ETV Bharat / bharat

ભડકાઉ ભાષણ આપીને ભરાયા અસદુદ્દીન ઓવૈસી, ભાજપના MLAની ફરિયાદ બાદ નોંધાયો કેસ - નગર કોતવાલીમાં ઓવૈસી સામે કેસ

યુપીના બારાબંકીમાં AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જનસભામાં કોવિડ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન અને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાા આરોપમાં પોલીસે કેસ નોંધ્યો છે.

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની વિરુદ્ધ કેસ

author img

By

Published : Sep 10, 2021, 2:22 PM IST

  • ઉત્તર પ્રદેશના બારાબંકીમાં અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ કેસ નોંધાયો
  • ભડકાઉ ભાષણ આપવાના કારણે કેસ
  • ઓવૈસીની સભામાં કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન
  • ભાજપના MLA સતીશ ચંદ્ર શર્માએ ફરિયાદ કરી

બારબંકી: જિલ્લામાં ગુરૂવારના આયોજિત એક જનસભામાં કોવિડ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન અને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાના આરોપમાં AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને કાર્યક્રમ આયોજક મંડળની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. દરિયાબાદથી ભાજપના ધારાસભ્ય સતીશ ચંદ્ર શર્માની ફરિયાદ પર નગર કોતવાલીમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ઓવૈસીની સભામાં કોવિડ-19 ગાઈડલાઈન્સના ઊડ્યા ધજાગરા

ઉલ્લેખનીય છે કે 9 સપ્ટેમ્બરના નગર કોતવાલીના મોહલ્લા કટરા ચંદનામાં AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના કાર્યક્રમમાં કોવિડ-19ની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતા ઘણી મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવી. આ સાથે જ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી પરવાનગીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ના તો કોઈપણ દ્વારા માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો અને ના સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું. આ સાથે અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ભાષણમાં સાંપ્રદાયિક સૌહાર્દ બગાડનારી વાતો કહી.

PM મોદી અને યોગી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી

ઓવૈસીએ કહ્યું કે, રામસનેહીઘાટમાં વહીવટીતંત્ર દ્વારા 100 વર્ષ જૂની મસ્જિદ તોડાવવામાં આવી તથા તેનો કાટમાળ પણ ત્યાંથી સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવ્યો. આ ભાષણ દ્વારા એક ખાસ સમુદાયને ભડકાવવાનો અને કોમી સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ કેપ્ટન યમુના પ્રસાદે જણાવ્યું કે, ઓવૈસી દ્વારા પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ અભદ્ર તેમજ પાયાવિહોણી ટિપ્પણી કરવામાં આવી. ઓવૈસી તેમજ આયોજક મંડળ દ્વારા આયોજનની શરતોનું તેમજ કોવિડના પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન અને કોમી સંવાદિતાને બગાડવાનો દરેક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સતીશ ચંદ્ર શર્માએ કરી હતી ફરિયાદ

ભાજપના ધારાસભ્ય સતીશ ચંદ્ર શર્માની ફરિયાદ પર નગર કોતવાલીમાં કેસ

દરિયાબાદના ભાજપના ધારાસભ્ય સતીશ ચંદ્ર શર્માએ આ બાબતે અધિક મુખ્ય સચિવ ગૃહ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કેપ્ટનને લેખિત ફરિયાદ કરી હતી અને FIR નોંધવાની માંગ કરી હતી, ત્યારબાદ નગર કોતવાલીમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ કેપ્ટન યમુના પ્રસાદે જણાવ્યું હતું કે, AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને નગર કોતવાલીમાં કાર્યક્રમના આયોજક મંડળ સામે કેસ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીનો સ્વીકાર્યો પડકાર

વધુ વાંચો: ઓવેસીના 2013ના નિવેદનને લઈને સી.આર પાટીલે આપી ચેતવણી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.