ઇમ્ફાલ: ઇમ્ફાલ પૂર્વમાં તેલીપાટી ખાતે શુક્રવારે સાંજે દુર્ગા મંદિર પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં (BOMB BLAST IN IMPHAL) ગંભીર રીતે એક નાગરિક ઈજાગ્રસ્ત થયો હતો. વ્યક્તિ, 30 વર્ષીય સુબર પ્રસાદ તરીકે ઓળખ થઈ છે, તેને તબીબી સારવાર માટે જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (JNIMS), ઇમ્ફાલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં આગ: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, ત્રણ લોકોના થયા મૃત્યું
સુબર પ્રસાદની હાલત હવે ખતરાન બહાર છે. બોમ્બ વિસ્ફોટના સમાચાર મળતાની સાથે જ IGP થેમથિંગ મશાંગવાના નેતૃત્વમાં મણિપુર પોલીસની એક ટીમ ઈમ્ફાલ ઈસ્ટના પોલીસ અધિક્ષક સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્ફોટની તપાસ કરી હતી. બ્લાસ્ટ બાદ આસપાસમાં રહેતા લોકો બહાર આવી ગયા હતા અને બ્લાસ્ટનો વિરોધ કર્યો હતો. હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.
આ પણ વાંચો: અમરનાથ યાત્રા દરમિયાન સ્ટિકી બોમ્બના ખતરાનો સામનો કરવા CRPF તૈયાર, આપવામાં આવી રહી છે વિશેષ તાલીમ