ETV Bharat / bharat

વર્લ્ડ વિગન ડે-2020

વર્લ્ડ વિગન ડે એટલે કે વિશ્વ ચુસ્ત શાકાહારી દિવસ વિશ્વભરમાં પહેલી નવેમ્બરના રોજ લોકોને નક્કર શાકાહારી જીવનશૈલી અનુસરવા પ્રોત્સાહિત કરવા માટે ઉજવાય છે. તે વિગન મહિનાની શરૂઆત તરીકે પણ ઉજવાય છે. નવેમ્બર મહિનાને વિગન મન્થ તરીકે પણ ઉજવાય છે. ઘણા પ્રસિદ્ધ શાકાહારીઓનું માનવું છે કે શાકાહારી આહાર માનવીના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, તેનાથી પ્રાણીઓની સુખાકારી સંરક્ષિત થાય છે અને પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ તે મદદરૂપ બને છે.

world vegan
world vegan
author img

By

Published : Nov 1, 2020, 10:47 PM IST

  • વર્લ્ડ વિગન ડે - પહેલી નવેમ્બર
  • વર્લ્ડ વિગન ડે - 2020

વર્લ્ડ વિગન ડે એટલે કે વિશ્વ ચુસ્ત શાકાહારી દિવસ વિશ્વભરમાં પહેલી નવેમ્બરના રોજ લોકોને નક્કર શાકાહારી જીવનશૈલી અનુસરવા પ્રોત્સાહિત કરવા માટે ઉજવાય છે. તે વિગન મહિનાની શરૂઆત તરીકે પણ ઉજવાય છે. નવેમ્બર મહિનાને વિગન મન્થ તરીકે પણ ઉજવાય છે. ઘણા પ્રસિદ્ધ શાકાહારીઓનું માનવું છે કે શાકાહારી આહાર માનવીના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, તેનાથી પ્રાણીઓની સુખાકારી સંરક્ષિત થાય છે અને પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ તે મદદરૂપ બને છે.

ઈતિહાસ અને મહત્ત્વ

પહેલી નવેમ્બર, 1944ના રોજ ડોનાલ્ડ વાટ્સને ડેરી ઉત્પાદનો સિવાયના શાકાહારી આહાર વિશે ચર્ચા કરવા માટે પાંચ લોકોની એક બેઠક બોલાવી હતી. તેમણે વિગન લાઈફસ્ટાઈલ એટલે કે ચુસ્ત શાકાહારી જીવનશૈલી તરીકે ઓળખાતું નવું અભિયાન શરૂ કર્યું હતું, જે ચુસ્ત શાકાહારી જીવનશૈલી અને તેના મહત્ત્વને પ્રોત્સાહિત કરવા માટે હતું. વર્ષો જતાં તેમણે તેમના વિગન આહારની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી અને તે 1979માં એક સખાવત બન્યું હતું. ત્યારથી વર્લ્ડ વિગન ડેની ઉજવણીની શરૂઆત થઈ.

વિગન કોને કહેવાય?

• જે લોકો ઈંડા અને પ્રાણીનું મૂળ ધરાવતાં અન્ય કોઈ પણ ઉત્પાદનો સહિત ડેરી ઉત્પાદનો વાપરતા નથી. ઉપરાંત, શાકાહારીઓની માફક માંસ પણ ખાતા નથી.

• એમ કહેવાય છે કે વિગન શબ્દ વેજિટેરિયનના અંગ્રેજી સ્પેલિંગના પહેલા અને છેલ્લા અક્ષરોને જોડીને પસંદ કરાયો છે.

• બીજા શબ્દોમાં કહીએ તો વિગનિઝમ જીવન જીવવાની એવી શૈલી છે, જેમાં લોકો પ્રાણી ઉત્પાદનોનાં તમામ સ્વરૂપોને બાકાત કરે છે, પ્રાણીઓનું શોષણ અને ક્રૂરતા ટાળે છે, તે પછી ખોરાક હોય, કપડાં હોય કે અન્ય કોઈ પણ હેતુ માટે હોય.

• વિગન ફિલસૂફી ધરાવતા લોકોના હૃદયમાં પ્રકૃતિનાં તમામ જીવો પ્રત્યે અહિંસા અને કરુણા હોય છે.

