વર્લ્ડ બેન્કની સત્તાકિય વેબસાઈટ પર આ પરિયોજનાની સ્થિતિ 'ડ્રોપ્ડ' તરીકે બતાવવામાં આવી રહી છે, પરંતુ બેન્કે તેના માટે કોઈ કારણ જણાવ્યા નથી.
વર્લ્ડ બેન્કના અધિકારીઓએ આ બાબતે પૂછવામાં આવેલા પ્રશ્રોના જવાબ આપ્યા નહોંતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વર્લ્ડ બેન્કે, રાજધાનીના વિકાસ માટે અગાઉની સરકાર દ્વારા ક્ષેત્રોમાં ખેડૂતોની ઉપજાઉ જમીન પર કથિત રુપે બળજબરીથી કબજે કરવામાં આવતી ફરિયાદોને ધ્યાનમાં રાખી હતી. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રાબાબૂ નાયડૂએ દાવો કર્યો છે કે, વર્લ્ડ બેન્કે અમરાવતીના વિકાસ માટે 1 અબજ ડોલરના ધિરાણ પર 'સૈદ્ધાંતિક' સંમત થયા હતા.