પાંચ વર્ષથી કેન્દ્રની સત્તામાંથી ફેંકાઈ ગયેલી કોંગ્રેસના પાર્ટી ફંડમા ઘટાડો થયો છે, અને હવે પાર્ટી પોતાના પદાધિકારીઓના ખર્ચમાં બ્રેક લગાવવાના પ્રયાસો કરી રહી છે.
પાર્ટીના સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, એકાઉન્ટ વિભાગે મહાસચિવ, રાજ્ય પ્રભારી અને અન્ય પદાધિકારીઓને ખર્ચ ઓછો કરવા માટે સૂચન કર્યું છે.
પાર્ટીએ પદાધિકારીઓને કહ્યું કે, ચા-નાશ્તામાં પ્રતિ માસ 3 હજાર સુધીને ખર્ચ કરવામાં આવે, અને જો ખર્ચ આનાથી વધારે કરવામાં આવે તો, જે તે વ્યક્તિએ ખર્ચ ભોગવવો પડશે.
ઉલ્લેખનીય છે કે, પાર્ટી નેતાઓ અને અન્ય પદાધિકારીઓને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતી(AICC)ની કેન્ટીન માંથી ચા-નાશ્તો આપવામાં આવે છે, અને પદાધિકારીઓ એમના બિલમાં હસ્તાક્ષર કરી આપે છે, આ તમામ બિલની ચૂકવણી એકાઉન્ટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના એક રિપોર્ટ મુજબ, કોંગ્રેસને 55.36 કરોડ રૂપિયા ફંડ મળ્યું હતું. પાર્ટીની સંપત્તિમાં 2017-18માં 15 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2017માં 854 કરોડની સંપત્તિ હતી, જ્યારે 2018માં ઘટીને 754 જોવા મળી હતી.