ETV Bharat / bharat

રોગચાળા સામેની દુનિયાની લડાઇ - COVID 19

કોરોના વાયરસ બે મહિના અગાઉ ચીનના વુહાન પ્રાંતમાં જોવા મળ્યો હતો અને હવે વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે. કોરોના વાયરસના ફેલાવવવાથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ આંચકો લાગ્યો છે. 30 જાન્યુઆરીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આંતરરાષ્ટ્રીય બાબતને ધ્યાનમાં રાખીને હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી.

રોગચાળા સામેની દુનિયાની લડાઇ
રોગચાળા સામેની દુનિયાની લડાઇ
author img

By

Published : Mar 12, 2020, 10:25 PM IST

ન્યૂઝડેસ્ક : ઇટાલીના કેટલાંક ભાગોમાં સરકારે કેટલાંક લોકોને કેદમાં કરવાના આદેશ આપ્યા છે જે લોકો અલગ રહેવાના સરકારના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. સામાન્ય રીતે સરકાર આવા આદેશો ફક્ત કોમી અને ધાર્મિક તકરાર ઉભા થતા અસાધારણ સંજોગોમાં જારી કરે છે. પણ પ્રથમવાર ઇટાલિયન સરકારે નાગરિકોને કોરોના વાયરસથી બચાવવા માટે આ બંધક બનાવવાના આદેશ જાહેર કર્યા છે. કોરોના વાયરસે વિશ્વભરમાં ભય ઉભો કર્યો છે. ઘણા દેશોમાં પર્યટન વિભાગને મોટો ફટકો પડ્યો છે અને લોકોની આજીવીકા પણ બંધ થઇ ગઇ છે. કેટલાંક દેશોમાં લોકો ઇમજન્સી સિવાય ઘરની બહાર નીકળવાની પણ ના પાડી રહ્યા છે. કોરોના વાયરસ બે મહિના અગાઉ ચીનના વુહાન પ્રાંતમાં જોવા મળ્યો હતો અને હવે વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે. કોરોના વાયરસના ફેલાવવવાથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ આંચકો લાગ્યો છે. 30 જાન્યુઆરીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આંતરરાષ્ટ્રીય બાબતને ધ્યાનમાં રાખીને હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી. જેમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાયરસને ફેલાતો રોકવા માટે તાત્કાલિક પગલા પણ લીધા હતા. અત્યાર સુધીમાં ઓર્ગેનાઇઝેશને 1.30 લાખ જેટલા મેડીકલ નિષ્ણાંતોને કોરોના વાયરસથી બચવા માટેના વિવિધ ઉપાયો અંગે દુનિયાની સાત અલગ અલગ ભાષામાં ઓનલાઇન ટ્રેનીંગ પણ આપી પણ કેટલાંક દેશોને બાદ કરતા ધાર્યુ પરિણામ મેળવી શકાયુ નથી.

દુનિયામાં વાયરસથી પ્રભાવિત લોકોની સખ્યાં દિન પ્રતિદિન વધી રહી છે અને વાયરસનો પ્રકોપ બેકાબુ બન્યો છે. ત્યારે લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ચીન સહિતના દેશોમાં મૃત્યઆંક પણ સતત વધી રહ્યો છે. આ અણધારી આફતને લઇને લોકોમાં સતત ચિંતા વધી રહી છે. કોરોના વાયરસ અત્યાર સુધી વિશ્વભરના 109 જેટલા દેશોમાં ફેલાય ચુક્યો છે અને હાલ પણ કેટલાંક દેશો આ સ્થિતિને નિવારવાના પગલા લઇ શકે તેમ છે. પણ જો કોઇ દેશ પુરતી તબીબી સહાય પુરી પાડવામાં નિષ્ફળ જાય તો પરિસ્થિતિ વધારે બગડવાનું જોખમ નકારી શકાય તેમ નથી. અત્યારે તમામ દેશોના ઓર્ગેનાઇઝેશન સાથે સંકલન કરીને કામગીરી કરવાનો સમય છે. જેમાં સમયસર તબીબી મદદ પુરી પાડવાની સાથે અસરગ્રસ્તોને બચાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. તબીબી સંભાળની સામાન્ય બેદરકારી પહેલાની સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી કુલ 3850 લોકોના મૃતત્યુ થઇ ચુક્યા છે. જેમાં ચીનમાં સૌથી વધારે 3120, ઇટાલીમાં 366 અને ઇરાનમાં 237 લોકો મોતને ભેટી ચુક્યા છે. તો ચીનમાં 1.11 લાખ જેટલા લોકોને કોરોના વાયરસથી પ્રભાવિત છે. ચીન સરકારે કોરોના વાયરસની સારવાર માટે એક હજાર પથારી ધરાવતી હોસ્પટલ બનાવી છે તો વુહાન પ્રાંતને અલગ કરી દીધુ છે. પાછલા 50 વર્ષમાં ફાટી નીકળેલા ઘણા વાયરલને કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્ષ 1967માં માર્બર્ગ વાયરસ, વર્ષ 197માં ઇબોલા, 1994માં હેરા અને બર્ડ ફ્લુ, 1998માં નિફન, 2002માં સાર્સ, 2009માં સ્વાઇન ફ્લુ , 2012માં એમઇઆરએસ અને 2013માં બર્ડ ફ્લુએ દુનિયાને વિપરિત અસર કરી હતી. જેમાં વિશ્વભરમાં 762.6 કરોડ લોકોને આ વાયરસના ચેપ લાગ્યા છે.

