નવી દિલ્હીઃ આધાર (Aadhar) જારી કરતી સંસ્થા UIDAIએ તમામ નાગરિકો માટે એલર્ટ (Alert note on aadhaar cards) જાહેર કર્યું છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાર્વજનિક કોમ્પ્યુટરમાંથી આધાર ડાઉનલોડ કરતા નાગરિકોએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ. આ ઉપરાંત આવા લોકોને એ માહિતી આપવાની જરૂર છે કે, જો તેઓ સાર્વજનિક કોમ્પ્યુટરમાંથી પોતાનો આધાર ડાઉનલોડ કરે છે, તો તેઓએ તેની પ્રિન્ટ અથવા સોફ્ટ કોપી લીધા પછી કમ્પ્યુટરમાંથી આધારની નકલ કાયમ માટે કાઢી નાખવી જોઈએ.
આ પણ વાંચો: ગુજરાતનું ગણિત : ભાજપ પાટીદાર વોટબેંક સુધી પહોંચવાનો કરી રહી છે પ્રયાસ
UIDAIએ આપી ચેતવણી: UIDAIએ કહ્યું કે, ખરેખર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ચેતવણી જારી કરી છે અને તેમાં કહ્યું છે કે, જો તમે કોઈ પબ્લિક કોમ્પ્યુટર અથવા સાયબર કાફેમાંથી આધારની કોપી ડાઉનલોડ કરો છો, તો તમારે તેને તે કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલા તમારા આધારને ઉપયોગ કર્યા પછી તેમાંથી કાઢી નાખવું જોઈએ. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ચેતવણી જારી કરી છે કારણ કે, તાજેતરમાં લોકો દ્વારા તેમના આધારના દુરુપયોગની ઘણી ઘટનાઓ (Aadhaar card warning) સામે આવી છે. આધાર કાર્ડ, એક અનન્ય 12 અંકનો નંબર, આ સમયે દેશની મોટાભાગની આવશ્યક સેવાઓ માટે ફરજિયાત બની ગયું છે અને તેના માટે લોકોને UIDAI પોર્ટલ પર ઘણી સુવિધાઓ પણ મળે છે.
આ પણ વાંચો: W T-20 Challenge : સુપરનોવાજ ત્રીજી વખત બન્યું ચેમ્પિયન, વેલોસિટીને 4 રનથી હરાવ્યું
માસ્ક આધાર કાર્ડનો ઉપયોગ કરવો: UIDAI કહે છે કે, લોકોએ આધારની સંપૂર્ણ નકલ આપવાને બદલે માસ્ક કરેલા આધાર કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. માસ્ક્ આધાર એવા છે જે, UIDAI સાઇટ પરથી ડાઉનલોડ (UIDAI issued alert) કરી શકાય છે અને તે તમારા આધારના સંપૂર્ણ 12 અંક દર્શાવતા નથી. આમાં માત્ર છેલ્લા ચાર અંકો દર્શાવવામાં આવ્યા છે જેથી તે આપણી ગોપનીયતા જાળવી રાખવામાં મદદ કરે છે.