- ખાજૂવાલા પાસે આંતરરાષ્ટ્રીય ભારત-પાકિસ્તાનની બોર્ડર પરથી શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
- શંકાસ્પદ વ્યક્તિ સીમા ઓળંગી પાકિસ્તાન જવાની ફિરાકમાં હતો, BSFએ કરી ધરપકડ
- BSFના જવાનોએ બાઈક પર જતા શંકાસ્પદ વ્યક્તિને રોક્યો હતો, પરંતુ તે ભાગવા લાગ્યો હતો
બીકાનેરઃ જિલ્લાના ખાજૂવાલા પાસે ભારત-પાકિસ્તાનની સીમાને અડી આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ભારત-પાકિસ્તાનની સીમા નજીક એક શંકાસ્પદ વ્યક્તિ ફરી રહ્યો હતો. જોકે, BSFના જવાનોએ બાઈક પર જતા યુવકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો. ત્યારે BSFના જવાનોએ આ શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડ્યો હતો. આ આરોપીને ખાજૂવાલા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- JK : ઇસ્લામિક ધર્મગુરુ સરજન બરકતીની ફરી ધરપકડ
સીમા ચોકી પર તહેનાત BSFના જવાને શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો
મંગળવારે સાંજે BSFના કાર્મિકે 19 બીડી તરફથી એક બાઈક પર એક વ્યક્તિને ભારતીય સીમા ચોકી તરફ આવતા જોયો હતો. સીમા ચોકીમાં તહેનાત કાર્મિકે બાઈક પર સવાર વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ત્યાંથી ભાગતો હતો. એટલે BSFના ઉપ નિરીક્ષક રામેશ્વર અને આરક્ષક વિજય કુમારે તે વ્યક્તિની ધરપકડ કરી હતી. ઝડપાયેલા વ્યક્તિનું નામ મોહમ્મદ અહમદ પૂત્ર મરહૂમ નાઝિર (ઉં.35, છત્તીસગઢ) હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો- BSFએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, પાકિસ્તાની નાગરિકની ધરપકડ
પોલીસે ઝડપાયેલા વ્યક્તિનો તમામ સામાન કબજે કર્યો
પોલીસે ઝડપાયેલા વ્યક્તિ પાસેથી એક બાઈક, 9,540 રૂપિયા, 2 ATM કાર્ડ, આધાર, પાન કાર્ડ, ઈલેક્શન કાર્ડ, 2 બેન્કની પાસબુક, પાસપોર્ટ સહિતનો સામાન કબજે કર્યો હતો.