નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ચૂંટણી આંકડાઓના સંદર્ભે કહ્યું કે, શાસન માટે જનતાની પહેલી પસંદ ભારતીય જનતા પાર્ટી બની ગઈ છે, કારણ કે સત્તામાં રહીને ચૂંટણી જીતવામાં ભાજપે કૉંગ્રેસને ક્યાંય પાછળ પાડી દીધું છે. ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધન કરતી વખતે વડા પ્રધાને તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલ વિજયનો શ્રેય ભાજપ ટીમે દાખવેલા ટીમ સ્પિરિટને આપ્યો છે. તેમણે ત્રણ રાજ્યોમાં મળેલ જીતના અભિનંદન પાઠવવાની સાથે જણાવ્યું કે તેલંગાણા અને મિઝોરમમાં પણ પાર્ટી મજબૂત બની છે.
સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ વડા પ્રધાન મોદીના નિવેદનને અનુમોદન આપતા કહ્યું કે, આ રાજ્યોમાં કૉગ્રેસ સત્તામાં હતી ત્યારે કુલ 40 વાર વિધાનસભા ચૂંટણી લડી છે પરંતુ માત્ર 7 વાર જ જીતી છે. જ્યારે ભાજપ 39માંથી 22 વાર ચૂંટણી જીતી છે. આ સફળતાનો દર 56 ટકા જેટલો છે.
તેમણે કહ્યું કે, પ્રાદેશિક પક્ષોથી કૉંગ્રેસે બહેતર પ્રદર્શન કર્યુ છે, પરંતુ ભાજપથી બહેતર પ્રદર્શન ન કરી શકે કારણ કે તેઓ સત્તામાં હતા ત્યારે 36માંથી 18 વાર જીતીને સફળતાનો 50 ટકા દર હાંસલ કર્યો છે. જે દર્શાવે છે કે ભાજપ સરકાર ચલાવવા માટે સૌથી વધુ પસંદગીકૃત પાર્ટી છે. આ અગાઉ સંસદીય દળની બેઠકમાં તાજેતરમાં સપન્ન થયેલા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના શાનદાર પ્રદર્શન માટે વડા પ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપાએ મધ્ય પ્રદેશમાં પોતાની સત્તા યથાવત રાખી જ્યારે કૉંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢ ગુમાવ્યા છે. તેલંગાણામાં પણ ભાજપનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પરિણામ રહ્યું છે. સંસદ ભવનના પરિસરમાં યોજાયેલ આ બેઠકમાં જેવા વડા પ્રધાન દાખલ થયા કે ભાજપ સાંસદોએ તેમણે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. સ્વાગત છે ભાઈ સ્વાગત છે, મોદીજીનું સ્વાગત છે તેવો સુત્રોચ્ચાર કર્યો.
ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ તાળીયોના અવાજ વચ્ચે વડા પ્રધાન મોદીનું હાર તોરાથી સ્વાગત કર્યુ. બેઠકમાં ગૃહ પ્રદાન અમિત શાહ, રાજ્યસભામાં સદનના નેતા પીયૂષ ગોયલ સહિત અનેક કેન્દ્રીય પ્રધાન તેમજ પાર્ટીના સાંસદો ઉપસ્થિત હતા. ભાજપ સંસદીય દળની બેઠકમાં પાર્ટીના દરેક લોકસભા સભ્ય અને રાજ્યસભા સભ્યો હાજર રહે છે. સામાન્ય રીતે આ બેઠક સત્ર દરમિયાન દરેક મંગળવારે યોજાય છે, જો કે આ મંગળવારે આ બેઠક નહતી યોજાઈ શકી. બેઠકમાં મોદી સહિત ભાજપના અન્ય દિગ્ગજ નેતા સંસદીય એજન્ડા અને પાર્ટીના સંગઠનાત્મક એવમ રાજકીય અભિયાનો સાથે સંકળાયેલ મુદ્દા પર ચર્ચા કરે છે.