ETV Bharat / bharat

કોવિડ-19 પછીનું વિશ્વ કેવું હશે ? - ભારતમાં કોરોના

પ્રત્યેક કટોકટી આપણને થોડી સારી બાબતો અને થોડી ખરાબ બાબતો શીખવાડી જાય છે. જ્યારે જ્યારે પણ કોઇ કટોકટી આવે છે ત્યારે વિશ્વને એક અનઅપેક્ષિત પરિવર્તન જોવા મળએ છે. હાલ 200 જેટલા દેશો ભેગા મળીને એક વાઇરસને પછાડવા મહેનત કરી રહ્યા છે તે જોતાં એટલું જરૂર કહી શકાય કે કોવિડ-19 સામેનો આ જંગ વિશ્વયુધ્ધથી સહેજપણ ઉતરતો નથી. આ વાઇરસને પછાડવા વિવિધ દેશોની સરકારો તદ્દન નવી અને અત્યંત આક્રમક હોય એવી વ્યૂહરચનાઓ અપવાની રહી છે. ઇઝરાયલના ઇતિહાસવિદ અને પ્રોફેસર યુવલ નોઆ હરારીએ ભવિષ્ય ભાખ્યું છે કે કોવિડ-19નો ખાત્મો બોલી ગયા પછી સમગ્ર વિશ્વ અગાઉ જેવું હતું એવું રહેશે નહીં. તેમણે સમજાવ્યું હતું કે કેવી રીતે સમગ્ર વિશ્વમાં પરિવર્તનના બીજ રોપાઇ ગયા છે.

ો
કોવિડ-19 પછીનું વિશ્વ કેવું હશે ?
author img

By

Published : Apr 19, 2020, 11:39 AM IST

ભવિષ્યમાં જો કોઇ મોટો રોગચાળો ફાટી નીકળશે તો સમાજની સલામતી માટે નિર્ધારિત કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકને શિક્ષા કરવા સરકારો સર્વેલન્સ કેમેરા અને અલગોરિધમનો ઉપયોગ વધારી દેશે. વાસ્તવમાં ચીન, દક્ષિણ કોરિયા અને ઇઝરાયલ જેવા દેશોએ તો વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા આ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ પણ કરી દીધો હતો. તાઇવાને તો ઇલેકટ્રોનિક લોકેશન ટ્રેકિંગની મદદથી વિદેશી મુસાફરોને શોધી કાઢી તેઓનો પીછો કરવા પ્રત્યેક મુસાફરના હાથે એક પટ્ટો બાંધવાની યુક્તિ પણ અજમાવી હતી.

જ્યાં લોકશાહી નબળી છે એવા દેશોમાં તો નેતાઓએ સંપૂર્ણ સરમુખ્ત્યારશાહી લાદવા ત્વરિત પગલાં લીધા હતાં. હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બને પોતાના હાથમાં તમામ સત્તાઓ લેવા બંધારણને જ બદલી નાંખ્યું હતું. ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ રોડ્રીગો દુત્રેત્રેએ આવા સમયમાં પોતાના હાથમાં અમર્યાદ સત્તા પ્રાપ્ત કરી લીધી હતી. કોલંબિયામાં પણ સમાન ઇમરજન્સીના કાયદાનો અમલ શરૂ કરી દેવાયો હતો. લોકશાહી પધ્ધતિએ ચૂંટાયેલી સરકારોના કામકાજમાં લશ્કરનો હસ્તક્ષેપ વધી રહ્યો છે. પાકિસ્તાનનું લશ્કર હાલમાં કેટલાંક રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં લશ્કરના જવાનો લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે. સરકારે જાહેરસભાઓ અને વિરોધ પ્રદર્શનો ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

કોવિડ-19ના કારણે કેટલાંક દેશોમાં ચૂંટણીઓ પાછી ઠેલવી પડી છે. અમેરિકામાં 2020ના પ્રમુખપદની પ્રાથમિક ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવાની ફરજ પડી છે. યુકે, ઇથોપિયા, સર્બિયા, સ્પેન ઉત્તર મેસિડોનિયા અને ઇટાલી જેવા દેશોમાં સ્થાનિક અને સામાન્ય ચૂંટણીઓ મોકૂફ રાખવી પડી છે. જો કે આ પરિસ્થિતિથી તદ્દન વિપરીત કેટલાંક દેશોની સરકારોએ મતદાતાઓના ઓનલાઇન નોંધણીના કામ ઉપર અને દૂર બેઠા બેઠા જ મતદાન કરી શકાય એવી બાબત ઉપર વધુ ભાર મૂક્યો છે. અમેરિકાની પ્રતિનિધી સભાના બે સંસદસભ્યોને કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ આવતા હવે અન્ય સાંસદોએ વર્ચ્યુઅલ (આભાસી) મિટિંગો યોજવાનું શરૂ કરી દીધું છે.

