- CBSE ધોરણ-10નું પરિણામ આજે જાહેર કરવામાં આવશે નહિ
- બોર્ડ આજે 10માના પરિણામ જાહેર કરશે એવી અટકળો કરી હતી
- વિદ્યાર્થીઓ SMS દ્વારા તેમના 10માના પરિણામ જાણી શકશે
નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-10નું પરિણામ આજે એટલે કે સોમવારે જાહેર કરવામાં આવશે નહિ. બોર્ડના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. આ અગાઉ એવી અટકળો હતી કે, બોર્ડ આજે 10માના પરિણામ જાહેર કરશે. બોર્ડના અધિકારીઓ જણાવે છે કે, 10 માનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે નહિ.
10માના પરિણામની તારીખ અને સમયના જાહેરાતની પુષ્ટિ કરી
આ અગાઉ CBSEના પરીક્ષા નિયામક સંયમ ભારદ્વાજે ગયા અઠવાડિયે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યા પછી જણાવ્યું હતું કે, "અમે આજથી જ 10મા પરિણામ પર કામ શરૂ કરીશું અને આવતા સપ્તાહ સુધીમાં આપવાનો પ્રયત્ન કરીશું". જો કે, તેઓએ 10મા પરિણામની તારીખ અને સમયની જાહેરાતની પુષ્ટિ કરી નથી.
10 માનું પરિણામ આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા તૈયાર કર્યું
બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર ધોરણ-10ના પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષે બોર્ડ દસમા ધોરણ માટે મેરિટ યાદી જાહેર કરશે નહીં. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે બોર્ડે આ વર્ષે દસમા ધોરણની પરીક્ષાઓ રદ કરી હતી. બોર્ડે 10 માનું પરિણામ આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા તૈયાર કર્યું છે. બોર્ડના 10 મા ધોરણના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે.
વિદ્યાર્થીઓ ગૂગલ પ્લે સ્ટોર પરથી ઉમંગ એપ ડાઉનલોડ કરશે
ઉમંગ એપ અને SMS દ્વારા વિદ્યાર્થીઓ તેમના ધોરણ-10નું પરિણામ પણ ચકાસી શકશે. વિદ્યાર્થીઓએ તેમની ઉમંગ એપ ડાઉનલોડ કરવી પડશે. વિદ્યાર્થીઓ ગૂગલ પ્લે સ્ટોર પરથી ઉમંગ એપ ડાઉનલોડ કરે છે. તે પછી ત્યાં ઉપલબ્ધ વિકલ્પમાં CBSE પસંદ કરો અને તે પછી તમારી લોગિન વિગતો દાખલ કરો. તમારી વિગતો દાખલ કરતા જ તમારું 10માનું પરિણામ ખુલશે.
આ પણ વાંચો : Gujarat Board Exam 2021 : રાજકોટના વિદ્યાર્થીઓ નિરાશ, કહ્યું ' અમારી સાથે અન્યાય થયો '
SMS દ્વારા વિદ્યાર્થીઓ 10માના પરિણામ જાણી શકશે
વિદ્યાર્થીઓ SMS દ્વારા તેમના 10માના પરિણામ જાણી શકશે. આ માટે વિદ્યાર્થીઓએ CBSE10 <ROLLNUMBER> <ADMITCARDID> દાખલ કરીને 7738299899 નંબર પર મોકલવાનું રહેશે. આ રીતે તેઓ પોતાનું પરિણામ જાણશે.
આ પણ વાંચો -
- ધોરણ 12 CBSE પરિણામ: વાપીની સ્વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો
- CBSEમાં તુલીપ સ્કૂલ બોપલના હર્ષિલ ઉપાધ્યાયે 96.6 ટકા મેળવ્યા
- CBSEની બાકી રહેલી તમામ પરીક્ષા રદ, પૂર્વ ચેરમેન અશોક ગાંગુલી સાથે ખાસ વાતચીત
- CBSE 12th Result: બોર્ડ પરિણામની તૈયારીમાં શાળાઓને તકનીકી મદદ કરશે
- CBSEએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી ધોરણ 12ના ગ્રેડ મૂલ્યાંકન ફોર્મ્યુલા
- CBSE અને ICSE સ્વાયત્ત સંસ્થાઓ છે, તે નિર્ણય લઈ શકે છે. : સુપ્રીમ કોર્ટે