ન્યૂઝડેસ્ક : ભારતે વર્ષ ૨૦૧૮-૧૯ના માર્કેટિંગ વર્ષ માટે તે ખેડૂતોને ડાંગર આપી શકે તે માટેની ટોચ મર્યાદાથી વધવા માટે વિશ્વ વેપાર સંસ્થા (ડબ્લ્યુટીઓ)નો શાંતિ પેટા નિયમ ઉઠાવ્યો છે, જેનાથી કોઈ પણ દેશે આ રક્ષણાત્મક પગલું ઉઠાવ્યું હોય તેવું પહેલી વાર બન્યું છે.
ભારતે ડબ્લ્યુટીઓને માહિતી આપી કે વર્ષ ૨૦૧૮-૧૯માં તેના ડાંગર ઉત્પાદનની કિંમત ૪૩.૬૭ અબજ ડૉલર હતી અને તેણે પાંચ અબજની સબસિડી આપી. મર્યાદા ભારત અને અન્ય વિકાસશીલ દેશોના કિસ્સામાં અનાજ ઉત્પાદનની કિંમતના ૧૦ ટકા રાખવામાં આવી છે.
જો સબસિડીની ટોચ મર્યાદાનું ઉલ્લંઘન થાય તો તેવા કિસ્સામાં ડબલ્યુટીઓના સભ્યો તરફથી પગલા સામે શાંતિ પેટા નિયમ વિકાસશીલ દેશના અનાજ ખરીદી કાર્યક્રમોની રક્ષા કરે છે. વધુ સબસિડીને વૈશ્વિક વેપારને નુકસાન કરનાર તરીકે જોવામાં આવે છે.
ડબ્લ્યુટીઓ વિ. ભારત: શાંતિ પેટા નિયમ
ડાંગર પર સબસિટીની મર્યાદા
વર્ષ | ડાંગરનું ઉત્પાદન (કિંમત ડૉલર અબજમાં) | લાભાર્થીઓને આપવામાં આવેલો જથ્થો (mt) |
૨૦૧૬-૧૭ | ૩૭.૮૬ | ૩૩.૫૨ |
૨૦૧૭-૧૮ | ૪૨.૨૩ | ૩૪.૨ |
૨૦૧૮-૧૯ | ૪૩.૬૭ | ૩૪.૪ |
માર્કેટિંગ વર્ષમાં ડાંગર માટે ઘરેલુ ટેકાના ભાવ: : ૫૦૦.૪૯૭ અબજ જે ઉત્પાદનની કિંમતની ૧૦ ટકા મર્યાદાથી વધુ છે.
શાંતિ પેટા નિયમ
સબસિડી ટોચ મર્યાદાના કેસમાં ડબ્લ્યુટીઓના સભ્યોનાં પગલાં સામે શાંતિ પેટા નિયમ ભારતના અનાજ ખરીદી કાર્યક્રમોની રક્ષા કરે છે – ભારતના કિસ્સામાં અનાજ ઉત્પાદનની કિંમતના ૧૦ ટકા-નો ઉલ્લંઘન થયું છે.
ભારતના ખાદ્યાન્ન સુરક્ષા કાર્યક્રમો
• લઘુતમ ટેકાના ભાવ
• જાહેર વિતરણ પ્રણાલિ
• રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ ૨૦૧૩
ભારતમાં શાંતિ પેટા નિયમ અંગેનો ઘટનાક્રમ
૨૦૧૩માં બાલી પ્રધાનકીય પરિષદ
• બાલી મંત્રણા માટે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યુટીઓ)ના મહા નિર્દેશક રૉબર્ટો આઝવેદોએ કૃષિ સબસિડી માટે ‘શાંતિ પેટા નિયમ’ની દરખાસ્ત કરી હતી તેની સાથે સંમત ન થવા ભારતે નિર્ણય કર્યો છે.
• ડબ્લ્યુટીઓના નિયમોને વળોટી જતા ભારતના લઘુતમ ટેકાના ભાવો (એમએસપી)ના મુદ્દાનો કાયમી ઉકેલ ન આવે અને તેની સાથે સંમત ન થાય ત્યાં સુધી અને જ્યાં સુધી પ્રસ્તાવિત વચગાળાનો ઉકેલ પ્રાપ્ય ન થાય ત્યાં સુધી ભારત કોઈ પણ સમાધાન સાથે સંમત નહીં થાય.
