ETV Bharat / bharat

કોવિડ-19: લૉકડાઉનમાં જરૂરિયાતમંદો માટે યુથ કોંગ્રેસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો - Etv Bharat

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસનો સામનો કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. આ પરિસ્થિતિમાં જરૂરીયામંદ લોકોની મદદ માટે યુથ કોંગ્રેસ પણ આગળ આવી છે અને સમગ્ર દેશમાં હેલ્પલાઇન નંબરની જાહેરાત કરી છે.

Etv Bharat, Gujarati NEws, Congress NEws, Corona Virus NEws, Indian Youth Congress
Youth Congress launches helpline to assist those in need amid lockdown
author img

By

Published : Mar 31, 2020, 8:48 AM IST

નવી દિલ્હી: સમગ્ર દેશમાં લૉકડાઉન છે, ત્યારે ઇન્ડિયન યુથ કોંગ્રેસે (IYC) નેશનલ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

યુથ કોંગ્રેસના પ્રભારી ક્રિષ્ના અલ્લવારૂએ કહ્યું હતું કે, યુથ કોંગ્રેસ ગરીબ લોકોને ખોરાકન યોગ્ય અને સ્વસ્છ જથ્થો પૂરો પાડશે. આ સામાન્ય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશભરમાં વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી છે અને સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં એકઠા થઇ રહ્યા છે.

આ સંગઠને જણાવ્યું હતું કે, હાલ સમગ્ર દેશ કોરોના વાઇરસનો કહેર સહન કરી રહ્યો છે. યુથ કોંગ્રેસ કાર્ય કરીને સરકાર સાથે આ સમસ્યા સામે લડવા માટે હંમેશા તત્પર છે.

વધુમાં જણાવ્યું હતું કે, વંચિત લોકો માટે કોઇ પણ પ્રકારની મેડિકલ સેવા, કરિયાણા, ખાદ્ય અને શુદ્ધ પીવાના પાણીના મુદ્દાને ધ્યાને લઇને યુથ કોંગ્રેસની વિવિધ ટીમ આ જથ્થો પૂરો પાડવા માટે કામ કરશે.

હાલ દેશ ભયંકર પરિસ્થિતનો સામનો કરી રહ્યો છે. આ સંકટના સમયે યુથ કોંગ્રેસ દેશની સાથે છે. કોવિડ 19ના દેશમાં કેસ 1000ની સંખ્યાને પાર થયા છે અને મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે. આ ઘનામાં દૈનિક વેતન ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્રોમાં બેરોજગારી ઉભી થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે.

આ પ્રવૃતિ પાછળનો હેતુ રાજકીય ઉદ્દેશ પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ તેના નેતૃત્વ દ્વારા લોકોની મદદ કરવાનો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.