"વિગન" – પરિભાષા

વિગન 100 વર્ષ કરતાં ઓછા સમયથી શરૂ થયેલી પરિભાષા છે. વર્ષ 1940માં બ્રિટિનના પ્રાણીઓના અધિકાર માટે કામ કરતા એક્ટિવિસ્ટ ડોનાલ્ડ વોટ્સને વિગનની પરિભાષા આપી હતી. વિગનની ફિસલૂફી એવી દર્શાવાય છે કે પ્રાણીઓનું શોષણ ન કરવું જોઈએ અને તેમને ખોરાક કે અન્ય હેતુઓ માટે નુકસાન ન પહોંચાડવું જોઈએ.

વિગન અને વેજિટેરિયન વચ્ચેનો તફાવત

વેજિટેરિયન એટલે કે શાકાહારી લોકો ઈંડા, માંસ વગેરે ખાતા નથી, જ્યારે વિદન તમામ ડેરી ઉત્પાદનો ખાવાનું ટાળે છે અને ઈંડા, જિલેટિન અને મધ જેવાં પ્રાણી દ્વારા બનેલાં અન્ય ઉત્પાદનો ખાવાનું પણ ટાળે છે. અલબત્ત, વિગન પ્રાણીનાં ઉત્પાદનો ધરાવતાં સાબુ, કપડાં, સૌંદર્ય પ્રસાધનો વગેરે પણ વાપરતા નથી. એટલે, શાકાહારી તરીકે જીવવું સહેલું છે, કારણ કે તેઓ કેટલાંક પ્રાણી ઉત્પાદનો વાપરી શકે છે, જે પોષક તત્ત્વો, પ્રોટિન, વિટામિન્સ વગેરેનાં મહત્ત્વનાં સ્ત્રોત છે. પરંતુ વિગન સામાન્ય રીતે આવી ચીજો ખાતાં નથી અને તેમણે તેના વિકલ્પો શોધવા પડે છે.

વિગન આહાર - વનસ્પતિ આધારિત

વિગન પ્રાણી ઉત્પાદનો ખાતા ન હોવાથી તેમનો આહાર ફક્ત વનસ્પતિ-આધારિત હોય છે. તેનાથી વિગનના આહારમાં ભરપૂર ફાયબર અને ઓછા કોલેસ્ટ્રોલ હોય છે. આને કારણે વિગેનિઝમના સમર્થકો સૂચવે છે કે વિગન આહાર અપનાવવાથી હૃદયને લગતી બીમારીઓ, ઊંચું બ્લડ પ્રેશર અને મેદસ્વીતા ઘટાડવા સહિત અનેક લાભ થાય છે.

વિગન હોવાથીથતા સ્વાસ્થ્યના લાભ

• વિગન ખોરાક તમારા શરીર માટે આવશ્યક પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે.

ફળો, શાકભાજી, કઠોળ, અનાજ, દાણા અને બીજ સહિતના આખા ખાદ્ય પદાર્થો ધરાવતો તંદુરસ્ત અને સંતુલિત વિગન આહારમાંથી વ્યક્તિ પોષણ સંબંધી તમામ જરૂરિયાતો મેળવી શકે છે. કેટલાક અભ્યાસોમાં નોંધાયું છે કે જે લોકો વિગન આહાર લે છે, તેઓ ફાઈબર, એન્ટિઓક્સિડન્ટ્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ અને વિટામિન એ, સી અને ઈ વધુ પ્રમાણમાં લે છે.

• વિગન આહાર લેવાથી કેન્સર અને અન્ય બીમારીઓનું જોખમ ઘટે છે.

તાજેતરના અભ્યાસમાં જોવા મળ્યું છે કે વિગન આહાર લેવાથી બીમારીનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે, વનસ્પતિ-આધારિત ખોરાકમાં મોટા પ્રમાણમાં ફાયટોકેમિકલ્સ હોય છે - ફળો અને શાકભાજીમાં પણ શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે.

સંશોધકોને જાણવા મળ્યું કે નોન-વિગન લોકોની સરખામણીએ વિગન લોકો ટોટલ ઓમેગા-થ્રી ફેટી એસિડ્સનો મોટો હિસ્સો - એન્ટિઓક્સિડન્ટ કેરોટેનોઇડ્સનો વધુ હિસ્સો ધરાવતો તેમજ સેચ્યુરેટેડ ફેટી એસિડ્સનું ઓછું પ્રમાણ ધરાવતો ખોરાક લે છે.

