ETV Bharat / bharat

જાણો, અયોધ્યા ચુકાદો શનિવારે કેમ આવી રહ્યો છે? - રંજન ગોગોઈ

નવી દિલ્હી: દેશનો સૌથી વિવાદિત મુદ્દો, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે શનિવારે સવારે 10:30 વાગ્યે સુપ્રીમ કાર્ટ ચુકાદો આપશે. જેને ધ્યાનમાં રાખી દેશના તમામ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં એક છે કે, ચુકાદો શનિવારે કેમ આવી રહ્યો છે? જેની સાથે જ લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

જાણો, અયોધ્યા ચુકાદો શનિવારે કેમ આવી રહ્યો છે?
author img

By

Published : Nov 9, 2019, 8:38 AM IST

દેશનો સૌથી વિવાદિત મુદ્દો, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે શનિવારે સવારે 10:30 વાગ્યે સુપ્રીમ કાર્ટ ચુકાદો આપશે. આ મુદ્દે સુનવણી આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારથી અનુમાન લગાવવામાં આવે છે કે, મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈની નિવૃતિ પહેલાં આ મુદ્દે ચુકાદો આવી શકે છે.

રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત થઇ રહ્યા છે. એમ તો કોર્ટ કોઈ પણ દિવસે બેસી શકે છે, મુદ્દાને સાંભળી શકે છે અને ચુકાદો આપી શકે છે પરંતુ 17 નવેમ્બર રવિવાર છે અને સામાન્ય રીતે, આવા મોટા કિસ્સાઓમાં, ચુકાદો રજાના દિવસે આવતો નથી. સાથે જ જે દિવસે ન્યાયધીશ નિવૃત થવાના હોય, તે દિવસે પણ મોટા કેસનો ચુકાદો આપી શકાતો નથી.

એવામાં ન્યાયધીશ રંજન ગોગોઈનો અંતિમ કાર્યદિવસ 15 નવેમ્બર છે. માટે આનુમાન લગાવવામાં આવે છે કે અયોધ્યા કેસનો ચુકાદો જજ ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચ 14 અથવા 15 નવેમ્બરે સંભળાવી શકે છે.

પરંતુ, સમાન્ય રીતે કોર્ટ કોઈ ચુકાદો આપે તો તે સબંધિત ટેકનીકલ ક્ષતિના બીજા જ દિવસે વાદી અથવા પ્રતિવાદીમાંથી કોઈ પણ ફરી એકવાર આ ખલેલ દૂર કરવા કોર્ટનો સહારો લઇ શકે છે. આમાં પણ એક અથવા બે દિવસ લાગે છે. આ કેસમાં 14-15 નવેમ્બરે ચુકાદાની સ્થિતિમાં એક-બે દિવસ ફરીને 16-17 નવેમ્બર થઇ જાય છે.

આ ઉપરાંત, કોર્ટ અથવા સરકાર, કોઈ દ્વારા આ સંકેત આપવામાં આવ્યા નથી કે અયોધ્યા કેસમાં ચુકાદો 14-15 નવેમ્બર પહેલાં આવી શકે છે.

પછી અચાનક, શુક્રવાર રાત્રિએ આ સૂચના આવે છે કે, અયોધ્યા કેસમાં ચુકાદો શનિવાર સવારે 10:30 વાગ્યે આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ અચાનક જાહેરાત ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો એક ભાગ છે જે આ ખૂબ જ સંવેદનશીલ, ભાવનાઓ અને આસ્થા સાથે જોડાયેલ કેસમાં અસામાજિક તત્ત્વોને કોઈ પ્રકારની તૈયારી કરવાની તક ન મળે. અને, માટે જ શુક્રવારે રાત્રિના સમયે સૂચના આપવામાં આવી કે શનિવારે કેસનો ચુકાદો આપવામાં આવશે.

દેશ અને અયોધ્યાના પ્રદેશ ઉત્તર પ્રદેશમાં શાંતિ માટે પહેલાં જ આ રણનીતિ હેઠળ તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રદેશ અને કેન્દ્ર સરકારે સુરક્ષા પૂરી પાડી છે. અયોધ્યા ચુકાદો આવ્યા પહેલા મુખ્ય ન્યાયધીશે ઉત્તર પ્રદેશના કાર્યકારી મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારી અને ડીજીપી ઓ.પી.સિંહ સાથે મુલાકાત કરીને પ્રદેશની સુરક્ષા વ્યવસ્થા અંગે જાણકારી પ્રાપ્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.