ETV Bharat / bharat

આસામ પોલીસ પર હુમલા પાછળ હોઈ શકે છે આ ઇસ્લામિક સંગઠનનો હાથ, ભાજપનો દાવો - ઇસ્લામિક સંગઠન

ભાજપે આરોપ લગાવ્યો છે કે દરાંગ જિલ્લામાં અતિક્રમણ હટાવવા સંબંધિત અભિયાન દરમિયાન આસામ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા માટે પ્રદર્શનકારીઓને ઉશ્કેરવા પાછળ ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (PFI) સહિત ત્રીજા પક્ષની રાજકીય અને બિનરાજકીય શક્તિઓનો હાથ હોઈ શકે છે.

આસામ પોલીસ પર હુમલા પાછળ હોઈ શકે છે આ ઇસ્લામિક સંગઠનનો હાથ

author img

By

Published : Sep 24, 2021, 6:58 PM IST

  • આસામ પોલીસ પર હુમલો કરવા પાછળ PFIનો હાથ
  • ભાજપના સાંસદ દિલીપ સૈકિયાએ કર્યો દાવો
  • પોલીસ પર હુમલો કરવાનું ષડયંત્ર પૂર્વનિયોજિત - કલિતા

ગુવાહાટી: ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારના આરોપ લગાવ્યો કે દરાંગ જિલ્લામાં અતિક્રમણ હટાવવા સંબંધિત અભિયાન દરમિયાન આસામ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા માટે પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાની પાછળ ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (PFI) સહિત ત્રીજા પક્ષની રાજકીય અને બિનરાજકીય તાકાતોનો હાથ હોઈ શકે છે.

અતિક્રમણ હટાવવા દરમિયાન પોલીસ પર થયો હતો હુમલો

ઉલ્લેખનીય છે કે ગુરૂવારના જિલ્લામાં ગોરખુટી અને સિપાઝર મહેસૂલ વિભાગ હેઠળના અન્ય ગામોમાં અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન પોલીસ અને કથિત અતિક્રમણ કરનારાઓ વચ્ચેની અથડામણમાં 2 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા હતા.

PFIને પ્રતિબંધિત સંગઠન જાહેર કરવાની પ્રક્રિયામાં છે કેન્દ્ર

ભાજપના સ્થાનિક સાંસદ દિલીપ સૈકિયાએ પત્રકારોને જણાવ્યું કે, "ગોરુખુટીમાં અમે PFIના કામ કરવાની રીતથી બંધ બેસતી રીત જોઇ છે. સંગઠનનો ઉદ્દેશ ફક્ત અશાંતિ ફેલાવવાનો છે." ઇસ્લામિક સંગઠન PFIને અનેક રાજ્યોમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે અને કેન્દ્ર આને પ્રતિબંધિત સંગઠન જાહેર કરવાની પ્રક્રિયામાં લાગ્યું છે.

પોલીસ પર હુમલો કરવા માટે પહેલાથી રચવામાં આવ્યું હતું ષડયંત્ર: કલિતા

સૈકિયાએ કહ્યું કે, ઘટનાની પાછળ અન્ય રાજકીય અને બિનરાજકીય સંગઠન પણ હોઈ શકે છે અને તથ્ય તપાસ દરમિયાન ધીરેધીરે સામે આવશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ ભબેશ કલિતાએ દાવો કર્યો છે કે, બહારથી લોકોને એકઠા કરવા અને પોલીસ પર હુમલો કરવાનું આ પહેલાથી રચવામાં આવેલું ષડયંત્ર છે.

આ પણ વાંચો: આસામ: પોલીસની સામે મૃતદેહ સાથે બર્બરતા કરવામાં આવી, વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો: Video viral: આસામમાં ગુસ્સે ભરાયેલા જંગલી હાથીએ વ્યક્તિને કચડ્યો, થયું મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.