નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર 2022નો (Parliament Budget Session) આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ લોકસભામાં (Budget Sitharaman Lok Sabha)રજૂ કર્યું. નાણા મંત્રાલયે બજેટમાં પોસ્ટ ઓફિસ (Budget 2022 Post Office) સંબંધિત જાહેરાત કરી છે.
પૈસા ટ્રાન્સફર
નાણાપ્રધાનએ કહ્યું કે, હવે પોસ્ટ ઓફિસના ખાતામાંથી અન્ય બેંક ખાતાઓમાં (Online Fund Transfer Between Post Office and Bank) પૈસા ટ્રાન્સફર કરવાનું શક્ય બનશે. આનાથી નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળશે અને ખેડૂતો માટે મોટું પ્રોત્સાહન બનશે. તેમણે અનુસૂચિત વ્યાપારી બેંકો દ્વારા 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ કેન્દ્રો સ્થાપવાની (Budget Banking Sector) પણ જાહેરાત કરી હતી.
નાણાકીય વર્ષ 2021-22માં 9.2 ટકા વૃદ્ધિ દર
આ પહેલા સોમવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આર્થિક સર્વે 2021-22 લોકસભાના ટેબલ પર મૂક્યો હતો. આર્થિક સર્વેક્ષણે નાણાકીય વર્ષ 2021-22માં વાસ્તવિક ગાળામાં 9.2 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી 8.0-8.5 ટકાના દરે વધવાનો અંદાજ છે. એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન વાર્ષિક ધોરણે મૂડી ખર્ચમાં 13.5 ટકાનો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2021 સુધીમાં, વિદેશી મુદ્રા ભંડાર 633.6 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ Union Budget MSME Sector: બજેટમાં લઘુ ઉદ્યોગ જગતને શું મળ્યું, જુઓ
2021ના સામાન્ય બજેટમાં રેલ્વે
અગાઉ, ફેબ્રુઆરી 2021ના સામાન્ય બજેટમાં, નાણાપ્રધાનએ કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021-22માં રેલવેને રેકોર્ડ 1,10,055 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમાંથી 1,07,100 કરોડ મૂડી ખર્ચ માટે છે. નાણાપ્રધાનએ કહ્યું કે, રેલવે માલસામાન ટ્રેનો માટે અલગથી બનાવેલા સ્પેશિયલ કોરિડોર બજારમાં મૂકશે. આ સિવાય નાણાપ્રધાનએ શહેરી વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે 18,000 કરોડ રૂપિયાની યોજનાની પણ જાહેરાત કરી હતી.
બ્રોડગેજ રેલ ટ્રેકનું વિદ્યુતીકરણ
શહેરી વિસ્તારોમાં જાહેર પરિવહનના મજબૂતીકરણનો ઉલ્લેખ કરતા, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2023 સુધીમાં, બ્રોડગેજ રેલ ટ્રેકનું શત ટકા વિદ્યુતીકરણ થશે. રેલ્વે પ્રધાન કહ્યું હતું કે, રેલ્વે માટે રેકોર્ડ 1,10,055 કરોડ રૂપિયા આપવામાં આવશે, જેમાંથી 2021-22માં મૂડી ખર્ચ માટે 1,07,100 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.