ETV Bharat / bharat

કાળા જાદુએ 11 વર્ષની બાળકીનો જીવ લીધો: પિતા અને ઈમામની ધરપકડ - કાળા જાદુ દ્વારા સારવાર

પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે બાળકીના પિતા સાથરે ઈમામ ઉવૈસને તેની બાળકીની ધાર્મિક માધ્યમથી અને કાળા જાદુ દ્વારા સારવાર કરવા કહ્યું અને બાળકીને હોસ્પિટલ લઈ જવાની ના પાડી હતી, ત્યાર બાદ પોલીસે સથાર-ઉવૈસ વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધીને ધરપકડ (father and imam arrested for death) કરી હતી. ધરપકડ કરાયેલા ઈમામ ઉવૈસ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

કાળા જાદુએ 11 વર્ષની બાળકીનો જીવ લીધો: પિતા અને ઈમામની ધરપકડ

author img

By

Published : Nov 3, 2021, 3:44 PM IST

  • કન્નુરમાં કાળા જાદુએ બાળકીનો જીવ લીધો
  • ધાર્મિક વિધી કરનાર પિતા અને ઈમામની ધરપકડ
  • જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ નોંધાયો

કન્નુર: પોલીસે બુધવારે 11 વર્ષની બાળકીના પિતા અને એક ઈમામની સમયસર સારવાર ન આપી બાળકીના મોત માટે ધરપકડ કરી હતી. એમ.એ ફાથીમા (11) તાજેતરમાં જ તાવને કારણે મૃત્યુ પામી હતી અને સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે બાળકીને હોસ્પિટલ ન લઈ જઇ પણ ઈમામ દ્વારા ધાર્મિક રીતે અને કાળા જાદુ દ્વારા સારવાર કરવામાં આવી હતી, માટે જ આ ઘટના બનવા પામી હતી.

જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ નોંધાયો

પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે બાળકીના પિતા સાથરે ઈમામ ઉવૈસને તેની બાળકીની ધાર્મિક માધ્યમથી સારવાર કરવા કહ્યું અને બાળકીને હોસ્પિટલ લઈ જવાની ના પાડી હતી, ત્યાર બાદ પોલીસે સથાર-ઉવૈસ વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધીને ધરપકડ (father and imam arrested for death) કરી હતી. ધરપકડ કરાયેલા ઈમામ ઉવૈસ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Pune News: શારીરિક સુખની માંગણી કરતા નરાધમ શિક્ષકને માર માર્યા બાદ ચહેરાને કાળો કરાયો

મૃત્યુનું કારણ શ્વાસમાં ચેપ

પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુનું કારણ શ્વાસમાં ચેપ હતું. સમયસર સારવારથી બાળકી બચી શકી હોત, પરંતુ માતા-પિતાએ ધાર્મિક વિધી અને કાળા જાદુ દ્વારા બાળકીને સાજા કરવાનો આશરો લીધો હતો.

આ પણ વાંચો: સિનેમેટોગ્રાફરે લોકડાઉન દરમિયાન 'જંગલ બુક' નું લઘુ ચિત્ર તૈયાર કર્યું

અગાઉ પણ યોગ્ય સારવાર ન મળતાં લગભગ 4 લોકોનાં મોત થયાં

સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું હતું કે, અગાઉ પણ યોગ્ય સારવાર ન મળતાં લગભગ 4 લોકોનાં મોત થયાં હતાં. પોલીસ હવે આ આરોપોની તપાસ કરી રહી છે અને વધુ લોકોની પૂછપરછ કરવાનું વિચારી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.