ETV Bharat / bharat

Bihar News : બિહારમાં આ કારણોસર ભાઈએ કર્યા જીવતી બહેનના અંતિમ સંસ્કાર - Rupauli Police Station

બિહારના પૂર્ણિયામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ભાઈએ તેની જીવતી બહેનનો અગ્નિસંસ્કાર કર્યો છે. આ કાર્યમાં સમગ્ર સમાજ અને ગામના લોકોએ પણ તેમને સાથ આપ્યો. હવે તમે વિચારતા હશો કે ભાઈ આવું કેમ કર્યું? જુઓ આ અહેવાલ...

Bihar News : ભાઈએ કર્યા જીવતી બહેનના અંતિમ સંસ્કાર

author img

By

Published : Jun 20, 2023, 4:26 PM IST

પૂર્ણિયા : રુપૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના ટીકાપટ્ટી ગામના એક ઘરમાં દીકરીના લગ્નને લઈને ભારે ઉત્સાહનો માહોલ હતો. યુવતીની પીઠી અને તિલકની વિધિ પણ પૂરી થઈ ગઈ હતી. હવે માત્ર જાન આવવાની બાકી હતી. પરંતુ અચાનક ઘરનું વાતાવરણ ગમગીન થઇ ગયું. દુલ્હન બની ઘરેથી નીકળવા જઈ રહેલી યુવતી લગ્નના એક દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી. ભાઈઓ, બહેનો, સંબંધીઓ અને પડોશીઓ શોકાતુર થઈ ગયા. ઘરના લોકોને ખ્યાલ ન હતો કે લગ્નના એક દિવસ પહેલા તેમની પુત્રી પીઠી લગાવી પ્રેમી સાથે ભાગી જશે.

ભાઈએ કરી લગ્નની તૈયારી : બહેન આ રીતે ઘર છોડીને ભાગી જતા એકમાત્ર ભાઈએ પોતાના હાથે જીવતી બહેનના અંતિમ સંસ્કાર કર્યા હતા. બહેનના આવા કૃત્યથી ભાઈએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા.

યુવતીના ભાઈની વ્યથા : પ્રેમી સાથે ભાગી ગયેલ યુવતીના ભાઈ બિહારી ગુપ્તાએ જણાવ્યુ કે, જ્યારે તે માત્ર 8 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ પરિવારની સંપૂર્ણ જવાબદારી તેના પર આવી ગઈ હતી. નાની ઉંમરમાં તે કમાવા લાગ્યો હતો. આ જ કમાણીથી પરિવાર ચાલતો હતો. તેણે તેની બહેનને સારું શિક્ષણ અપાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. જ્યારે બહેન લગ્ન માટે લાયક થઈ ત્યારે તેણે તેની સંમતિથી ભાગલપુર જિલ્લામાં તેના લગ્ન કરાવ્યા હતા.

નાની ઉંમરે હું કમાવા ગયો. જેથી પોતાના પરિવારનું યોગ્ય ધ્યાન રાખી શકાય અને બહેનના લગ્ન ધામધૂમથી સારા ઘરમાં કરાવી શકાય. પરંતુ મારી બહેને મારા બધા સપના ચકનાચૂર કરી દીધા. તે લગ્નના એક દિવસ પહેલા કંઈ પણ કહ્યા વગર ભાગી ગઈ હતી.-- બિહારી ગુપ્તા (છોકરીનો ભાઈ)

પ્રેમી સાથે ભાગી યુવતી : 12 જૂનના રોજ યુવતી ના લગ્ન થવાના હતા. પરિવારના સભ્યોએ લગ્નની તમામ તૈયારીઓ કરી લીધી હતી. યુવતીએ પોતાના લગ્નની ખરીદી પણ જાતે જ કરી હતી. ભાઈ બિહારી ગુપ્તા જણાવે છે કે, લગ્ન પહેલા તેણે તેની બહેનની પસંદ જાણવાની કોશિશ કરી હતી. જો તેને કોઈ છોકરો પસંદ છે તો તેને ખુલ્લેઆમ કહેવું જોઈતું હતું. તે તેના લગ્ન તેની સાથે કરાવી આપતા. પરંતુ યુવતીએ એવું કશું કહ્યું ન હતું. બાદમાં પરિવારના સભ્યોએ ભાગલપુર જિલ્લામાં તેના લગ્ન નક્કી કર્યા હતા. અચાનક 11મી તારીખે સ્વીટી ગામના એક યુવક સાથે ભાગી ગઈ હતી.

પ્રેમ પ્રકરણમાં આવું પગલું ભરીને યુવતીએ સમાજ સામે તેના પરિવારના સભ્યોનું માથું ઝુકાવી દીધું છે. સમાજમાં અન્ય કોઈએ આવું કૃત્ય ન કરે તેથી અમે તેના જીવતા અંતિમ સંસ્કાર કર્યા છે.-- અરવિંદ કુમાર (સ્થાનિક)

ભાઈએ આપ્યો અગ્નિદાહ : બહેનની આ રીતે ઘર છોડીને જતા ભાઈ અને ગ્રામજનો રોષે ભરાયા હતા. આ ઘટના બાદ પરિવારજનોએ યુવતીનું પૂતળું બનાવ્યું હતું. પરિવારના 4 સભ્યોએ પણ યુવતી ની અર્થિને ખભો આપી અને તેને સ્મશાન સુધી લઈ ગયા. ભાઈ બિહારી ગુપ્તાએ બહેનને અગ્નિદાહ આપ્યો હતો. આ રીતે, સંપૂર્ણ હિન્દુ રીતરિવાજ સાથે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

  1. Banaskantha News: પ્રેમલગ્ન કરીને જતી દીકરીને મનાવવા મા-બાપ પગે પડ્યા, દીકરીએ પ્રેમી સાથે ચાલતી પકડી
  2. ગુસ્સામાં ઘર છોડીને જતી દીકરીને પિતાએ ફાંસી આપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.