દિલ્હીમાં ખરાબ વાતાવરણ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટનું કહેવું છે કે દિલ્હીનો કોઈ ખૂણો પ્રદૂષણ મુક્ત નથી રહ્યો, અને હવે તો ઘર પણ સુરક્ષિત નથી. શું આ ખરાબ વાતાવરણમાં જીવી શકાય? આપણે આ રીતે ન જીવી શકીએ.
પંજાબ, હરિયાણા અને પશ્ચિમિ ઉત્તર પ્રદેશમાં પૂળા(ગાય-ભેંશનો ઘાસચારો, ઉપરાંત પાક લણ્યા બાદ વધતો સુકો કચરો) સળગાવવાની ઘટનાને ગંભીર ગણાવી છે. તેમજ દર વર્ષે આમ નહીં ચાલે તેમ પણ કહ્યું છે.
આ પહેલા રાજધાનીમાં સોમવારે હવાની ગતિમાં સામાન્ય વધારો થતા પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો નોંધાયો. પરંતુ હવાની ગુણવત્તા હજુ પણ ખૂબ જ ગંભીર શ્રેણીમાં છે. સવારે સાડા ચાર વાગ્યે દિલ્હીના વાયુ પ્રદૂષણની ગુણવત્તા (એક્યુઆઈ) 438 નોંધાઈ, જ્યારે અલીપુર, નરેલા અને બવાનામાં ક્રમશ 493, 486 અને 472 રહી.