નવી દિલ્હી/અમૃતસર: આજે રવિવારે પંજાબના અમૃતસરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના એક કર્મચારીએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ BSF જવાનો શહિદ થયા હતા. અધિકારીઓએ આ બાબતની માહિતી આપી હતી. આ ઘટના ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગથી લગભગ 20 કિમી દૂર ખાસા વિસ્તારમાં ફોર્સના ભોજનાલયમાં બની હતી. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘટનાના તથ્યો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
કેમ્પમાં થયો ગોળીબાર
અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુ પામેલા જવાનોમાં ગોળીબાર કરનાર જવાનનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં શહીદ થયેલા જવાનોમાં હેડ કોન્સ્ટેબલ ડીએસ તોરસકર, હેડ કોન્સ્ટેબલ બલજિંદર કુમાર, કોન્સ્ટેબલ રતન ચંદ પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન એક જવાન પણ ઘાયલ થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે સીમા સુરક્ષા દળના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
અપડેટ ચાલું છે...