ETV Bharat / bharat

યશવર્ધન કુમાર સિન્હા બન્યા નવા મુખ્ય માહિતી કમિશનર - ઈટીવી ભારત

યશવર્ધન કુમાર સિન્હાએ મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. યશવર્ધન સિન્હા બ્રિટન અને શ્રીલંકામાં ભારતના ઉચ્ચ કમિશનર પણ રહી ચૂક્યા છે. સીઆઈસી તરીકે 62 વર્ષીય સિન્હાનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.

યશવર્ધન કુમાર સિન્હા બન્યા નવા મુખ્ય માહિતી કમિશનર

author img

By

Published : Nov 7, 2020, 1:57 PM IST

  • નવા માહિતી કમિશનર યશવર્ધનકુમાર સિન્હાએ લીધા શપથ
  • બે મહિનાથી ખાલી પડેલું માહિતી કમિશનરના પદ પર વરણી
  • 62 વર્ષીય યશવર્ધનકુમાર સિન્હાનો કાર્યકાળ ત્રણ વર્ષનો જ હશે

નવી દિલ્હીઃ 26 ઓગસ્ટ 2020એ બિમલ ઝુલ્કાનો કાર્યકાળ પૂર્ણ તા બાદ બે મહિનાથી વધુ સમય સુધી મુખ્ય માહિતી કમિશનરનું પદ ખાલી પડ્યું હતું. હવે આ પદ પર યશવર્ધન કુમાર સિન્હાની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ કોવિંદે યશવર્ધનને શપથ લેવડાવ્યા હતા. શનિવારે જાહેર કરાયેલા નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં સિન્હાને શપથ અપાડવામાં આવી હતી. સિન્હાએ 1 જાન્યુઆરી 2019એ માહિતી કમિશનરનું પદ સંભાળ્યું હતું. તેઓ બ્રિટન અને શ્રીલંકામાં ભારતના ઉચ્ચ કમિશનર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. સીઆઈસી તરીકે 62 વર્ષીય સિન્હાનો કાર્યકાળ લગભગ ત્રણ વર્ષનો હશે.

યશવર્ધન કુમાર સિન્હા બન્યા નવા મુખ્ય માહિતી કમિશનર
યશવર્ધન કુમાર સિન્હા બન્યા નવા મુખ્ય માહિતી કમિશનર

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી સમિતિએ સિન્હાની પસંદગી કરી

સીઆઈસી અથવા માહિતી કમિશનરની નિયુક્તિ પાંચ વર્ષ માટે અથવા 65 વર્ષની ઉંમર પૂર્ણ થયા ત્યાં સુધી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની સમિતિ દ્વારા સિન્હાની પસંદગી કરવામાં આવી છે. મોદી ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ગૃહ પ્રધાન અમિત શાહ આ સમિતિના સભ્ય છે. સિન્હા ઉપરાંત આ સમિતિએ પત્રકાર ઉદય માહુરકર, પૂર્વ શ્રમ સચિવ હીરાલાલ સામારિયા અને પૂર્વ ઉપ નિયંત્રણ અને ઓડિટર જનરલ સરોજ પુન્હાનીને માહિતી કમિશનર તરીકે પસંદગી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

નવા ત્રણ અધિકારીની પસંદગી થતા માહિતી કમિશનરની સંખ્યા 7 થઈ

આ અંગે અધિકારીઓએ કહ્યું, આ ત્રણ લોકોને શનિવારે શપથ લેવડાવવામાં આવ્યા હતા. માહુરકર, સામારિયા અને પુન્હાના સમાવેશ બાદ માહિતી કમિશનરની સંખ્યા વધીને સાત થઈ ચૂકી છે. જ્યારે તેની સ્વીકૃતિ ક્ષમતા 10 છે. આ સમયે વનાજા એન સરના, નીરજકુમાર ગુપ્તા, સુરેશચંદ્ર અને અમિતા પાંડોવે અન્ય માહિતી કમિશનર છે. માહુરકર એક પ્રમુખ મીડિયા સંસ્થાની સાથે વરિષ્ઠ સબ એડિટર તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ ગુજરાતના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીથી ભારતીય ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વવિજ્ઞાનમાં સ્નાતક છે. સામારિયા તેલંગાણા કેડરના 1985 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ સપ્ટેમ્બરમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ પદ પરથી સેવા નિવૃત્ત થયા છે. પુન્હાની, 1984ની બેચના ઈન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસીસના અધિકારી રહી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.