- કેરળમાં યોજાવાની છે વિધાનસભાની ચૂંટણી
- ભાજપ 115 સીટો પર લડશે ચૂંટણી
- ભાજપે 115 ઉમેદવારોના નામની કરી જાહેરાત
કેરળઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ કેરળમાં ચૂંટણી જીતવા માટે સખત મહેનત કરી રહી છે. ભાજપ કેરળમાં 115 સીટો પર ચૂટણી લડશે, જ્યારે તેના સહયોગી પક્ષોને 25 સીટો આપવામાં આવશે. કેરળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે 115 ઉમેદવારોના નામની પણ આજે રવિવારે જાહેરાત કરી છે. જેમાંથી 15 મહિલા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ કેરળમાં 20 વિધાનસભા બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્ય
ઈ શ્રીધરનને મુખ્યપ્રધાન પદના દાવેદાર તરીકે જાહેર કરવાની માગ
બીજેપીની કેન્દ્રિય ચૂટણી સમિતિની બેઠકમાં ભાગ લીધા બાદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રએ કહ્યું કે, અમે નામોની એક યાદી મોકલી હતી. તેમજ અમે ઈ શ્રીધરનને મુખ્યપ્રધાન પદના દાવેદાર તરીકે જાહેર કરવાની માગ કરી છે.
15 મહિલા ઉમેદવારોના નામ
- ચિરાઇંકેઇશુ- આશા નાથ
- કુન્નાથૂર- રાજી પ્રસાદ
- કોટ્ટાયમ - મીનર્વા મોહન
- પાલા-પ્રમિલા દેવી
- ઉદુમ્બનચોલા- રેમ્યા રવેન્દ્રન
- કુન્નાથુંડુ - રેનુ સુરેશ
- એર્નાકુલમ - પડમાજા એસ મેનન
- મુવત્તુપુઝા- જીજી જોસેફ
- ગુરુવાયુર - નિવેદિતા
- કોન્ડોટ્ટી- શીબા ઉન્નીકૃષ્ણન
- પેરીન્થાલ્મન - સુચિત્રા મતાદા
- કોઝિકોડ દક્ષિણ - નવ્યા હરિદાસ
- ઇરીકુર - અનીયમ્મા રાજેન્દ્રન
- કન્નુર- અર્ચના વંડીચલ
- પેરાવુર - સ્મિતા જયમોહન