- 6 અદાલતોમાં કોરોના વાઇરસના સંક્રમણ ફેલાવાના કેસની લું છે સુનાવણી
- સુપ્રીમ કોર્ટ કોરોના સંબંધિત તમામ કેસોને પોતાની પાસે સ્થાનાંતરિત કરી શકે છે
- સુપ્રીમ કોર્ટના 3 જજોની ખંડપીઠે 4 મુદ્દાઓ પર રાષ્ટ્રીય યોજનાની માંગ કરી
નવી દિલ્હી: દેશની 6 જુદી જુદી અદાલતોમાં કોરોના વાઇરસના સંક્રમણ ફેલાવાના કેસની સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓમોટો દ્વારા સુનાવણી હાથ ધરી છે. કોર્ટે કહ્યું કે, તેઓ તેમના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આ મૂંઝવણ પેદા કરે છે. આપને જણાવી દઇએ કે, કોરોના સંબંધિત કેસોની સુનાવણી દિલ્હી, બોમ્બે, સિક્કિમ, મધ્ય પ્રદેશ, કલકત્તા અને અલ્હાબાદની ઉચ્ચ અદાલતોમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટ કોરોના સંબંધિત તમામ બાકી કેસને પોતાની પાસે સ્થાનાંતરિત કરી શકે છે.
આ પણ વાંચો: માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીના પુત્રનું કોરોનાથી નિધન
ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠની રાષ્ટ્રીય યોજનાની માંગ
ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા એસ.એ. બોબડેની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની 3 જજોની ખંડપીઠે 4 મુદ્દાઓ પર રાષ્ટ્રીય યોજનાની માંગ કરી છે. ખંડપીઠે જણાવ્યું હતું કે, તે વૈશ્વિક મહામારી વચ્ચે લોકડાઉન જાહેર કરવા માટે હાઇકોર્ટની શક્તિ સંબંધિત પાસાની પણ આંકલન કરશે. આ ઉપરાંત દેશમાં વધતા કોરોના સંક્રમણમાં ઓક્સિજન અને દવાઓની અછત અંગે પણ અદાલતે સ્વયંસંચાલિત નોંધ લીધી છે. કોર્ટે આ મામલે કેન્દ્રને નોટિસ મોકલી છે.
આ પણ વાંચો: મોદી સરકારની લોકવિરોધી નીતિઓ મહામારી માટે જવાબદાર: રાહુલ ગાંધી
સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં અનેક અધિકારો શામેલ
આમાં ઓક્સિજન અને દવાનો પુરવઠો, રસીકરણની પ્રક્રિયા અને લોકડાઉન લાદવાનો અધિકાર શામેલ છે. કોર્ટે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેને આ કેસમાં એમિકસ ક્યુરિ તરીકે નિયુક્ત કર્યા છે.