ETV Bharat / bharat

વન્યસૃષ્ટિ સામેના ગુના માનવ અસ્તિત્વ સામે એક ખતરો બન્યા છે - વન્યસૃષ્ટિ

વિયેના(ઓસ્ટ્રિયા) યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ(UNODC) દ્વારા તૈયાર કરાયેલા વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ રિપોર્ટ-2020 માં વન્ય જીવોની થઇ રહેલી દાણચારોની પગલે આ ગ્રહની પ્રકૃતિ અને જૈવિક વૈવિધ્ય સામે જે પડકાર ઉભો થયો છે તેના પ્રત્યે ઘેરી ચિંતા વ્યક્ત કરાઇ હતી. આ રિપોર્ટમાં જંગલી ગરોળી, પક્ષીઓ, કાચબા, વાઘ, રિંછ અને અન્ય ઘણા પ્રાણી-પક્ષીઓની પ્રજાતિઓ વિશે વાત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે વન્ય પ્રાણીઓનો જંગલોમાથી ગેરકાયદે શિકાર કરવામાં આવે છે અને બાદમાં તેની હત્યા કરી દેવાય અથવા તો તેને વેચી દેવાય ત્યારે પ્રાણીઓ-પક્ષીઓ સંબંધિત રોગના વાઇરસનો ચેપ લાગવની પ્રક્રિયા વધી જાય છે.

a
વન્યસૃષ્ટિ સામેના ગુના માનવ અસ્તિત્વ સામે એક ખતરો બન્યા છે
author img

By

Published : Jul 12, 2020, 10:05 PM IST

હાલમાં સાર્સ-કોવ-2 વાઇરસથી ફેલાયેલા કોવિડ-19ની મહામારી સહિતના ઉભરી રહેલાં તમામ રોગો પૈકી 75 ટકા રોગ પ્રાણીઓ-પક્ષીઓના રોગ સાથે સીધો સંબંધ ધરાવે છે.

જે પ્રાણીઓ-પક્ષીઓની દાણચોરી થાય છે તેઓ તમામ પ્રકારની ગંદકી અને અસ્વચ્છ સ્થિતિમાંથી પસાર થતાં હોઇ આ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓનું માંસ જો ખાવામાં આવે તો તેનાથી માનવીય આરોગ્યને નુકસાન પહોંચાડતા અનેક રોગ થવાનું જોખમ રહેલું છે.

આ રિપોર્ટમાં સ્પષ્ટ નોંધ મૂકવામાં આવી હતી કે કોરોના વાઇરસ માટે સૌથી ધરખમ સ્ત્રોત ગણાતી જંગલી ગરોળીની વિશ્વમાં સૌથી વધુ દાણચોરી થાય છે, કેમ કે 2014 થી 2018 વચ્ચે દાણચોરીથી પકડાયેલી આ ગરોળીઓની સંખ્યામાં 10 ગણો વધારો જોવા મળ્યો હતો. આ રિપોર્ટમાં UNODC ના વિશ્વભરના ડેટાબેઝની વિશેષ વાત કરવામાં આવી છે કેમ કે તેમાં વિશ્વના 149 જેટલા દેશો અને પ્રદેશોમાંથી પકડાયેલા 1,80,000 પ્રાણીઓ-પક્ષીઓની માહિતી સમાવી લેવામાં આવી છે. આ ડેટાબેઝમાં દર્શાવવામાં આવ્યું હતું કે 1999 થી 2000ની વચ્ચે લગભગ 6000 પ્રજાતિઓનાં પ્રાણીઓ-પક્ષીઓ પકડાયા હતા જેમાં ફક્ત સસ્તન પ્રાણીઓનો જ નહીં પરંતુ વિવિધ દરિયાઇ જીવ, માછલીઓ, સાપ અને પક્ષીઓનો પણ સમાવેશ થતો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરે આ સંગઠીત ગુનાના નેટવર્કમાં પ્રવૃત્ત લોકો વન્યજીવો સામે ગુના કરીને તગડો નફો કમાય છે પરંતુ જે લોકો તેની કિંમત ચુકવે છે તેઓ બિચારા ભોગ બને છે એમ UNODC ના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર ઘાલા વેલીએ કહ્યું હતું. કોવિડ-19ની કટોકટી બાદ એક ઉજ્જવળ ભવિષ્યનું નિમાર્ણ કરવું હોય અને ટકાઉ વિકાસના લક્ષ્ય અનુરૂપ આ ગ્રહને અને લોકોને સંરક્ષણ પૂરું પાડવું હશે તો વન્યજીવો સામે થઇ રહેલાં ગુનાઓ પ્રત્યે ઉપેક્ષા રાખવી આપણને પરવડશે નહીં. વાઇલ્ડલાઇફ ક્રાઇમ રિપોર્ટ-2020 આંતરરાષ્ટ્રીય એજન્ડામાં ટોચની પ્રાથમિકતા જાળવી રાખવામાં મદદરૂપ થઇ પડશે એટલું જ નહીં પરંતુ વન્યજીવો સામે થતાં ગુનાઓ સામે કામ લેવા જરૂરી ક્ષમતા અને સંકલન ધરાવતી આંતરિક એજન્સીઓ ઉભી કરવામાં અને જરૂરી કાયદા બનાવવામાં સંબંધિત સરકારે ટેકો પણ મળી રહેશે.

