અમદાવાદ: CBSE દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. જેની હોલ ટિકિટ જાહેર કરી દેવામાં આવી છે. પરીક્ષાને હવે 15 દિવસ કરતાં ઓછા દિવસો બાકી રહ્યા છે.
CBSE દ્વારા હોલ ટિકિટ: CBSE દ્વારા 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓ માટે હોલ ટિકિટ જાહેર કરી દેવામાં આવી છે. CBSE હોલ ટિકિટને ડાઉનલોડ કરવા માટે શાળાઓએ યુઝર આઈડી અને પાસવર્ડ તરીકે તેમનો નંબર દાખલ કરવાની જરૂરી છે. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ તેમને સંબંધિત શાળાઓમાંથી હોલ ટિકિટ લઈ લેવાની રહેશે.
આ પણ વાંચો: CBSE 2023: બોર્ડની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, 10-12મીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી
અભ્યાસક્રમ 2023નું પાલન કરવા સુચન: CBSE ધોરણ 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી, 2023થી શરૂ થવા જઈ રહી છે. CBSE બોર્ડની પરીક્ષા માટે 2023ના અભ્યાસક્રમને ધ્યાનમાં લેવામાં આવશે. જે અંગે વિદ્યાર્થીઓને CBSE બોર્ડના સંપૂર્ણ અભ્યાસક્રમ 2023નું પાલન કરવા સુચનો કરવામાં આવ્યા છે.
10 વાગ્યા પહેલા પ્રવેશ: CBSE બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને એક જ સમયમાં લેવામાં આવશે. જો કે પરીક્ષાનો સમય વિષય મુજબ બદલાશે. પરીક્ષા સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને પરીક્ષાના આધારે વિષય મુજબ બપોરે 12:30 અથવા 1:30 વાગ્યા સુધી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ હોલ ટિકિટ દ્વારા પરીક્ષાનો ચોક્કસ સમય ચકાસી શકશે. બધી માહિતી યોગ્ય રીતે તપાસ્યા પછી ઉમેદવારે હોલ ટિકિટ પર તેમની સહી કરવી જોઈએ. પરીક્ષા કેન્દ્રમાં સવારે 10 વાગ્યા પછી કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેથી સમય પહેલાં પહોંચી જવું જરુરી છે.
આ પણ વાંચો: 10મી અને 12મી માટે CBSE અને ICSE પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવાશે, જાન્યુઆરીમાં થશે પ્રેક્ટિકલ
CBSE ધોરણ 10-12માની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરશો: બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાઓ.તે પછી શાળાની લોગિન લિંક પર ક્લિક કરો. હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. અહીં તમામ જરૂરી માહિતી ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો. હવે તમે CBSE એડમિટ કાર્ડ 2023 ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટઆઉટ લઈ શકો છો.