ETV Bharat / bharat

અંડાશયમાં રહેલા ઇંડાની ઓછી સંખ્યાને કારણે ગર્ભ ધારણ કરવામાં આવતા પડકારો - egg freeze

ETV Bharat Sukhibhavaની ટીમે એમડી, ડીજીઓ, ડીએનબી, એમઆરસીઓજી. એમએસસી (એમ્બ્રોયોલોજી, યુકે), રીપ્રોડક્ટીવ મેડીસીન એન્ડ સર્જરીમાં સબ સ્પેશીયલીસ્ટ (આરસીઓજી, યુકે), “મધર ટુ બી ફર્ટીલીટી”ના ડીરેક્ટર તેમજ KIMS ફર્ટીલીટી સેન્ટરના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ અને કન્સલ્ટન્ટ ફર્ટીલીટી સ્પેશીયલીસ્ટ ડૉ. એસ. વૈજયંતી સાથે વાતચીત કરી હતી.

ગર્ભ ધારણ
ગર્ભ ધારણ
author img

By

Published : Mar 8, 2021, 4:56 PM IST

લો એએમએચ બ્લડ ટેસ્ટ રીઝલ્ટનો મલતબ શું છે ? તેની સારવારના કયા કયા વિકલ્પો હોઈ શકે છે ?

એએમએચ અથવા એન્ટી મ્યુલેરીયન હોર્મોન એ પ્રોટીન હોર્મોન છે જે અંડાશયના ફોલીકલ્સમાંથી સ્ત્રાવ થાય છે. આ ટેસ્ટ મહિલામાં રહેલા ઓવેરીયન રીઝર્વ- અથવા ઓવેરીઝમાં રહેલા ઇંડા-નો ખ્યાલ આપે છે. એએમએચની ઓછી માત્રા પ્રજનનક્ષમતાની ઘટતી માત્રાને સુચવે છે.

આ રીઝર્વમાં ઘટાડો થવો એટલે કે અંડાશયમાં ઓછા ઈંડા હોવાથી ગર્ભધાન માટે તંદુરસ્ત ઈંડા છોડવાની શક્યતા ઓછી થાય છે અને તેની અનુગામી સામાજીક, માનસીક અને શારીરિક અસરોને કારણે મહિલાને ગર્ભ ધારણ કરવુ મુશ્કેલ લાગે છે.

જો કે આ મુશ્કેલીના હલ માટે કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે.

આ ટેસ્ટના પરીણામને સમજવુ

એએમએચનું નીચુ સ્તર અંડાશયમાં ઓછા ઈંડા હોવાનું સુચવે છે. જેમ જેમ મહિલાની ઉંમર વધે છે તેમ તેમ આ આંકડામાં ઘટાડો નોંધાય છે. આ ઘટાડો મહિલાની પ્રજનનક્ષમતાના ઘટાડાને સુચવે છે. લાક્ષણીક રીતે એએમએચનું સ્તર જો 2.0થી 3.0 એનજી/એમએલની વચ્ચે હોય તો તે કોઈપણ મહિલા માટે ‘સામાન્ય’ મનાય છે. જો આ આંક 1.0 એનજી/એમએલથી ઓછો હોય તો ઓવરીન રીઝર્વમાં ઘટાડો થયો હોવાનું માની શકાય. મોનોપોઝ સુધી પહોંચતી મહિલાઓમાં ખુબજ ઓછા એએમએચ હોવાનું સામાન્ય છે.

એક તરફ ઉંમર એ એએમએચના સ્તરને અસર કરતુ મુખ્ય પરીબળ છે ત્યારે બીજી તરફ અપુરતુ પોષણ, વીટામીનની ખામી, કેમોથેરાપી અને રેડીએશન તેમજ કેન્સરની અન્ય સારવાર પણ ઓછા એએમએચનું કારણ બની શકે છે.

આ ટેસ્ટ ઇંડાની ગુણવત્તાનું પરીક્ષણ કરતુ નથી અથવા કોઈ પણ પ્રકારની ફળદ્રુપતાની સારવારની કુદરતી વિભાવના અથવા સફળતાની સંભાવનાની આગાહી કરી શકતુ નથી.

આ ટેસ્ટ ક્યારે કરાવી શકાય છે ?

જો કોઈપણ પ્રકારની પ્રજનન પ્રક્રીયાની શરૂઆત થાય તે સમયે મહિલાની ઉંમર 30 વર્ષથી વધુ હોય તો તેના માચે આ ટેસ્ટની ભલામણ કરવામાં આવે છે. જે મહિલા વિવિધ કારણોસર ગર્ભવતી થવામાં મોડુ કરે છે અથવા હજુ સુધી તેને આદર્શ જીવનસાથી મળ્યા નથી તેઓ આ પરીક્ષણ કરવાનું વીચારી શકે છે જેથી તે એગ ફ્રીઝીંગ કરી શકે.

એએમએચના નીચા સ્તરની સારવારના વિકલ્પો

મોટા ભાગે એએમએચનું નીચુ સ્તર ઉપર લાવી શકાતુ નથી. જેથી જેઓ ગર્ભધારણ કરવાની ઇચ્છા રાખે છે તેમના માટે ડૉક્ટર આસીસ્ટેડ રીપ્રોડક્ટીવ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

જે મહિલા હાલમાં ગર્ભ ધારણ કરવા માગતી નથી તેમના માટે (ઇંડા) ક્રાયોપ્રીઝર્વેશનનો વિકલ્પ ખુલ્લો છે જેમાં તે ઇંડા ફ્રીઝ કરી શકે છે જે ભવિષ્ય માટે કામમાં આવી શકે છે. ભૂતપુર્વ વિશ્વ સુંદરી ડાયના હેડન 30 વર્ષની વય પહેલા પોતાના એગ ફ્રોઝન કરીને યુવાન અને મહત્વકાંશી મહિલાઓમાં ઉદાહરણ પુરૂ પાડનાર પ્રથમ સેલીબ્રીટી હતી. તેના આઠ વર્ષ પછી બેતાળીસ વર્ષની વયે ડાયના માતા બનવામાં સફળ રહી હતી.

જો આઇવીએફ સાયકલ માટે એએમએચનું સ્તર પુરતુ ગોય તો આઇવીએફ (ઇન વીટ્રો ફર્ટીલાઇઝેશન) કરાવવાની સલાહ ડૉક્ટર આપે છે. આ પદ્ધતિમાં હોર્મોન સ્ટીમ્યુલાઇઝેશન કરીને એગ રીટ્રાયવલ પ્રોસીજર દ્વારા એગને રીટ્રાઇવ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને લેબમાં ફર્ટીલાઇઝ કરીને મહિલાના ગર્ભાશયમાં પરત મુકવામાં આવે છે.

આઇવીએફ સાયકલની વાત કરવામાં આવે તો જો ઇંડાનું સ્તર ખુબ જ નીચુ હશે અથવા એએમએચનું સ્તર પણ ખુબ જ નીચુ હોય અને પોતાના ઇંડાનો ઉપયોગ કરીને ગર્ભ ધારણ કરવુ શક્ય ન હોય તો ત્યાર પછીનો વિકલ્પ ‘ઇંડાનું દાન’ હશે. આ પદ્ધતિમાં ઇંડા કોઈ બીજા દ્વારા દાન કરવામાં આવે છે અને લેબમાં ગર્ભ રચવામાં આવે છે અને ત્યાર બાદ તેને મહિલાના ગર્ભાશયમાં મુકવામાં આવે છે.

અંડાશયનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવશો

અંડાશયમાં રહેલા ઇંડામાં કુદરતી રીતે વધારો થતો ન હોવાથી એક સારી જીવનશૈલી ઇંડાની ગુણવત્તાને અસર કરી શકે છે.

અંતમાં જો તમારા પરીક્ષણમાં તમારા એએમએચનું સ્તર નીચુ હોય તો ફર્ટીલીટીના નિષ્ણાંતને મળીને તમે આગળના વિકલ્પો પર વિચાર કરી શકો છો.

વધુ માહિતી માટે svyjayanthi99@gmail.com પર ડૉ. વૈજયંતિનો સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: જેટ લેગનો ઈલાજ આયુર્વેદની પદ્ધતીથી કેવી રીતે કરશો?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.