નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર આજ (31 જાન્યુઆરી)થી શરૂ (Budget Session 2022) થઈ રહ્યું છે. સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. બજેટ સત્રના (Budget Session 2022) પહેલા દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ (Finance Minister Nirmala Sitharaman budget) 2021-22 માટે આર્થિક સરવે રજૂ કરશે. નાણાપ્રધાન 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રિય બજેટ રજૂ કરશે.
કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી સત્રના પ્રથમ તબક્કા દરમિયાન દિવસના જુદા જુદા સમયે લોકસભા અને રાજ્યસભાની બેઠકો યોજવામાં આવશે. જેથી કરીને કોરોના સંબંધિત સામાજિક અંતરના ધોરણોનું પાલન કરી શકાય. બજેટ સત્રના (Budget Session 2022) પ્રથમ 2 દિવસમાં ઝીરો અવર અને પ્રશ્નકાળ નહીં હોય.
બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક
રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ પટેલે સંસદના સત્રની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બંને ગૃહોના અધ્યક્ષ સોમવારે રાજકીય પક્ષોના ગૃહમાં નેતાઓ સાથે બેઠક કરશે. લોકસભા સચિવાલયના બુલેટિન મુજબ, વેપાર સલાહકાર સમિતિની બેઠક 31 જાન્યુઆરી સોમવારે યોજાશે.
આ પણ વાંચો- Budget Session 2022 LIVE Update: આજથી બજેટ સત્ર શરૂ, વડાપ્રધાને કહ્યું - "ભારત માટે ઘણા અવસર ઉપલબ્ધ છે"
આભાર પ્રસ્તાવ અને પીએમના જવાબ પર ચર્ચા
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા બુધવારથી શરૂ થશે. એવી શક્યતા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીએ ચર્ચાનો જવાબ આપે. લોકસભા સચિવાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે 4 દિવસ નક્કી કરવામાં આવ્યા છે જે 2 ફેબ્રુઆરીથી શરૂ થશે.
આ પણ વાંચો- Budget Session 2022: રાહુલ ગાંધીએ પેગાસસ મામલે કહ્યું - "મોદી સરકારે દેશદ્રોહ કર્યો"
બજેટ સત્ર 2 તબક્કામાં
સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ વિવિધ વિભાગોની બજેટ ફાળવણી પર વિચારણા કરવા માટે રજા રહેશે. બજેટ સત્રનો (Budget Session 2022) બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિનું સંબોધન 31 જાન્યુઆરીએ થશે. 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે લોકસભાની બેઠક મળશે અને તે દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે.
લોકસભાની કાર્યવાહીનો સમય
2 ફેબ્રુઆરીથી લોકસભાની કાર્યવાહી સાંજે 4થી 9 વાગ્યા સુધી ચાલશે. લોકસભા સચિવાલયના તાજેતરના બુલેટિન મુજબ, કોરોનાને ધ્યાનમાં રાખીને નીચલા ગૃહની બેઠક દરમિયાન બંને ગૃહોની ચેમ્બર અને ગેલેરીઓનો ઉપયોગ બેઠક સભ્યો માટે કરવામાં આવશે.
સંસદમાં સરકેરને ઘેરવાની તૈયારી
બજેટ સત્રની (Budget Session 2022) બેઠક એવા સમયે યોજાઈ રહી છે. જ્યારે 5 રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. બજેટ સત્રમાં (Budget Session 2022) મુખ્ય વિપક્ષ કોંગ્રેસે કોરોના પ્રભાવિત પરિવારો માટે રાહત પેકેજ, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને લગતા મુદ્દાઓ, સરહદ પર ચીન સાથેની અણબનાવ અને અન્ય કેટલાક મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે, સરહદ પર ચીનની વધતી આક્રમકતા અને તેના પર ચાલી રહેલી ગતિરોધ, મોંઘવારી, બેરોજગારી, અર્થવ્યવસ્થાની સ્થિતિ, એર ઈન્ડિયા અને અન્ય સરકારી માલિકીની કંપનીઓ અને ખેડૂતોને લગતા મુદ્દાઓ પર સરકારને જવાબ આપવા માટે કહેવામાં આવશે.