કન્વેશન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્ઝર સ્પેસીઝ (CITES) ઓફ વાઇલ્ડ ફૌના એન્ડ ફ્લોરા (વન્યસૃષ્ટિના વૃક્ષો અને પ્રાણીઓ-પક્ષીઓ)ના સેક્રેટરી જનરલ આઇવોન હિગેરોએ કહ્યું હતું કે વન્યસૃષ્ટિ માટે કોઇ નીતિ નિર્ધારિત કરવા સચોટ ડેટા કે માહિતી અત્યંત મહત્વના હોય છે. અલબત્ત કેટલાંક મેગેઝિન 2020 વર્લ્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમ રિપોર્ટ જેટલાં જ સમૃધ્ધ માહિતી ધરાવે છે. હાલ ઉપલબ્ધ જે શ્રેષ્ઠ ડેટા કે માહિતી છે તેમાં CITES ના સભ્ય દેશો દ્વારા તૈયાર કરાયેલાં ગેરકાયદે વેપારના વાર્ષિક રિપોર્ટનો સમાવેશ થાય છે. આ એવા રિપોર્ટ છે જે સરકારોને પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર પૂરું પાડે છે અને આપણા અતિ મૂલ્યવાન પર્યાવરણ અને પ્રજાતિઓની જાળવણી માટે સત્વરે પગલાં લેવાની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે.

વધુમાં આ રિપોર્ટમાં વૈશ્વિક સ્તરે વન્યજીવો સામે થતાં મહત્વના ગુનાઓ ઉપર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે અને સીસમનું લાકડું, હાથીદાંત, ગેંડાના શિંગડા, જંગલી ગરોળીની જાડી છાલ, જીવતા સાપ, જંગલી બિલાડા, અને યુરોપિયન બામ માછલીના ગેરકાયદે વેપાર અને માર્કેટની સમીક્ષા કરે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આફ્રિકાના હાથીઓના દાંત અને ગેંડાના શિંગડાની માંગ ઘટી ગઇ છે અને તેના બજારનું કદ પણ અગાઉની તુલનાએ નાનું થઇ ગયું છે. 2016ની સાલમાં હાથીદાંત અને ગેંડાના શિંગડાના વેપારમાંથી વાર્ષિક 4 કરોડ ડોલરની આવક થઇ હતી અને 2018માં 2.30 કરોડ ડોલરની આવક નોંધાઇ હતી.

આ રિપોર્ટમાં વન્યજીવોના ગેરકાયદે થતાં એ વેપાર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જે હાલ ડિઝિટલ મીડિયા ઉપર વધી રહ્યો છે. દાણચોરોએ પોતાના ધરખમ ગ્રાહકો સાથે જોડાઇ રહેવા એક નવો રસ્તો શોધતાં વન્યસૃષ્ટિના પ્રાણીના માંસના વેચાણને પણ હવે ઓનલાઇન પ્લેટફોર્મ અને સાંકેતિક ભાષાનો ઉપયોગ કરતાં એપ ઉપર ઉપલ્બધ બનાવ્યું છે. જો કે હાલ ચાલી રહેલાં આ ગેરકાયદે વેપારને રોકવા ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરતી ન્યાયિક પ્રક્રિયાને વધુ મજબૂત બનાવતી અને ન્યાયિક માળખામાં સુધારો દર્શાવવા ઉપર ભાર મૂકતી મજબૂત ક્રિમિલન જસ્ટિસ સિસ્ટમ ઉભી કરવાની તાતી જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.