પાછલા 50 વર્ષોમાં, ઘણા વાયરલ ફાટી નીકળતાં લોકોનાં જીવનમાં પરેશાન થયા છે. 1967 માં માર્બર્ગ વાયરસ, 1976 માં ઇબોલા, 1994 માં હેરા અને બર્ડ ફ્લૂ, 1998 માં નિફન, 2002 માં સાર્સ, 2009 માં સ્વાઈન ફ્લૂ, 2012 માં એમઇઆરએસ અને 2013 માં બર્ડ ફ્લૂએ વસ્તીને સંક્રમિત કર્યા હતા. વિશ્વભરમાં લગભગ 762.6 કરોડ લોકોને આ વાયરસથી ચેપ લાગ્યો છે. 2009માં સ્વાઇન ફ્લુ આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. તો બર્ડ ફ્લુના સાત વર્ષ બાદ કોરોના વાયરસ દુનિયમાં ભયનું કારણ બન્યો છે. પરિણામે વિશ્વના નાણાંકીય સધ્ધરતા તુટી રહી છે. આ વાયરસ ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુએઇમાં ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. તો સાવચેતીના પગલા રૂપે આપેલી સુચનાને પગલે લોકો જાહેર સ્થળોએ મુસાફરી કરતા ડરે છે. તો કેટલાંક વિસ્તારોમાં સરકાર ઘરે ઘરે જઇને નાગરિકોને જમવાનું આપી રહી છે. કેટલાંક દેશોએ ચીનની ચીજ વસ્તુઓ આયાત કરવા પર પ્રતિબંધ મુક્યો છે. તો કાચા ડ્ગ્સની આયાત પર પ્રતિબંધ લાગતા ફાર્મા કંપનોને મોટો ફટકો પડ્યો છે. તો પ્રવાસીઓની સંખ્યામાં ઘટતા પ્રવાસન ઉદ્યોગ પર પણ ખુબ જ વિપરિત અસર પડી છે. ત્યારે આ હવે ડર છે પ્રવાસન ઉદ્યોગ ભાંગી પડશે.