જર્મનીમાં હાથ ધરવામાં આવેલા 11 વર્ષના અભ્યાસમાં 800થી વધુ શાકાહારી પુરુષોને સામેલ કરાયા હતા, જેમાં જાણવા મળ્યું કે તેમનામાં કેન્સરનો દર સામાન્ય લોકો કરતાં 50 ટકા કરતાં પણ વધુ ઓછો હતો.

• વિગન ખોરાક તમારો મૂડ વધારે છે.

માછલી અને માંસ ખાનારા લોકોની સરખામણીએ વિગન અને વેજિટેરિયન લોકો ડિપ્રેશનના ટેસ્ટ અને મૂડ પ્રોફાઈલ્સમાં વધુ સારો સ્કોર ધરાવતા હતા.

• વિગન આહાર લેવાથી શરીરનું તંદુરસ્ત વજન પ્રાપ્ત કરી શકાય છે.

વિગન આહારમાં પ્રાણી આધારિત આહાર કરતાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે, જેનાથી કેલરીમાં કાપ મૂકવા ઉપર સક્રિય રીતે ધ્યાન કેન્દ્રિત કર્યા વિના શરીરનું તંદુરસ્ત વજન મેળવી શકાય છે.

• તેનાથી ટાઈપ ટુ ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે.

સંશોધકોએ જણાવ્યું છે કે વિગન આહાર લેનારા લોકોમાં બ્લડ સુગરનું લેવલ નોન-વિગન લોકો કરતાં ઓછું હોય છે અને તેનાથી ટાઈપ ટુ ડાયાબિટિસ થવાનું જોખમ 78 ટકા જેટલું ઘટે છે.

• વિગન આહાર લેવાથી આર્થરાઇટિસનું દર્દ ઘટે છે.

અભ્યાસો દર્શાવે છે કે તંદુરસ્ત વિગન આહાર વધુ લેતા હોય તેવા લોકોને આર્થરાઈટિસના લક્ષણો ઘટાડવામાં મદદ મળે છે, કેમકે પ્રાણી આધારિત ખોરાક દર્દની માત્રામાં વધારો કરનાર હોય છે. આથો આવેલા શાકભાજી અને નોન-ડેરી યોગર્ટ જેવાં પ્રોબાયોટિક વનસ્પતિ-આધારિત ખોરાક લેવાથી માનવ શરીરમાં મોટા આંતરડામાં સારા બેક્ટેરિયા વધારી શકાય છે. તેમજ શરીરમાં પોષકતત્ત્વોના સમાવેશનું પ્રમાણ વધારી શકાય છે અને બળતરા ઘટાડી શકાય છે.

વિગન હોવાથી માનવ અને પ્રાણીઓને શો ફાયદો થાય છે

પ્રત્યેક વિગન વ્યક્તિ દર વર્ષે 30 પ્રાણીઓને જીવતદાન આપે છે ઃ ફૂડ ઈન્ડસ્ટ્રીમાં પ્રાણીઓ સાથે ગેરવર્તાવ થાય છે, તેમને વિકલાંગ બનાવાય છે, તેમને માર મારવામાં આવે છે અને તેમની કતલ કરવામાં આવે છે. મહત્તમ નફો મેળવવા માટે ઉદ્યોગો ભયાનક પદ્ધતિઓ અપનાવે છે. કૃષિ ક્ષેત્રનાં 99 ટકા પ્રાણીઓ પોતાની આખીયે જિંદગી ફેક્ટરી ફાર્મ્સમાં વીતાવે છે. વિશ્વભરમાં દરરોજ 15 કરોડ કૃષિ પ્રાણીઓની હત્યા કરાય છે. વિગન બનવાથી તમે આ પ્રાણીઓનું રક્ષણ કરી શકશો. વિગનિઝમ પર્યાવરણ માટે પણ ઉપકારક છે. જંગલોના નિકંદન, ગ્રીનહાઉસ ગેસ એમિઝન્સ, પ્રદૂષણ અને પાણીની અછત માટે ફેક્ટરી ફાર્મિંગ નોંધપાત્ર રીતે જવાબદાર છે.

• વિશ્વના તમામ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં પશુધન અને તેમની બાયપ્રોડક્ટ્સનો 51 ટકા હિસ્સો છે.

• 453 ગ્રામ ગૌમાંસના ઉત્પાદન માટે 2500 ગેલન પાણી વપરાય છે.

• એમેઝોનના વરસાદ ઉપર નિર્ભર 91 ટકા જંગલોનો વિનાશ એનિમલ એગ્રિકલ્ચરને કારણે થયો છે.

