ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશ: બદાયુમાં રાશન માટે લાઇનમાં ઉભેલી મહિલાનું મોત - કુંવરગામ

ઉત્તરપ્રદેશના બદાયું જિલ્લાના કુંવરગામ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રહલાદપુર ગામમાં એક મહિલા રાશન લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભી હતી. અચાનક તે બેહોશ થઈ અને જમીન પર પડી જતા પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું.

woman-
બદાયું
author img

By

Published : Apr 18, 2020, 11:22 AM IST

બદાયું: કોરોના મહામારી ફેલાવાથી સરકારે ગરીબો માટે મફતમાં રાશનની સુવિધા કરી છે. આ સુવિધાનો લાભ લેવા શુક્રવારે એક મહિલા કલાકો સુધી લાઇનમાં ઉભી હતી. જેમાં તેનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ મહિલા પોતાના ઘરથી 1 કિલોમીટર દૂર ગઇ હતી. જેમાં ગરમી લાગવાના કારણે તે મહિલા બેહોશ થઇ પડી ગઇ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઇ જતા રસ્તામાં જ તેનું મોત થયું હતું.

આ મહિલાના મોતથી લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં સુપરવાઇઝર સંજીવ શર્મા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ જિલ્લા પુરવઠા અધિકારી રામેન્દ્ર પ્રતાપ, પુરવઠા નિરીક્ષક સંજય ચૌધરીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. માહિતી મળતાં જાણવા મળ્યું કે, સર્વર ધીમું ચાલી રહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.