સતર્કતાના ભાગરૂપે તમામ એરપોર્ટ પર આવતા મુસાફરોની આરોગ્ય ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે. સંમેલનો, સભાઓ , રમત ગમતના કાર્યક્રમો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તો અમેરિકાને એ જાણીને આઘાત લાગ્યો કે વોશિગ્ટનમાં તા. 26 થી 29 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સમાં ભાગ લેનારા બે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. આ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. આ ઘટનાએ સાબિત કર્યુ છે કે કોરોમા વાયરસનું ફાટી નીકળવુ કેટલું ભયાનક છે. આંતરરાષ્ટ્રીય એક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે ઉડ઼ડ્યન ક્ષેત્રને 11,300 કરોડ ડોલરનું નુકશાન થયુ છે. જો એકલા ઉડ્ડયન ઉદ્યોગમાં આટલુ મોટુ નુકશાન થતુ હોય તો ભવિષ્યના પરિણામો ખુબ જ ચિંતાજનક ભાસી રહ્યા છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદન કરતા ઉદ્યોગો પર ખુબ જ નકારાત્મક અસર પડી છે. કારખાનામાં ઉત્પાદન અટવાય ગયા છે . ફેક્ટરીઓ બંધ થવાને કારણે કામદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેનો લાભ વચેટિયાઓ અને દલાલો લઇ રહ્યા છે અને ખુબ જ જરૂરી એવા માસ્કના ભાવ આસમાને પહોંચ્યા છે. ડબલ્યુએચઓએ જાહેર કર્યુ છે કે તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મચારીઓ માસ્કની અછતનો સામનો કરી રહ્યાછ અને ઓર્ગેનાઇઝેશન દ્રારા ખાસ સુચવવામાં આવ્યુ છે કે ઉત્પાદન માંગ સાથે સુસંગત હોવુ જોઇએ. ડબલ્યુએચઓ કોરોના વાયરસથી સંક્રમિત દેશોની મદદ માટે આગળ આવ્યુ છે. જેમાં તેણે વિવિધ દેશોમાંથી ઉભુ કરવાની શરૂઆત કરી. વર્લ્ડ બેકે કોરોના વાયરસના ફેલાવાના લીધે વિકસતા દેશોની સહાય માટે 12 અબજ ડોલરની સહાય આપવાનું નક્કી કર્યુ છે. તો તમામ દેશોમાં રોગચાળા સામે લડવા માટે પુરતા પ્રમાણમાં નાણાં પુરા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ દયાનજક બની છે ત્યારે ભારતમાં હજુ પરિસ્થિતિ ખુબ જ નિયંત્રણમાં છે. અત્યાર સુધીમાં કોરોના વાયરરસના 45 કેસ પોઝીટીવ મળ્યા છે તેમાંથી 16 ઇટાલિયન પ્રવાસીઓ હતા. બાકીના દર્દીઓની તબિયત હાલ સ્થિર હોવાથી ચિંતાનું કોઇ કારણ નથી. ભારતમાં છ લાખ વિદેશી મુસાફરોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. તો કોરોના વાયરસ લોકોની પ્રાથમિકતા આપીને સારવાર આપવામાં આવી રહી છે. જેથી તાત્કાલિક ભય નથી. પરતુ, સરકારે પોતાનું આડેધડ વલણ છોડવુ જોઇએ. અધિકારીઓએ પહેલા કરતા વધારે જાગૃત રહેવાની જરૂર છે. હૈદરાબાદમાં યુએસની એક વ્યક્તિને ચેપ લાગ્યા બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા હાઇએલર્ટ પર હતા અને રાજ્ય સરકારે સાવચેતી અનેક પગલી લીધા હતા.. જેમાં નાગરિકોને સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ વાયરસ સામે લડવા માટે ફાળવવામાં આવેલા ભંડોળના દુરઉપયોગ કરવાને બદલે જવાબદારીપૂર્વક વર્તવુ જોઇએ. તબીબી સંસ્થાઓએ જરૂરી સાધનો પ્રદાન કરવા જોઇએ. અને તે આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ હોવા જરૂરી છે. જો તબીબી વ્યવસાયિકો અને સરકારના અધિકારીઓ સંકલન દ્વારા પ્રયત્ન કરે તો મોટાભાગની જોખમી સ્થિતિને નિયત્રિત કરી શકાય તેમ છે.

COVID-19 ફાટી નીકળતાં શિક્ષણ ક્ષેત્રમાં પણ નકારાત્મક અસર થઈ રહી છે. યુનિસેફે પણ આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. યુનિસેફના તાજેતરના અહેવાલ મુજબ, વિશ્વભરના 22 દેશોમાં લગભગ 29 કરોડ વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું બંધ કરી દીધું છે. તો 13 દેશોની સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં 15મી માર્ચ સુધી સતાવાર રજા જાહેર કરવામાં આવી છે. બાકીના 9 દેશોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં રજા જાહેર કરી છે. ચીનમાં તો 23 કરોડથી વધારે વિદ્યાર્થીઓએ શાળામાં જવાનું છોડી દીધુ છે. ..યુનેસ્કોએ શાળા બંધ કરવાને બદલે ડીસ્ટન્ટ લર્નિગ કોર્ષથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું સુચન કર્યુ છે. જેથી વિદ્યાર્થીઓનાઅભ્યાસ પર અસર ન પડે. જો કે વ્યવસ્થા ગોઠવવી કેટલાંક ચોક્કસ વિસ્તારોમાં જ શક્ય છે. તો કેટલાંક અતંરયાળ વિસ્તારોમાં પાયાની સુવિદ્યા ન હોવાને કારણે શક્ય બની શકે તેમ નથી. કારણ કે ઇન્ટરનેટ કનેક્ટવીટી આ શક્ય નથી. તો બીજી તરફ ગરીબ વિસ્તારોમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થય પર અસર થવૈની સંભાવના છે. આ કારણ છે ઘણા દેશોમાં ભારતની જેમ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના છે. અને ઘણા દેશોમાં ગરીબ બાળકો શાળાઓમાં આપવામાં આવતા ખોરાક પર આધારિત રહે છે. ત્યારે શાળાઓનું બંધ થવુ એટલે આવા વિદ્યાર્થીઓને શિક્ષણ અને આરોગ્યની સેવા વંચિત રાખવા સમાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.