નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ (CBI) લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમના નજીકના સહયોગી એસ. ભાસ્કર રમનની ધરપકડ કરવામાં આવી છે. હકીકતમાં, CBIએ 250 ચીની નાગરિકોને વિઝા અપાવવા માટે 50 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. જે બાદ મંગળવારે કાર્તિ ચિદમ્બરમના ચેન્નાઈ અને દેશના અન્ય શહેરોમાં સ્થિત જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
-
CBI has arrested S Bhaskar Raman, a close associate of Congress leader Karti P Chidambaram in an ongoing visa corruption case following questioning late last night: CBI sources
— ANI (@ANI) May 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">CBI has arrested S Bhaskar Raman, a close associate of Congress leader Karti P Chidambaram in an ongoing visa corruption case following questioning late last night: CBI sources
— ANI (@ANI) May 18, 2022CBI has arrested S Bhaskar Raman, a close associate of Congress leader Karti P Chidambaram in an ongoing visa corruption case following questioning late last night: CBI sources
— ANI (@ANI) May 18, 2022
આ પણ વાંચો: પુરી હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ખોદકામમાં મળી સિંહની પ્રતિમા
CBIએ આરોપ લગાવ્યો : CBIએ આરોપ લગાવ્યો છે કે, કાર્તિ ચિદમ્બરમે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) શાસન દરમિયાન 250 ચીની નાગરિકોને વિઝા અપાવવા માટે 50 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. INX મીડિયામાં વિદેશી રોકાણ માટે કથિત રીતે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) ક્લિયરન્સ મેળવવા માટે કોંગ્રેસના સાંસદ પર ફોજદારી આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: J&K: બારામુલ્લામાં દારૂની દુકાન પર ગ્રેનેડ હુમલો, એકનું મૃત્યુ, ત્રણ ઈજાગ્રસ્ત