ETV Bharat / bharat

મહંત નરેન્દ્રગીરીના મોતની તપાસ CBIએ સંભાળી, 5 સભ્યોની ટીમ પહોંચી પ્રયાગરાજ

મહંત નરેન્દ્રગીરીના શંકાસ્પદ મોત મામલે સીબીઆઈની 5 સભ્યોની ટીમ ગુરૂવારના જ પ્રયાગરાજ પહોંચી ચૂકી હતી. શુક્રવારના નરેન્દ્રગીરીના મોતની તપાસ સીબીઆઈએ સંભાળી લીધી છે. ઉલ્લેખનીય છે કે મહંતના શિષ્યો અને અનેક લોકો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા હતા. આપ અને કૉંગ્રેસે પણ સીબીઆઈ તપાસની માંગ કરી હતી.

5 સભ્યોની ટીમ પહોંચી પ્રયાગરાજ
5 સભ્યોની ટીમ પહોંચી પ્રયાગરાજ
author img

By

Published : Sep 24, 2021, 2:01 PM IST

  • નરેન્દ્રગીરીના મોતની તપાસ CBIએ સંભાળી
  • CBIની 5 સભ્યોની ટીમ પ્રયાગરાજ પહોંચી
  • 20 સ્પેટમ્બરના મહંત નરેન્દ્રગીરીએ આત્મહત્યા કરી હતી
  • આત્મહત્યા માટે મજબૂર કરનારા 3 લોકોના નામ સુસાઇડ નોટમાં

લખનૌ: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરીના શંકાસ્પદ મોત મામલે સીબીઆઈની 5 સભ્યોની ટીમ ગુરૂવારના પ્રયાગરાજ પહોંચી હતી. ટીમે કેસને હેન્ડ ઑવર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જે શુક્રવારના પૂર્ણ કરવામાં આવી. શુક્રવારના નરેન્દ્રગીરીના મોતની તપાસ સીબીઆઈએ સંભાળી લીધી છે.

CBIની 5 સભ્યોની ટીમ પ્રયાગરાજ પહોંચી

  • अखाड़ा परिषद के अध्यक्ष महंत नरेंद्र गिरि की मौत की जांच सीबीआई ने संभाली, जांच टीम गठित की गई।

    — ANI_HindiNews (@AHindinews) September 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગત બુધવારના યોગી સરકારના નિર્દેશ પર ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ વિભાગે કેસની તપાસ માટે કેન્દ્ર સરકારને સીબીઆઈની તપાસની ભલામણ કરી હતી. સૂત્રો પ્રમાણે ગુરૂવાર બપોરે સીબીઆઈની ટીમ પ્રયાગરાજ પહોંચી ગઈ હતી. આ ટીમમાં 5 સભ્યો છે. કેસ હેન્ડઑવર લેતા પહેલા સીબીઆઈની એક ટીમે કેસની જાણકારી લીધી હતી. સીબીઆઈની સાથે પોલીસ લાઇનમાં એસઆઈટીની ટીમ અને પ્રયાગરાજ પોલીસના ઉચ્ચ અધિકારી પણ હાજર હતા. સીબીઆઈએ એફઆઈઆરની કૉપી લઇને તપાસની પ્રક્રિયા શરૂ કરી, ત્યારબાદ શુક્રવારના તપાસ સંભાળી લીધી છે.

આત્મહત્યા માટે મજબૂર કરનારા 3 લોકોના નામ સુસાઇડ નોટમાં

ઉલ્લેખનીય છે કે 20 સ્પેટમ્બરના અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરીએ શંકાસ્પદ અવસ્થામાં સુસાઇડ કરી લીધું હતું. તેમના રૂમમાંથી અનેક પાનાઓવાળી સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં મહંત નરેન્દ્રગીરીને આત્મહત્યા માટે મજબૂર કરવા માટે 3 નામ લખેલા હતા, જેમાં સૌથી પહેલું નામ મહંત નરેન્દ્રગીરીના શિષ્ય રહેલા સ્વામી આનંદગીરીનું જ્યારે બીજું નામ લેટે હનુમાન મંદિરના મુખ્ય પૂજારી રહેલા આદ્યા તિવારીનું હતું અને ત્રીજું નામ આદ્યા તિવારીના દીકરા સંદીપ તિવારીનું લખેલું હતું.

આનંદગીરી અને આદ્યા તિવારીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

પોલીસે આદ્યા તિવારી ઉપરાંત આનંદગીરીની હરિદ્વારથી ધરપકડ કરી હતી, ત્યારથી પોલીસ અદ્યા તિવારીના દીકરા સંદીપ તિવારીની શોધખોળ કરી રહી હતી, જેને ડીઆઈજી દ્વારા બનાવવામાં આવેલી એસઆઈટીએ બુધવારના ઝડપી લીધો, જ્યારે સાંજે પોલીસ આનંદગીરી અને આદ્યા તિવારીને કોર્ટમાં પણ હાજર કરી ચૂકી છે, જ્યાં કોર્ટે બંનેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સંદીપ તિવારી સાથે પૂછપરછ બાદ તેને ગુરૂવારના કોર્ટમાં હાજર કરવામાં આવી શકે છે.

સીબીઆઈ તપાસની ઉઠી રહી હતી માંગ

ઉલ્લેખનીય છે કે સંત અને તેમના અનુયાયી સતત તેમના દ્વારા આત્મહત્યા કરવાની વાતને નકારી રહ્યા છે. નરેન્દ્રગીરીના શંકાસ્પદ મોત મામલે સીબીઆઈ તપાસ માટે અલ્હાબાદ હાઇકોર્ટ બાર એસોસિએશનના સંયુક્ત સચિવે અરજી પણ દાખલ કરી છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ પણ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ પણ હકીકત સામે લાવવા માટે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. કેન્દ્રથી મંજૂરી મળ્યા બાદ સીબીઆઈએ આજે શુક્રવારના તપાસની કમાન સંભાળી લીધી છે.

આ પણ વાંચો: મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ સાથે જોડાયેલા કેસની સીબીઆઈને તપાસ કરવાની ભલામણ કરવામાં આવી

આ પણ વાંચો: મહંત નરેન્દ્રગીરી કેસ: શિષ્ય આનંદગીરી અને આદ્યા તિવારીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.