર ધિરાણના નીચા મૂલ્યાંકન (રેટિંગ)ના લીધે જોખમના પ્રમાણમાં વધારો થાય છે. તેથી મૂડી આધારને (કેપિટલ બૅઝ)ને અસર થાય છે. ચૂકવાઈ ગયેલા ધિરાણમાંથી મળતા ભંડોળને પ્રસારિત નહીં કરવાથી આશાસ્પદ સાહસિકોને ધિરાણનો પ્રવાહ અટકે છે અને તેનાથી ભવિષ્યના જીડીપીમાં સંભવતઃ ઘટાડો થવા સંભવ છે. વિશાળ એનપીએ સામે ઝઝૂમી રહેલી બૅન્કો ધિરાણ આપવાનું ચાલુ રાખવા માટે પૂરતી સ્વસ્થ નહીં હોય. આથી ખરાબ ધિરાણ એવો વાઇરસ છે જે સામાજિક સુખાકારીને માંદી કરી દે છે. ધિરાણ ચૂકવી દેવાના વચનનું સન્માન કરવાની નૈતિક જવાબદારીને સમજાવવા ધિરાણ લેનારાઓને શિક્ષિત કરવા સમાવેશક પ્રયાસોની આવશ્યકતા છે. ખરાબ ધિરાણ સામાજિક દૂષણ અને પ્રણાલિ સામે જોખમ છે જેની સામે તમામ જવાબદાર હિતધારકોએ કામ કરવાની આવશ્યકતા છે નહીંતર કરદાતાઓનાં વધુ ને વધુ નાણાં પ્રત્યક્ષ/અપ્રત્યક્ષ રીતે ન ચૂકવાતાં ધિરાણની માંડવાળ કરવામાં વપરાશે. રોગચાળાનો સમય તો વિતી જશે પરંતુ જાણી જોઈને ધિરાણ નહીં ચૂકવતા લોકોને સામાજિક દંડ થાય તે સુનિશ્ચિત કરવું વધુ અગત્યનું છે.

ડૉ. કે. શ્રીનિવાસ રાવ*

(*લેખક હૈદરાબાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્સ્યૉરન્સ ઍન્ડ રિસ્ક મેનેજમેન્ટ - આઈઆઈઆરએમ ખાતે ઍડજન્ક્ટ પ્રૉફેસર છે. ઉપરોક્ત વિચારો તેમના પોતાના છે.)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.