દક્ષિણ દિલ્હી : ભાટી માઇંસ છતરપુરમાં સ્થિત રાધા સ્વામી સત્સંગ વ્યાસ આવેલો છે. જેમાં 1700 × 700 ચોરસફૂટનું મોટું આંગણું છે. જ્યાં સત્સંગ થતો હતો. પરંતુ હવે તેની ઓળખ દુનિયાના સૌથી મોટા કોવિડ કેર સેન્ટરમાં થઇ ગઇ છે. તે હવે 10,000 બેડના સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત થઇ ગયું છે. જ્યાં કોરોનાના સામાન્ય લક્ષણોવાળા દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
ગત 5 જુલાઇએ આ કોવિડ કેર સેન્ટર બે હજાર પથારી સાથે કાર્યરત કરાયું હતું. તેના ઉદ્ઘાટન માટે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ આવ્યા હતા. હાલમાં અહીં લગભગ 200 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આપને જણાવી દઈએ કે જૂનના બીજા અઠવાડિયામાં દિલ્હીમાં કોરોના સંક્રમણનો આંકડો 40 હજારને પાર કરી ગયો હતો. ત્યારે એક દિવસમાં બે હજારથી વધુ કેસ સામે આવવા લાગ્યા અને સતત વધતા આંકડા સરકાર માટે ચિંતાજનક હતા.
15 જૂને પ્રથમ સત્તાવાર પ્રવાસ
ત્યારબાદ સરકારે અસ્થાયી કોવિડ કેર સેન્ટર બનાવવાનું નક્કી કર્યું અને દક્ષિણ દિલ્હીમાં તેના માટે સૌથી યોગ્ય સ્થળ રાધા સ્વામી સત્સંગ વ્યાસનું આંગણું હતું. સ્થાનિક ડીએમ બી.એમ.મિશ્રાએ આ માટે પહેલ કરી અને સત્સંગ વ્યાસના વહીવટી તંત્રને આ માટે તૈયાર કર્યું. 14 જૂનથી રાધા સ્વામી સત્સંગ વ્યાસમાં સત્તાવાર રીતે કોવિડ કેર સેન્ટર બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ત્યારે પણ ઉપરાજયપાલ અનિલ બૈજલ સૌ પ્રથમ અહીંયા નિરિક્ષણ કરવા આવ્યા હતા અને તેમના પાસેથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ અહીં ડીએમ બી.એ.મિશ્રાની આગેવાની હેઠળ કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ગૃહ પ્રધાનને મુખ્ય પ્રધાનનો પત્ર
સતત કામની વચ્ચે અહીયા પ્રધાનો અને નેતાઓ પણ મુલાકાત માટે આવતા હતા. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા એક સાથે 18 જૂનના રોજ અહીં નિરીક્ષણ માટે ગયા હતા. તે પછી, તેનો એક છેડો રાજકારણ સાથે સંકળાયી ગયો હતો. 23 જૂને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગૃહપ્રધાનને પત્ર લખીને તેમને આ કોવિડ કેર સેન્ટરનું નિરીક્ષણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે તેની કામગીરી માટે આઇટીબીપી સેવાઓ પૂરી પાડવાની પણ માંગ કરી હતી.
27 જૂને એક સાથે નિરીક્ષણ
અરવિંદ કેજરીવાલના આ પત્રનો ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ દ્વારા જવાબ આપ્યો હતો. અમિત શાહે લખ્યું હતું કે, 3 દિવસ પહેલા અમારી મીટિંગમાં તેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ગૃહમંત્રાલયે આ 10 હજાર બેડના કોવિડ કેર સેન્ટર ચલાવવાની જવાબદારી આઈટીબીપીને સોંપી દીધી છે. ગૃહપ્રધાને એમ પણ કહ્યું હતું કે, આમાંની મોટાભાગની સુવિધાઓ 26 જૂનથી શરૂ થશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પણ કદાચ આા જવાબનો ખ્યાલ નહોતો. પરંતુ 27 જૂને, આ બંને નેતાઓ આ કોવિડ કેર સેન્ટરનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.
50-50 બેડના 200 બ્લોક
બે હજાર પથારી માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. ગૃહપ્રધાન સાથે, તે સમયે આઇટીબીપી ડીજી પણ હાજર હતા, જેમણે ગૃહ પ્રધાનને અહીં આપવામાં આવતી તબીબી સુવિધાઓ વિશે માહિતી આપી હતી. જણાવવામાં આવેતો અહીં 50-50 બેડના 200 બ્લોક્સ બનાવવામાં આવ્યા છે. 5 જુલાઇએ તેનું ઉદઘાટન કરતાં ઉપરાજયપાલ અનિલ બૈજલે તેને કોરોનાથી દિલ્હીની લડાઇનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાવ્યું હતું.