યોગીએ કહ્યું કે, શાહના રોડ શોમાં તકલીફો ઉભી કરવી એ મમતા બેનર્જીની છેલ્લી ભુલ હશે, કારણકે આવનારો સમય તેમને બતાવી દેશે કે તેમની લોકપ્રિયતા ઘટી ચૂકી છે.
આજે કોલકાતામાં યોગી આદિત્યનાથ રેલીનું સંબોધન કરવાના હતા, પરંતુ ત્યાં તોડ ફોડ કરવામાં આવી અને ત્યાં કામે લાગેલા કાર્યકર્તાઓ સાથે પણ મારામારી કરવામાં આવી હતી. જેના કારણે ત્યાંની રેલી રદ્દ કરવામાં આવી હતી, પરંતુ અમિત શાહે કહ્યું કે કોઇ પણ કારણોસર રેલી રદ્દ કરવામાં નહી આવે.
ત્યાર બાદ યોગીએ રેલી કરી યોગીએ કહ્યું કે, મમતા સરકારને દુર્ગા પૂજા અને સરસ્વતી પૂજા કરવામાં પણ તકલીફ પડે છે. " મેં UPમાં પૂજા માટે મહોરમ તાજીયાનો સમય પણ બદલાવી નાખ્યો હતો."
યોગીએ કહ્યું, મમતા સરકાર હુલ્લડ કરાવે છે, અને માટે જ હવે આ સરકારની એકસ્પાઇરી ડેટ નક્કી છે. વધુમાં યોગીએ જણાવ્યું કે, બંગાળમાં અમિત શાહ પર જે હુમલો થયો તે નિંદનીય છે. તેમણે રાષ્ટ્રપતિને પણ પહેલ કરી છે કે આવી અલૌકીક, અરાજક TMC સરકારને બરખાસ્ત કરવામાં આવે.