• ભારત તેની વસતિના બે-તૃત્તીયાંશ લોકોને સબસિડીવાળા દરે ખાદ્ય અધિકારો આપીને તેના દ્વારા તેની ખાદ્ય સુરક્ષા યોજનાનો અમલ કરવા માગે છે. આને ચરિતાર્થ કરવા માટે, સરકારે ખેડૂતો પાસેથી મોટા પ્રમાણમાં અનાજ ખરીદવું પડશે. સરકાર અનાજ ચોક્કસ લઘુતમ ટેકાના ભાવે ખરીદે છે.
• જોકે, કૃષિ પરની સમજૂતી હેઠળ ડબ્લ્યુટીઓના નિયમોથી યોજનાને વિઘ્નો નડી શકે છે કારણકે નિયમોમાં વિકાસશીલ દેશો માટે ઉત્પાદનની કિંમતના ૧૦ ટકાએ સબસિડી માટેની ટોચ મર્યાદા ઠરાવાઈ છે. ભારત આ મર્યાદાની નજીક પહેલાં જ ખસી ચૂક્યું છે.
• જો ભારત તે મર્યાદાને ઓળંગશે તો તેનાથી વિવાદ ઊભો થશે અને તેને ડબ્લ્યુટીઓ વિવાદ નિવારણ સંસ્થામાં ઢસડી જવામાં આવી શકે છે. ડબ્લ્યુટીઓના મહા મંત્રીએ જે ‘શાંતિ પેટા નિયમ’ પ્રસ્તાવિત કર્યો છે તે ડબ્લ્યુટીઓના નિયમો હેઠળ હાલમાં પ્રતિબંધિત છે તેવા વિકાસશીલ દેશોને ખેડૂતોને સબસિડી પૂરી પાડવા દેવાનું વચગાળાનો ઉકેલ આપે છે.
• પેટા નિયમ દંડ ફટકારવા માગતા ડબ્લ્યુટીઓના અન્ય દેશોને રોકશે અને સરકારને લઘુતમ ટેકાના ભાવે અનાજ ખરીદવામાં અને જાહેર વિતરણ પ્રણાલિ (પીડીએસ) દ્વારા સબસિડીવાળા દરે વેચવામાં સહાયતા કરશે.
કોઈ પણ પરિસ્થિતિમાં ભારતની ખાદ્ય સુરક્ષા અંગે હુકમ ન ચલાવી શકાય તેમ મનમોહનસિંહે ૨૩ નવેમ્બર ૨૦૧૩ના રોજ કહેલું
• તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ અને વાણિજ્ય તેમજ ઉદ્યોગ પ્રધાન આનંદ શર્મા વચ્ચેની એક બેઠકમાં શુક્રવારે એવું નક્કી કરાયું હતું કે ભારત બાલી મંત્રણા માટે વિશ્વ વેપાર સંસ્થા (ડબ્લ્યુટીઓ)ના મહા નિર્દેશક રૉબર્ટો અઝેવેદોએ કૃષિ સબસિડી માટે જે શાંતિ પેટા નિયમ પ્રસ્તાવિત કર્યો છે તેની સાથે ભારત સંમત થઈ શકે નહીં.
• ડૉ. સિંહે બેઠકમાં કહ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં ભારતની ખાદ્ય સુરક્ષા અંગે આદેશ આપી શકાય નહીં, તેમ ઉચ્ચ સ્થાને બેઠેલા સૂત્રોએ કહ્યું હતું. વડા પ્રધાનની સૂચનાઓ હતી કે “ડબ્લ્યુટીઓના નિયમોને વળોટી જતા ભારતના લઘુતમ ટેકાના ભાવો (એમએસપી)ના મુદ્દાનો કાયમી ઉકેલ ન આવે અને તેની સાથે સંમત ન થાય ત્યાં સુધી અને જ્યાં સુધી પ્રસ્તાવિત વચગાળાનો ઉકેલ પ્રાપ્ય ન થાય ત્યાં સુધી ભારત કોઈ પણ સમાધાન સાથે સંમત નહીં થાય.”
ડબ્લ્યુટીઓ: ભારત કાયમી શાંતિ પેટા નિયમનો આગ્રહ રાખશે, ૧ ઑગસ્ટ ૨૦૧૪
• ભારતના વિરોધના કારણે વૈશ્વિક કસ્ટમના નિયમો પર સંમત થવામાં વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યુટીઓ) નિષ્ફળ ગયું તે પછી ૩૧ જુલાઈની ડેડલાઇન વિતી ગયાના કલાકો પછી, વરિષ્ઠ અધિકારીઓએ અત્રે શુક્રવારે કહ્યું હતું કે જ્યાં સુધી આ મુદ્દે અંતિમ ઉકેલ ન આવે ત્યાં સુધી ભારત કૃષિ પર સબસિડી માટે કાયમી શાંતિ પેટા નિયમનો આગ્રહ રાખશે.
