દિલ્હીઃ નિર્ભયા કેસનો વિવાદ થંભવાનું નામ જ લઈ રહ્યાં નથી. દોષી દ્વારા કરાયેલી ઢગલાબંધ અરજીઓ બાદ આખરે તેઓને 24 કલાકમાં સજા આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફેના નિવેદનમાં જણાવ્યું હતું કે, દોષીઓને ઉંમર કેદની સજા મળે તો સમાજને એક સંદેશો મળશે કે, આવા ગુનાઓ માટે આટલી કઠોળ સજા છે. જો ફાંસી આપવામાં આવશે તો ગુનેગારોના ગુનાને ભૂલી જશે. એટલે મારા મતે દોષીઓને જીવતા રાખીને સજા આપવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, નિર્ભયા ગેંગરેપ મામલામાં દોષિતોને 20 માર્ચના રોજ સવારે 5:30 વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ અગાઉ દોષિતોએ ફાંસીથી બચવા માટે તમામ કાયદાકીય દાવપેચનો ઉપયોગ કરી લીધો છે. ચારમાંથી ત્રણ દોષિતો અક્ષય, પવન અને વિનયે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરી છે અને ફાંસીની સજા પર રોક લગાવવાની માગ કરી હતી.