- તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રાને જામીન આપ્યા
- બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા 2016માં નારદા સ્ટિંગ ટેપ જાહેર થયો હતો.
- CBIએ કલકત્તા હાઇકોર્ટમાં આજની સુનાવણી મુલતવી રાખવાની માગ કરી
નવી દિલ્હી: CBIએ આજે નારદા કૌભાંડ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના ચાર નેતાઓની ગૃહ ધરપકડ વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટના ચૂકાદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી છે. જેમાં હાઇકોર્ટે ચારેય નેતાઓને નજરકેદ રાખવા આદેશ આપ્યો છે. CBIએ કલકત્તા હાઇકોર્ટમાં આજની સુનાવણી મુલતવી રાખવાની માગ કરી છે.
આ પણ વાંચો: કોલકાતા હાઈકોર્ટમાં આજે નારદા સ્ટિંગ મામલાની સુનાવણી
કોલકાતા હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં તૃણમૂલ કોંગ્રેસના ચાર નેતાઓને નજરકેદ રાખવા આદેશ આપ્યો
કોલકાતા હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં તૃણમૂલ કોંગ્રેસના ચાર નેતાઓને નજરકેદ રાખવા આદેશ આપ્યો છે. કોલકાતા હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ન્યાયાધીશ અરિજિત બેનરજીની ખંડપીઠે આ ચૂકાદો આપ્યો હતો. કોલકાતા હાઈકોર્ટે TMCના બે પ્રધાન સુબ્રત મુખર્જી અને ફરહદ હકીમ અને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રા અને કોલકાતાના ભૂતપૂર્વ મેયર શોબન ચેટરજીને જામીન આપી દીધા છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, વચગાળાના જામીન મંજૂર થયા છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં તૃણમૂલ કોંગ્રેસ નુકસાન ટાળી શકશે?
2017માં કલકત્તા હાઇકોર્ટે CBIને આ ટેપની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો
બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા 2016માં નારદા સ્ટિંગ ટેપ જાહેર થયો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ ટેપ વર્ષ 2014માં રેકોર્ડ કરવામાં આવી હતી. આમાં TMCના પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો અને કોલકાતાના મેયરને કથિત રીતે બનાવટી કંપનીના પ્રતિનિધિઓ પાસેથી પૈસા લેતા બતાવવામાં આવ્યા હતા. આ સ્ટિંગ ઓપરેશન નારદા ન્યૂઝ પોર્ટલના CEO મેથ્યુ સેમ્યુલે કર્યું હતું. 2017માં કલકત્તા હાઇકોર્ટે CBIને આ ટેપની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.