ETV Bharat / bharat

દરેક કેદી સ્વભાવે ગુનેગાર નથી હોતોઃ અમિત શાહ - કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 6ઠ્ઠી ઓલ ઈન્ડિયા જેલ ડ્યુટી મીટનું ઉદ્ઘાટન કરવા માટે અમદાવાદ આવ્યા હતા. આ મીટનું આયોજન 3 દિવસ માટે કરવામાં આવશે, જેમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ પણ યોજાશે. આ ઉપરાંત અમિત શાહે 4 સ્માર્ટ સ્કૂલનું ઉદ્ઘાટન પણ કર્યું છે. 6th All India Jail Duty Meet, Union Home Minister Amit Shah for Gujarat, Smart Schools in Ahmedabad

Etv BharAll India Jail Duty Meetમાં અમિત શાહે કહ્યું, દરેક કેદી સ્વભાવે ગુનેગાર નથી હોતોat
Etv All India Jail Duty Meetમાં અમિત શાહે કહ્યું, દરેક કેદી સ્વભાવે ગુનેગાર નથી હોતોBharat
author img

By

Published : Sep 4, 2022, 4:16 PM IST

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં 6ઠ્ઠી ઓલ ઈન્ડિયા જેલ ડ્યુટી મીટની(6th All India Jail Duty Meet) શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah) પણ કાર્યક્રમમાં હાજર હતા.આ દરમિયાન તેમણે ત્યાં હાજર લોકોને સંબોધિત પણ કર્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, સમાજમાં જેલને જે રીતે જોવામાં આવે છે તે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. જેલમાં દરેક કેદી સ્વભાવે ગુનેગાર નથી હોતા, કેટલીકવાર કેટલીક ઘટનાઓ એવી બને છે કે, તેઓ વિવિધ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હોય છે અને તેમને સજા પણ થાય છે.

સજા જરૂરી: શાહે જણાવ્યું હતું કે, સજાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો સજા નહીં હોય તો કોઈ ડર રહેશે નહીં. જો ડર નહીં હોય તો કોઈ શિસ્ત નહીં હોય. સમાજને કાર્યરત રાખવા માટે તે જરૂરી પ્રક્રિયા છે. આ ઓલ ઈન્ડિયા જેલ ડ્યુટી મીટ 3 દિવસ સુધી ચાલશે, જ્યાં વિવિધ રમતોની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી 1,000થી વધુ ખેલાડીઓ અહીં આવ્યા છે.

વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ:કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં 4 સ્માર્ટ સ્કૂલનું ઉદ્ઘાટન પણ કર્યું છે.(Inauguration of 4 Smart Schools in Ahmedabad) શાળાઓના ઉદ્ઘાટન દરમિયાન શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 22 અનોખી સ્માર્ટ શાળાઓ પૂર્ણ થઈ છે અને ચાર શાળાઓ શરૂ થઈ છે. આ સાથે 3,200 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળશે. તાજેતરમાં જ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં અમિત શાહે દક્ષિણ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની દક્ષિણ ઝોનલ કાઉન્સિલની 30મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

કાઉન્સિલની 30મી બેઠક:આ બેઠકમાં અમિત શાહ ઉપરાંત, કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ પણ હાજર હતા. આ ઉપરાંત, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા અન્ય દક્ષિણી રાજ્યોના મુખ્યપ્રધાનો અને દક્ષિણ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો જેમ કે, પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નરોએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.