- હુડા ગ્રાઉન્ડમાં ખેડૂત મહાપંચાયત યોજાઈ
- હું ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવીશ: કેજરીવાલ
- જે ખેડૂત આંદોલન સાથે નથી તે દેશદ્રોહી છે: કેજરીવાલ
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જીંદના સફિદો રોડ પર હુડા ગ્રાઉન્ડ ખાતે ખેડૂત મહાપંચાયત યોજી હતી. પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કેન્દ્ર અને હરિયાણા સરકારોને જોરદાર ઘેરી લીધી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, હું ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવવા માંગુ છું, આ માટે મારી ભગવાન સાથે પણ સેટિંગ છે. જ્યાં સુધી હું ભારતને વિશ્વનો નંબર વન દેશ નહીં બનાવું ત્યાં સુધી હું મરીશ નહીં.
આ પણ વાંચો: દિલ્હીનો કેજરી'વ્હાલ': મફલરમેન 'અરવિંદ'એ CM પદના શપથ લીધા
કેજરીવાલનું સંબોધન આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલી આપીને શરૂ થાય છે. તેમણે કહ્યું કે, આ ખેડૂતોની શહાદત વ્યર્થ ન થવી જોઇએ. અંત સુધી લડવું પડશે. રોહતકમાં ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જે ખોટું છે. અમે ખેડૂતોના સંઘર્ષને સમર્થન આપીએ છીએ.
આ પણ વાંચો: કેજરીવાલનો ભાજપ પર વળતો પ્રહાર, કહ્યું : દિલ્હીનો દિકરો આતંકવાદી નથી
'ખેડૂતોને ટેકો આપવા બદલ અમને સજા મળી'
કેજરીવાલે કહ્યું કે, આજે સમગ્ર દેશના ખેડૂત કૃષિ કાયદાથી નારાજ છે અને આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને સફળ બનાવવા માટે હું દરેક બલિદાન આપવા તૈયાર છું. કેજરીવાલે ખેડૂતોને ટેકો આપ્યો, તેથી અમારી સરકારની શક્તિ ઘટાડીને અમને શિક્ષા કરવામાં આવી છે.
કેજરીવાલે રાકેશ ટિકૈતને આપ્યું પ્રોત્સાહન
કેજરીવાલે કહ્યું કે, અમે ખેડૂત નેતા રાકેશ ટિકૈતને પ્રોત્સાહન આપ્યું છે. અમે ખેડૂતોને ટેકો આપ્યો, તેથી આપણી શક્તિ છીનવી લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે ખેડૂત આંદોલન સાથે નથી તે દેશદ્રોહી છે. જે ગામમાં અન્ય પક્ષોને આવવાની મંજૂરી નથી. આમ આદમી પાર્ટીનું ત્યાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે.