ETV Bharat / bharat

યોગી સરકાર અન્ય રાજ્યમાંથી આવતા મજૂરો માટે 10 હજાર બસો ફાળવશે - પરપ્રાંતિય

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સમીક્ષા બેઠક યોજીને પરપ્રાંતિય કામદારોને તેમના ઘરે સલામત પહોંચાડવાની વ્યૂહરચના બનાવી છે. આ લોકોને સલામત રીતે ઘર સુધી પહોંચાડવા માટે યોગી સરકારે 10,000 બસો ફાળવવાની સૂચના આપી છે.

yogi government
યોગી આદિત્યનાથ
author img

By

Published : May 4, 2020, 1:31 PM IST

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટીમ-11ના મુખ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં પરપ્રાંતિય કામદારોને તેમના ઘરે સલામત પહોંચાડવાની વ્યૂહરચના બનાવવામાં આવી છે. લોકોને સલામત રીતે ઘરો સુધી પહોંચાડવા માટે યોગી સરકારે 10,000 બસો ફાળવવાની સૂચના આપી છે.

yogi government
યોગી આદિત્યનાથ

મુખ્યપ્રધાનની સૂચનાથી મેડિકલ સ્ક્રીનીંગ માટે 50,000થી વધુ મેડિકલ ટીમો મુકવામાં આવી છે. સોમવારે ગુજરાત, મહારાષ્ટ્ર, અને કર્ણાટકથી પરપ્રાંતિય મજૂરો ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ પહોંચી રહ્યા છે.

મુખ્યપ્રધાનની સૂચના મુજબ તમામ સમુદાયોના રસોડા, ક્વોરેન્ટાઈન સેન્ટર અને આશ્રયસ્થાનોને ભૂ-ટેગ કરવામાં આવી રહ્યા છે. બહારથી આવતા લોકોને પહેલા સરકાર દ્વારા બનાવાયેલા જિલ્લાઓના કવોરેન્ટાઈન સેન્ટરમાં લઈ જવામાં આવશે. જ્યા તેમની તબીબી તપાસ કરવામાં આવશે.

આરોગ્ય તપાસ કર્યા બાદ તેમના સ્વાસ્થય હોમ ક્વોરેન્ટાઈન અથવા હોસ્પિટલ મોકલવામાં આવશે. તેમને ફૂડ પેકેટો સાથે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. નિરાધાર લોકોને મેઈન્ટેનન્સ ભથ્થું પણ આપવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.