અમદાવાદ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સતત પાંચમું બજેટ રજૂ કરી રહ્યાં છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે જ્યારે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ ધીમી પડી ગઈ છે, નાણા પ્રધાન દ્વારા દેશના હેલ્થ વિભાગને મજબૂત કરવાને લઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે.
ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે: બજેટમાંમાં હેલ્થને લઈ ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આરોગ્યને લઈ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રવેશ માટે પણ વધારો કરવામાં આવશે. ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગામ થશે. 157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. વર્ષ 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે.
મેન્યુઅલ સ્કેવેન્જિંગને લઈને મોટી જાહેરાત: તમામ શહેરોમાં સેપ્ટિક ટેન્ક અને સીવરોની 100 ટકા સફાઈ મશીનોથી થશે તેવી અજહેરાત બજેટમાં કરવામાં આવી છે. મૈનહોલથી મશીન હોલ મોડમાં ટ્રાંસફર થશે તમામ નગરપાલિકા. દેશના તમામ શહેરો અને તાલુકામાં સેપ્ટિક ટેન્ક અને સીવરોની 100 ટકા સફાઈ મશીનોથી થશે.
update...