મુંબઈઃ એક નાઈજીરિયન યુવકને કોઈ પણ ગુના વગર દોઢ વર્ષ સુધી જેલમાં રાખવામાં (Bombay High Court directs state government) આવ્યો હતો. ATSની માહિતી અનુસાર, 2020માં એક નાઈજિરિયન યુવક શંકાસ્પદ ગોળીઓ અને કેટલાક નશીલા પાવડર (Nigerian youth) સાથે ઝડપાયો હતો. આ આરોપી વિરુદ્ધ બોમ્બે સેશન્સ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. જોકે, ઝડપાયેલી દવાઓના સેમ્પલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા બાદ નાઈજીરીયન યુવકો પાસે જે ગોળીઓ અને દવા જેવો પાવડર મળી આવ્યો હતો તે ડ્રગ્સ ન હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: રામ રહીમ માટે આવે છે હજારોની સંખ્યામાં રાખડીઓ,પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ છે પરેશાન
આરોપીને મુક્ત કરવાનો નિર્દેશ: જેના કારણે બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court directs) શંકાસ્પદ આરોપીને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો અને રાજ્ય સરકારને આરોપીને વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો કારણ કે, તે કોઈ ગુનો કર્યા વગર દોઢ વર્ષથી જેલમાં હતો. મુંબઈમાં એક નાઈજીરિયન યુવક શંકાસ્પદ ગોળીઓ અને પાવડર સાથે ઝડપાયો હતો. જે બાદ તેની સામે ડ્રગ્સ વેચવાના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: TTDએ ભક્તોને રજાઓના કારણે તિરુપતિ યાત્રા મોકૂફ રાખવાની કરી અપીલ
બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો: પરંતુ એટીએસ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં ભૂલના કારણે યુવકને દોઢ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. હવે બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, યુવકને મુક્ત કરવામાં આવે અને વળતર આપવામાં આવે. એટીએસના આક્ષેપ મુજબ યુવક પાસેથી કોકેઈન સહિતનો નશો મળી આવ્યો હતો. કેમિકલ ફોરેન્સિક લેબના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરવામાં આવેલી સામગ્રી કોકેઈન નથી. નાઈજિરિયન યુવક પાસેથી જપ્ત કરાયેલી ગોળીઓ NDPS એક્ટ હેઠળ આવતી નથી. ન્યાયાધીશને જાણવા મળ્યું કે, ATS દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ટાઇપોગ્રાફિકલ (typographical error) ભૂલ હતી.