• ભારત બે મુદ્દે એક સાથે ઉકેલ લાવવાની માગણી કરી રહ્યું છે- વેપાર સહાયતા શિષ્ટાચાર અથવા કસ્ટમના નિયમોનું ધોરણીકરણ અને તેના ગરીબ લોકોને જમાડવા માટે કૃષિ ઉત્પાદનોના ભંડાર પર રાહત. બીજા મુદ્દે કોઈ પણ સમજૂતીના અભાવમાં, ભારતે ડબલ્યુટીઓ ખાતે વેપાર સહાયતા સમજૂતી પર સંમતિ આપી નથી. ડબ્લ્યુટીઓમાં તમામ મુદ્દાઓ સર્વસંમતિથી નક્કી થાય છે.
• ભારતે સમજૂતીનો ભંગ કર્યો છે તેવી પશ્ચિમ દ્વારા ટીકાના પ્રતિસાદમાં, અધિકારીઓએ કહ્યું હતું કે ૩૧ ડિસેમ્બર સુધીમાં ઉકેલ શોધવાના ક્રમમાં બે-એક દરખાસ્તો સાથે સપ્ટેમ્બરમાં એક મહિનાનો વિરામ પૂરો થાય તે પછી ભારત વાટાઘાટના કાર્યમાં જોડાઈ જશે.
ભારતને શાંતિ પેટા નિયમ ૨૦૧૭ની જરૂર નથી
• આ તબક્કે ભારતને શાંતિ પેટા નિયમની જરૂર નથી કારણકે નિર્ધારિત મર્યાદા કરતાં અનાજ ખરીદી માટે તેની સબસિડી ઘણી ઓછી છે.
• હાલમાં ડાંગર ખરીદી માટેની તેની સબસિડી ઉત્પાદનની કિંમતના લગભગ પાંચ ટકા છે અને ઘઉંની લગભગ શૂન્ય છે જે ડબ્લ્યુટીઓના આદેશ પ્રમાણે ટોચ મર્યાદા ૧૦ ટકા કરતાં ઘણી ઓછી છે. જો ૨૦૧૯ની ખાદ્યાન્ન સબસિડી પર વિવાદ થાય તો ભારત શાંતિ પેટા નિયમને ઉઠાવી શકે છે.
• ઘરેલુ ટેકાનાં પગલાંના સંદર્ભમાં ભારત સાથે ડબ્લ્યુટીઓ વિવાદ મંત્રણા માટે બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયાએ વિનંતી કરી છે અને આક્ષેપ કર્યો છે કે શેરડી અને ખાંડના ઉત્પાદનોને ભારત દ્વારા નિકાસની સબસિડી પૂરી પડાય છે.
• “આ નુકસાનકર્તા ઠરાવ છે કારણકે તે ભલે આપણને લાગુ ન પડતો હોય, કોઈ પણ દેશ તેને વિવાદમાં લઈ જઈ શકે છે. ખાંડ માટે આપણા લાયક ઉત્પાદનને પડકારાયું છે,” તેમ એક અધિકારીએ કહ્યું હતું.
• વર્ષ ૨૦૧૬માં અમેરિકાએ ફરિયાદ કરી હતી કે ચીને વર્ષ ૨૦૧૨-૧૫માં ઘઉં, ઇન્ડિકા રાઇસ અને જાપોનિકા રાઇસ માટે તેના ખેડૂતોને ઘણી ચૂકવણી કરી છે અને તેની વેપારને નુકસાન કરતી સબસિડી ઉત્પાદનની કુલ કિંમતના ૮.૫ ટકાની અનુમતિવાળા સ્તરથી વધી જાય છે.
• ભારત અને ચીજ “લાયક ઉત્પાદન”ની ગણતરી કરે છે ત્યારે અમેરિકાએ કુલ ઉત્પાદનને આધાર તરીકે લીધું છે. “આપણે લઘુતમ સ્તરનું ઉલ્લંઘન કર્યું નથી…આપણે હજુ સલાહ લઈ રહ્યા છીએ.” તેમ અન્ય એક અધિકારીએ કહ્યું હતું.