કોલકાતા: મુખ્યપ્રધાન અને તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીની (TMC Mamata Banerjee) 'જેહાદ' ટિપ્પણીને પાછી ખેંચવા માટે એક વકીલે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. ફરિયાદી નાઝિયા ઈલાહી ખાન ભાજપના વકીલ મંડળના સભ્ય છે. જેને આ અંગે કોર્ટમાં (BJP Advocates Group Kolkata) કેસ કરતા રાજકીય માહોલ ગરમાય એવા એંધાણ છે. મમતાએ તાજેતરમાં તેમના આગામી તારીખ 21 જુલાઈના કાર્યક્રમ પર તેમણે ટિપ્પણી (Comment on Jihad in Kolkata) કરી હતી. જેમાં ભાજપ વિરુદ્ધ 'જેહાદ' મુદ્દે વાત કરી હતી.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે આ નેતાને સોંપી જવાબદારી
ટિપ્પણીનો વિરોધઃ આ પહેલા રાજ્યના વિપક્ષી નેતા અને ભાજપના સાંસદ સુવેન્દુ અધિકારીએ પણ તેમની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મમતાએ તારીખ 28 જૂને પશ્ચિમ બર્દવાનના આસનસોલમાં યોજાયેલી કાર્યકર્તાઓની બેઠકના મંચ પરથી કહ્યું હતું કે, કોલકાતામાં તારીખ 21 જુલાઈએ શહીદ દિવસ મનાવવામાં આવશે. એ દિવસ ભાજપ સામે જેહાદ જાહેર કરવાનો દિવસ હશે. 'જેહાદ' શબ્દનો અર્થ સશસ્ત્ર સંઘર્ષ થાય છે.
આક્રમક બની શકેઃ એમને ડર છે કે પાર્ટીના નેતાની આવી ટિપ્પણી બાદ તૃણમૂલ કાર્યકર્તાઓ ભાજપના નેતાઓ અને કાર્યકરો સામે આક્રમક બની શકે છે. તેથી, મમતાની ટિપ્પણી તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ અથવા, તેમણે સમજાવવું પડશે કે તેમણે ‘જેહાદ’ શબ્દનો ઉપયોગ કયા અર્થમાં કર્યો છે. આ કેસ સોમવારે કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ડિવિઝન બેંચમાં સુનાવણી માટે આવ્યા હતા. વાદી વતી વકીલ તન્મય બાસુએ રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ નક્કી થઈ ગયુ: 18 જુલાઈ પછી શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ થશે
કોપી મોકલવાનો આદેશઃ ન્યાયાધીશોએ તેમને આગામી સાત દિવસમાં મમતા બેનર્જીને કેસની ‘કોપી’ મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. વકીલના દાવા છતાં, કેસની એક નકલ તૃણમૂલ સુપ્રીમોને મોકલી દેવામાં આવી છે, પરંતુ તેણીએ તેનો સ્વીકાર કર્યો નથી. આ સાંભળ્યા બાદ ડિવિઝન બેન્ચે ફરી નિર્દેશ આપ્યો કે તેની નકલ મમતાને મોકલવામાં આવે. બીજી તરફ, રાજ્યના એડવોકેટ જનરલ સૌમેન્દ્રનાથ મુખર્જીએ કેસને તાત્કાલિક બરતરફ કરવાની માંગ કરી હતી. તેમના મતે, કેટલાક લોકો જાણીજોઈને 'જેહાદ' શબ્દનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.