રાજ્યસભા પાસે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે ઓછો સમય હશે
મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા રાજ્યસભા પાસે 80 કલાકથી ઓછો સમય હશે. રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બજેટ સત્ર (Budget Session 2022) દરમિયાન તેમની સાથે 79.5 કલાક ઉપલબ્ધ રહેશે, જેમાં જનહિતના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ સોમવારે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠક વર્ચ્યૂઅલ રીતે સાંજે પાંચ વાગ્યે યોજાશે.
બજેટ સત્રના (Budget Session 2022) પહેલા દિવસે રાષ્ટ્રપતિનું સંબોધન અને આર્થિક સરવે રજૂ કરવામાં આવશે. નાણાપ્રધાન (Finance Minister Nirmala Sitharaman budget) બીજા દિવસે બજેટ રજૂ કરશે. તેની નકલ તે જ દિવસે રાજ્યસભામાં મૂકવામાં આવશે. બજેટ સત્રના (Budget Session 2022) પ્રથમ સત્રમાં (31મી જાન્યુઆરી-11મી ફેબ્રુઆરી સુધી) કુલ 10 બેઠકો થશે. બીજા સત્રમાં (14 માર્ચથી 8 એપ્રિલ સુધી) 19 બેઠકો થશે.
2 ફેબ્રુઆરીથી 8 એપ્રિલની વચ્ચે રાજ્યસભાની 27 બેઠકો થશે. આમાં, તેના ભાગમાં દરરોજ ફક્ત 5 કલાક ઉપલબ્ધ રહેશે. તેમાંથી 40 કલાકના સત્રનો પ્રથમ ભાગ કુલ સુનિશ્ચિત બેઠક સમયના લગભગ 30 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જ્યારે બીજો ભાગ 95 કલાકના લગભગ 70 ટકા જેટલો છે.
ઝીરો અવર અડધો કલાક કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભામાં 27 બેઠકો દરમિયાન પેપરો અને અહેવાલો મૂકવા ઉપરાંત જાહેર મહત્વના મુદ્દાઓ ઉઠાવવા માટે ઝીરો અવર દરરોજ 30 મિનિટનો રહેશે. કુલ 13 કલાક 30 મિનિટનો રહેશે. જ્યારે પ્રશ્નકાળને 27 કલાક ફાળવવામાં આવ્યા છે. સત્ર દરમિયાન 6 દિવસમાં બિનસત્તાવાર સભ્યોના કામકાજ માટે કુલ 15 કલાક ફાળવવામાં આવે છે. સત્રના બીજા ભાગના પ્રથમ સપ્તાહ દરમિયાન, શુક્રવારે રજા હોવાથી ખાનગી સભ્યોના બિલ ગુરુવારે લેવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ધ્યાનની સૂચનાઓ હેઠળ તાત્કાલિક જાહેર ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા ઉપરાંત સરકારી બિલોને વિચારણા અને પસાર કરવા માત્ર 79 કલાક અને 30 મિનિટ બાકી છે. બંને ગૃહોના સભ્યોને રાષ્ટ્રપતિના અભિભાષણ માટે આભાર પ્રસ્તાવ પરની ચર્ચા અને નાણાકીય વર્ષ 2022-23 માટેના કેન્દ્રિય બજેટ પરની ચર્ચા એ ગૃહના કામકાજના મુખ્ય કાર્ય છે.
વર્ષ 2021ના બજેટ સત્ર (Budget Session 2022) દરમિયાન રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર 15 કલાક 37 મિનિટ અને રાજ્યસભામાં નાણાકીય વર્ષ 2021-22 માટેના કેન્દ્રિય બજેટ પર 10 કલાક 43 મિનિટ લાંબી ચર્ચા થઈ હતી. જ્યારે જાન્યુઆરી 2020માં કોરોના વૈશ્વિક મહામારી આવ્યા પછી સોમવારથી શરૂ થનારું બજેટ સત્ર (Budget Session 2022) છઠ્ઠું છે. 2020ના બજેટ સત્ર (રાજ્યસભાનું 251મું સત્ર)ની આઠ બેઠકો ઘટાડવામાં આવી હતી.