ETV Bharat / bharat

ભાઈ સાથે કૃત્ય! સગી બહેને જ તેના રૂમમાં દફનાવી દીધો - Murder Case

ઝારખંડના રામગઢનો એક યુવક 2 મહિનાથી વધુ સમયથી ગુમ હતો. આ બાદ પોલીસને યુવકની બહેન પર શક જતાં તેમની પૂછપરછ કરવામાં આવી (brother murder Sister) હતી. આથી પોલીસને માહિતી મળી કે., યુવકને મારીને તેના મૃતદેહને 4 ફુટ ઉંડો જમીનમાં દાટીને તેના પર પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. આજે રવિવારે મૃતદેહને દફનાવવાના મામલામાં પોલીસ મેજિસ્ટ્રેટની સાથે પત્રાતુ પોલીસ સ્ટેશન વિસ્તારના પંચ મંદિર વિસ્તારમાં ઘટનાસ્થળે પહોંચ્યા (dead body taken out from grave) હતા. અહીં ચાર ફૂટ ઉંડી કબરમાંથી મૃતદેહને બહાર કાઢી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

સગી બહેને જ તેના રૂમમાં દફનાવી દીધો
સગી બહેને જ તેના રૂમમાં દફનાવી દીધો
author img

By

Published : Sep 12, 2022, 7:30 PM IST

રામગઢ, ઝારખંડ : જિલ્લાના પતરાતુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઢી મહિનાથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ તેની બહેનના રૂમમાંથી પોલીસને મળ્યો છે. મેજિસ્ટ્રેટની હાજરીમાં બહેનના રૂમમાંથી દાટેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને દફનાવ્યા બાદ તેના પર બહેને પ્લાસ્ટર કરાવી દીધુ હતું. અહીં, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામગઢ સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ અગાઉ, તેણે આગલા દિવસે જ તેના ભાઈની હત્યાની કબૂલાત કરી (brother murder Sister) હતી, પરંતુ મેજિસ્ટ્રેટની હાજરી ન હોવાને કારણે મૃતદેહ કાઢવામાં આવ્યો ન હતો. તે જ સમયે, ઘણા મહિનાઓથી પિતા તેમના પુત્રની શોધમાં એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનમાં ઠોકર ખાતા હતા. (dead body taken out from grave)

ભાઈના મૃતદેહને દાટી કર્યું પ્લાસ્ટર : રામગઢ જિલ્લાના પતરાતુ પોલીસ સ્ટેશન વિસ્તારના પંચ મંદિર વિસ્તારમાં બનેલી ઘટનાની માહિતી મળ્યા બાદ, રવિવારે જ્યારે મેજિસ્ટ્રેટની હાજરીમાં ખોદકામ શરૂ થયું હતું, ત્યારે આસપાસના ગામોના હજારો લોકો સ્થળ પર એકઠા થયા હતા. આ દરમિયાન, દરેક લોકો વિવિધ બાબતો પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા અને આરોપી બહેનને કોસતા રહ્યા હતા. અહીં મૃતદેહને એક રૂમમાંથી ચાર ફૂટ ખોદવામાં આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામગઢ સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, બહેને ભાઈની હત્યા કર્યા બાદ મૃતદેહને કેમ દફનાવ્યો હતો. જોકે, આરોપી બહેન ચંચલા પૂછપરછ દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરતી જોવા મળી હતી. પોલીસ હજુ પણ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ સાથે, હત્યાના આ કેસમાં પોલીસે એક યુવકની પણ ધરપકડ કરી છે. (Brother killing By Sister)

આ છે સમગ્ર મામલો : આ પહેલા માતા-પિતાએ તેમના પુત્ર રોહિતના ગુમ થવાનો કેસ રામગઢ જિલ્લાના પતરાતુ પોલીસ સ્ટેશન અને રાંચી જિલ્લાના ચૂટિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. જો કે, પોલીસની તપાસ ધીમે ધીમે ચાલતી રહી અને 2 મહિના 15 દિવસ બાદ જ્યારે પોલીસને શંકા ગઈ કે ગુમ થયેલા રોહિતનો મોબાઈલ ફોન ચાલુ છે અને રોહિતનું ઠેકાણું ન હતું. ત્યારબાદ રોહિતનો મોબાઈલ નંબર ટ્રેસ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, ખબર પડી કે રોહિતની બહેન ચંચલા તેનો મોબાઈલ વાપરે છે અને જ્યારે ગુમ થયેલા યુવકના કેસમાં ચંચલાની કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ રોહિતની બહેન ચંચલા તૂટી પડી અને સમગ્ર મામલો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, તેણે તેના ભાઈની હત્યા કરીને તેને ઘરમાં જ દાટી દીધો હતો, ત્યારબાદ પોલીસ સક્રિય થઈ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.