વનસ્પતિ-આધારિત આહાર ખાઈને પૃથ્વીને સહેલાઈથી મદદરૂપ થઈ શકાય તેમ છે, સાથે સાથે તમે પોતે પણ વધુ સાતત્યપૂર્ણ જીવન જીવી શકો છો.

વિગેનિઝમથી વિશ્વમાં ભૂખમરાની સમસ્યા ઉકેલાઈ જશે !

સંશોધનો દર્શાવે છે કે કૃષિ માટે વપરાતાં પ્રાણીઓને પાકો ખવડાવવાને બદલે જો માનવ વપરાશ માટે આપણે આપણા પાકો પોતે જ ઉગાડીએ અને તેનો ઉપયોગ કરીએ તો વધુ ચાર અબજ લોકોને ખોરાક મળી શકે છે.

વર્ષ 2048 સુધીમાં આપણા સમુદ્રોમાં એક પણ માછલી નહીં હોય

સદનસીબે, વિગેનિઝમ સમુદ્રોને બચાવી શકે તેમ છે ! એનિમલ એગ્રિકલ્ચરને કારણે વધુ પડતી માછલીઓ પકડવાથી, પ્રદૂષણને કારણે અને આબોહવા પરિવર્તનને કારણે દરિયાઈ ઈકોસિસ્ટમ નાશ પામી રહી છે અને સમુદ્રો મૃતપ્રાયઃ બની રહ્યા છે. આપણે જો એનિમલ ફૂડ ઈન્ડસ્ટ્રીઝ અને તેમનાં કામકાજમાં બદલાવ નહીં લાવીએ તો વૈજ્ઞાનિકો ધારે છે કે વર્ષ 2048 સુધીમાં સમુદ્રોમાં માછલીઓ જ નહીં હોય.

પ્લાન્ટ-આધારિત આહાર મેટાબોલિઝમ (ચયાપચય) વધારે છે

ભોજન આરોગ્યા પછીના શરૂઆતના કેટલાક કલાકોમાં માંસ ખાનારી વ્યક્તિના સરેરાશ મેટાબોલિઝમ કરતાં વનસ્પતિ-આધારિત આહાર લેનાર વ્યક્તિનું મેટાબોલિઝમ 16 ટકા વધુ ઝડપે કેલરી બાળે છે.

વનસ્પતિ-આધારિત આહાર સહેલાઈથી સંપૂર્ણ પ્રોટિન આપી શકે છે !

વનસ્પતિ-આધારિત પ્રોટિન માટે પરવડે તેવા અનેક વિકલ્પો છે. વિગન માટે પ્રોટિન મેળવવાના કેટલાક વિકલ્પો છે - કઠોળ, ચણા, મસૂર, ટોફૂ, ટેમ્પે, સોયા ચન્ક્સ અને સેઇટન !

વિગન હોય તેવી ભારતીય ખ્યાનામ હસ્તિઓ

• વિરાટ કોહલી - ભારતીય ક્રિકેટર

• અનુષ્કા શર્મા - બોલીવૂડ અભિનેત્રી

• આલિયા ભટ્ટ - બોલીવૂડ અભિનેત્રી

• જેકલિન ફર્નાન્ડીઝ - બોલીવૂડ અભિનેત્રી

• કંગના રણૌત - બોલીવૂડ અભિનેત્રી

• સોનમ કપૂર - બોલીવૂડ અભિનેત્રી

• કિરણ રાવ - ભારતીય ફિલ્મ પ્રોડ્યુસર

• આમીર ખાન - બોલીવૂડ એક્ટર

• નેહા ધુપિયા - બોલીવૂડ અભિનેત્રી

વિગન હોય તેવી વૈશ્વિક ખ્યાતનામ હસ્તિઓ

• બિયોન્સે - અમેરિકાની ગાયિકા

• નતાલી પોર્ટમેન - અભિનેત્રી

• પીટર ડિન્ક્લેગ - અમેરિકાના અભિનેતા

• એલેન ડીજેનેરિસ - અમેરિકન કોમેડિયન

• અલ ગોર - અમેરિકાના ભૂતપૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ

• સિયા - ઓસ્ટ્રેલિયાના ગાયક - ગીતકાર

• અરિયાના ગ્રાન્ડ - અમેરિકાના ગાયક

• પામેલા એન્ડરસન - અમેરિકન - કેનેડિયન અભિનેત્રી

• બિલ ક્લિન્ટન - અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ

સ્ત્રોત: મીડિયા રિપોર્ટ્સ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.