ETV Bharat / bharat

આપણે શા માટે ફળો આરોગવાં જોઇએ? - ફળો આરોગવાં જોઇએ

આપણાં શરીરમાં વિટામિન્સ તથા ખનીજ તત્વોની જરૂરિયાતો સંતોષવા માટે શાકભાજી જેટલાં જરૂરી છે, તેવી જ રીતે આ જ જરૂરિયાત માટે ફળો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ફળો એ નાસ્તા તરીકેનો તંદુરસ્ત વિકલ્પ છે. વળી, તેમાં કુદરતી સ્વરૂપે મીઠાશ રહેલી હોવાથી, ગળ્યું ખાવાની આપણી ઇચ્છા સંતોષવામાં પણ તે મદદરૂપ બને છે.

ફળો આરોગવા
Eat Fruits
author img

By

Published : Sep 24, 2020, 4:45 PM IST

હૈદરાબાદ: આપણાં શરીરમાં વિટામિન્સ તથા ખનીજ તત્વોની જરૂરિયાતો સંતોષવા માટે શાકભાજી જેટલાં જરૂરી છે, તેવી જ રીતે આ જ જરૂરિયાત માટે ફળો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ફળો એ નાસ્તા તરીકેનો તંદુરસ્ત વિકલ્પ છે. વળી, તેમાં કુદરતી સ્વરૂપે મીઠાશ રહેલી હોવાથી, ગળ્યું ખાવાની આપણી ઇચ્છા સંતોષવામાં પણ તે મદદરૂપ બને છે. VLCC હેલ્થકેરનાં ન્યુટ્રિશન પ્રોગ્રામ હેડ ડો. દીપ્તિ વર્મા જણાવે છે, “ફળ એ વૃક્ષનો બીજ આપતો ભાગ છે. આથી, જો તેનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી છે. ફળો અત્યંત પૌષ્ટિક આહાર છે અને તે ફાઇબર (રેસા)નો સારો સ્રોત છે.” નિષ્ણાત દ્વારા ફળના અન્ય કેટલાક ફાયદા વિશે અહીં સમજૂતી આપવામાં આવી છેઃ

ફળોના ફાયદા

  • ફળો ફાઇબરનો સ્રોત હોવાથી આંતરડાંની તંદુરસ્તી માટે, હાઇપોથાઇરોઇડિઝમ, હૃદયની બિમારીઓ, ડાયાબિટીસ મેલિટસ, PCOS વગેરેમાં તેમનું સેવન લાભકારક છે.
  • ફળોમાં રહેલી શર્કરા ફ્રૂક્ટોસ તરીકે ઓળખાય છે, જે રક્તમાં ઇન્સ્યુલિન છોડવાના પ્રમાણને સ્થિર કરે છે. જે ડાયાબિટીસ મેલિટસના વ્યવસ્થાપનમાં ઉપયોગી બને છે.
  • ઉપરાંત, ફળોમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ તથા ખનીજ તત્વો રહેલાં હોય છે, જે શરીરમાં ચયાપચયની પ્રક્રિયા યોગ્ય રીતે કાર્ય કરે, તે માટે અત્યંત જરૂરી છે.
  • આ ઉપરાંત ફળો પોટેશિયમનો સમૃદ્ધ સ્રોત છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે અને પથરી થતી અટકાવે છે.
  • વળી, ફળોમાં ફાઇટોકેમિકલ્સ ભરપૂર માત્રામાં મોજૂદ હોય છે, જે આપણાં શરીરને ઝેરી તત્વોથી છૂટકારો મેળવવામાં સહાય કરે છે.

ફળોનું સેવન ક્યારે કરવું?

ફળો અઢળક ફાયદા ધરાવે છે અને રોજ ફળનું સેવન કરવું એ એક આરોગ્યપ્રદ ટેવ છે. ડો. દિપ્તી ફળનું અન્ય કોઇપણ આહારની સાથે નહીં, બલ્કે અલાયદું જ સેવન કરવાની સલાહ આપે છે, અર્થાત્ ફળ ખાલી પેટે ખાવું જોઇએ. તે પાછળનું કારણ એ છે કે, તેનાથી વિટામિન્સ અને ખનીજ તત્વો રક્તમાં બહેતર રીતે શોષાય છે. અન્ય ભોજનની સાથે ફળોનું સેવન કરવાથી આ શોષણ પર વિપરિત અસર પડી શકે છે.

What About Diabetics?

ડાયાબિટીસથી પીડાતા લોકો હંમેશા એવો સવાલ કરે છે કે, ફળોનું સેવન કરવું જોઇએ કે નહીં? કેટલાં ફળો ખાવાં જોઇએ? શું ફળ ખાવાથી બ્લડ સુગરનું લેવલ વધી જાય છે? આ અને આવા ઘણા સવાલો તેમના મનમાં ઉદ્ભવે છે. નિષ્ણાત જણાવે છે કે, “ડાયાબિટીસના દર્દીઓ નિઃશંકપણે ફળો ખાઇ શકે છે. ફળ રક્તને ક્ષારયુક્ત બનાવે છે, જે હંમેશા આરોગ્ય માટે તથા ચયાપચયની ક્રિયા માટે ગુણકારી છે. વળી, ફ્રૂક્ટોસ લોહીમાં રહેલા ગ્લુકોઝને સ્થિર કરવામાં મદદરૂપ થાય છે.” જોકે, વધુ પડતું સેવન નકારાત્મક અસરો ઉપજાવી શકે છે અને આથી, ડો. દિપ્તી ડાયાબિટીસના દર્દીઓને ફળોનું સાધારણ માત્રામાં સવન કરવાની સલાહ આપે છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ એકસાથે વધુમાં વધુ 100-125 ગ્રામ ફળનું સેવન કરી શકે છે.

આમ, ખાંડનો મારો કરાયેલી મીઠાઇ અને ડેઝર્ટ્સની સરખામણીમાં ફળો હંમેશા એક તંદુરસ્ત વિકલ્પ છે. “દિવસમાં બે વાર ઓછામાં ઓછાં 100 ગ્રામ મોસમી ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.” અને કહેવત છે કે, ‘એન એપલ અ ડે, કીપ્સ અ ડોક્ટર અવે’, આમ, રોજ એક ફળ ખાવું અત્યંત અસરકારક નીવડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.