ETV Bharat / bharat

Chausa Thermal Power Plant: જમીન માટે યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનો વિરોધ

બક્સરમાં ચૌસા થર્મલ પાવર પ્લાન્ટ (Chausa Thermal Power Plant) માટે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે. જમીન માટે યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનો વિરોધ હિંસક (bihar buxer farmers protest) બન્યો હતો. પોલીસે રાત્રિના ખેડૂતોના ઘરમાં ઘુસીને મારતાં ગ્રામજનોએ પોલીસ અને પાવર પ્લાન્ટ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરી પ્લાન્ટના ગેટને પણ આગ લગાડવામાં આવી હતી.

જમીન માટે યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનો વિરોધ હિંસક

author img

By

Published : Jan 11, 2023, 6:42 PM IST

બક્સર(બિહાર): બક્સરના ચૌસા બ્લોક બનારપુરના ખેડૂતો પોલીસની નિર્દયતાને લઈને ઉગ્ર જોવા મળ્યા હતા. વળતરની માંગ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોના ઘરમાં ઘૂસીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે બાદ જિલ્લાના અનેક ખેડૂતો રોષે ભરાયા હતા અને પોલીસ વાહન સાથે એસજેવીએનના ગેટને આગ ચાંપી દીધી હતી. ભીડને વિખેરવા માટે પોલીસે હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મુસ્લિમોને ભારતમાં રહેવાની મંજૂરી આપનાર મોહન ભાગવત કોણ છે ?

શું છે ખેડૂતોની માંગઃ ખેડૂતોએ જણાવ્યું કે તેમની જમીન 2010-11 પહેલા પણ થર્મલ પાવર પ્લાન્ટ માટે ચૌસામાં SJVN દ્વારા જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે તેમને 2010-11 મુજબ વળતર ચૂકવવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ્યારે કંપનીએ 2022માં ખેડૂતોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરી ત્યારે ખેડૂતોએ વર્તમાન દર પ્રમાણે જમીન માટે વળતરની માંગણી કરી હતી, જે કંપની આપવા તૈયાર નથી. જેની સામે ખેડૂતો છેલ્લા 2 મહિનાથી આંદોલન કરી રહ્યા છે.

પોલીસે કર્યો લાઠીચાર્જ: બક્સરના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના બનારપુર ગામ ખાતે થર્મલ પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે પોલીસે ઘરમાં ઘૂસીને મહિલાઓ, પુરુષો અને બાળકો પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ વીડિયો પણ બનાવ્યો હતો.

આ પણ વાંચો: Delhi IGI airport: મુસાફરે નશામાં એરપોર્ટ ટર્મિનલ પર કર્યો પેશાબ

જૂના દરે જમીન સંપાદન કરતાં રોષ: જે અંગે એક પીડિત ખેડૂતે જણાવ્યું હતું કે અમે છેલ્લા 2 મહિનાથી વર્તમાન દર મુજબ જમીન સંપાદન માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છીએ, પરંતુ કંપની જૂના દરે વળતર ચૂકવીને જમીન બળજબરીથી સંપાદન કરી રહી છે. અમારા આંદોલનને દબાવવા માટે પોલીસ અમને માર મારી રહી છે. તેમણે ઘરમાં ઘુસીને અમારા બાળકોને માર્યા. આખરે, અમારો શું વાંક છે કે પોલીસે અમને આટલી નિર્દયતાથી માર્યા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.