અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જનજન સુધી પહોંચાડવામાં અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો સિંહ ફાળો રહ્યો છે. ત્યારબાદ ગુજરાતના નરેન્દ્ર મોદી રાજકીય ફલક પર ઉભરીને આવ્યા, ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા પછી ભાજપનો એજન્ડા વિકાસ બની ગયો અને ગુજરાત મોડલ દેશ અને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયું હતું.
2014માં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવી: ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સમયે વાયબ્રન્ટ ગુજરાત (vibrant gujarat global summit), પતંગોત્સવ (patang utsav in gujarat), નવરાત્રી, નર્મદા ડેમ, રિવરફ્રન્ટ (sabarmati riverfront ahmedabad), સરદાર પટેલનું 182 મીટર ઊંચું સ્ટેચ્યૂ (statue of unity gujarat), વિદેશી રોકાણ વગેરે બાબતોમાં ગુજરાત નંબર વન બન્યું. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પછી દેશના નેતા બન્યા અને ભારતીય જનતા પક્ષ નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં ચૂંટણી લડ્યો અને 2014માં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યો. 2019માં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections 2019) થઈ તેમાં પણ 2014 કરતાં વધુ બેઠકો મળી હતી અને સત્તામાં ભારતીય જનતા પક્ષ રહ્યો છે.
1951માં ભારતીય જનસંઘની સ્થાપના: ઈતિહાસ પર નજર કરીએ તો 1951 માં શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના (Establishment of Bharatiya Jana Sangh) કરી હતી. 1977માં ભારતીય જનસંઘનું ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ થયું હતું. તે વખતે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપીને મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી હતી.
1980 માં ભારતીય જનતા પાર્ટીની રચના: 1980માં જનતા પાર્ટીમાં સામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપની રચના કરી હતી. ત્યાર પછી 1984માં લોકસભાની ચૂંટણી (1984 Lok Sabha elections)માં પ્રથમ વખત ભાજપને 2 બેઠક મળી હતી. 1989માં નવમી લોકસભાની ચૂંટણીમાં કુલ 88 બેઠક પર જીત મેળવીને ભાજપ પક્ષ તરીકે રાષ્ટ્રીય ફલક પર ઉભરીને આવ્યો હતો. તે વખતે નેશનલ ફ્રન્ટને બહારથી ટેકો આપ્યો હતો.
1996 માં પહેલી ભાજપની સરકાર: 1990માં રામજન્મભૂમિ આંદોલન થયું ત્યારે લાલકૃષ્ણ અડવાણીને જેલ થઈ અને ભાજપે સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. 1996માં અગીયારમી લોકસભાની ચૂંટણીમાં કુલ 545 બેઠકોમાંથી ભાજપને 141 બેઠક મળી અને તે વખતે ટેકો લઈને વાજપેયી વડાપ્રધાન બન્યા હતા. 271 સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપી દીધું હતું અને પછી વિપક્ષમાં બેઠા હતા.
વાજપેયી વડાપ્રધાન બન્યા: 1998માં બારમી લોકસભાની ચૂંટણીમાં કુલ 545 બેઠકોમાંથી ભાજપને 182 બેઠકો મળી હતી. ટેકા સાથે એનડીએ સરકાર સત્તામાં આવી અને વાજપેયી ફરીથી વડાપ્રધાન બન્યા હતા. આમ ભાજપના ઉદયમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી પાયાના પત્થર બન્યા હતા. 2004માં વાજપેયીની આગેવાની અને 2009માં લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી ન મળી.
આ પણ વાંચો BJP Foundation Day 2023 : ભાજપ સ્થાપના દિવસ ઉજવણીમાં પીએમ સંબોધન સહિત કેવા કાર્યક્રમો નક્કી થયાં જૂઓ
હાલ 16 રાજ્યોમાં ભાજપ સત્તામાં અથવા સત્તામાં ભાગીદાર: હાલ ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર સહિત 18 રાજ્યોમાં ભાજપ અને તેના ગઠબંધનની સરકાર છે. દેશની 50 ટકા વસ્તી આ રાજ્યોમાં વસે છે. એટલે, દેશની અડધી વસ્તી ધરાવતાં રાજ્યોમાં ભાજપની સરકાર છે. નરેન્દ્ર મોદી 2014માં ભારતના વડાપ્રધાન બન્યા પછી દેશના 7 રાજ્યોમાં ભાજપ અને સાથી પક્ષની સરકાર હતી. તેમાંથી 5 રાજ્યોમાં ભાજપના મુખ્યપ્રધાન હતા. દેશના 14 રાજ્યોમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની સરકાર હતી.
આ પણ વાંચો Jammu Kashmir News : કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં 1 હજારથી વધુ કંપનીઓએ રોકાણ કર્યું