આવા કપરા સંજોગોમાં ગરીબોને અને જરૂરતમંદોને મદદ કરવા લોકો સ્વૈચ્છાએ આગળ આવીને સ્વંયસેવકનું કામ કરી રહ્યા છે. ચીનમાં વુહાનની હોસ્પિટલ માટે વિદ્યાર્થીઓએ સોસિયલ મીડિયા ઉપર આખું એક અભિયાન ચલાવ્યું હતું. ફિલિપાઇન્સમાં લોકડાઉનના કારણે જે લોકોને અસર થઇ છે તેઓને મદદ કરવા યુનિવર્સિટીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ વિશેષ ભંડોળ ઉભું કર્યું હતું. ભારતમાં પણ ઉદ્યોગપતિઓ, કર્મચારીઓના મંડળો અને એનજીઓએ જરૂરતમંદોને મદદ કરવા મોટી રકમોના દાન કર્યા હતા. કેટલાંક સંગઠનો ભિખારીઓને, રસ્તે રઝળતા કૂતરાઓ અને રોજનું કમાઇને રોજ ખાનારા લોકોને બે ટંકનું ભોજન પહોંચાડે છે. ચીનની સરકારે ચામાચિડીયા અને કૂતરાઓના કતલખાના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

ચિહ્નો દેખાવાના શરૂ થાય તે પહેલાં રોગની ઓળખ થઇ જવી જોઇએ. આ હેતુ માટે ભવિષ્યવાણી કરતી આ પ્રકારની સિસ્ટમની ડિઝાઇનનો આઇડીયા કદાચ ડોક્ટરોનું સ્થાન લઇ લેશે. મોટાભાગના દેશો હવે ટેલિમેડિસિન ઉપર આધાર રાખતા થઇ ગયા છે. આ સિસ્ટમ મેડિકલ સ્ટાફ ઉપરનું ભારણ ઘટાડે છે તે ઉપરાંત આવવા-જવાનો ખર્ચ પણ ઘટાડે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ માટેનો જાહેર ખર્ચ હવે ચોક્કસ વધી જશે. બીજી બાજુ તમામ દેશો હવે પોતાની હેલ્થકેર સિસ્ટમને વિકસાવવા ઉપર ભાર મૂકી રહ્યા છે. ભારત પણ મહત્વની દવાઓના ઉત્પાદન અને વેન્ટિલેટરનું ઉત્પાદન કરવાના પડકારનો સામનો કરી રહ્યું છે, જેથી સરકારે દવાઓની સક્રિય સામગ્રીનું ઉત્પાદન કરતીં કંપનીઓને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે.

રોડ-રસ્તાઓ ઉપર જાહેરસભાઓ અને વિરોધ પ્રદર્શનો તો તદ્દન અદૃશ્ય જ થઇ ગયા છે. હવે સોસિયલ મીડિયા ઉપર સભાઓ અને વિરોધ થઇ રહ્યા છે. ઇજિપ્ત જેવા દેશમાં લોકો ઓનલાઇન પોતાનો અવાજ ઉઠાવે છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ વિરુધ્ધનું હેસ્ટેગ ટ્વિટર ઉપર ટ્રેન્ડ થઇ રહ્યું છે. જો કે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારો અને ઇમરજન્સી ચીજવસ્તુઓ તથા મેડિકલ સાધનોની દાણચોરી થવાનું એક જોખમ જરૂર રહેલું છે. આ સંભાવનાઓને જોતાં નાઇઝિરીયામાં નાગરિકોના એક જૂથે દેશની ભ્રષ્ટાચાર વિરોધી સિસ્ટમને વધુ મજબૂત બનાવવા સરકારને તાકીદ કરી છે.

હાલ પ્રત્યેક દેશે વાઇરસને અંકુશમાં લેવાની વ્યૂહરચનાની એકબીજા સાથે આપ-લે કરવાની તાતી જરૂર છે. ઇટાલીમાં જે પ્રગતિ થઇ છે તે ઇજિપ્તમાં એક મોટી અસર ઉભી કરી શકે છે. વિરોધાભાસ તો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જર્મનીની રસી ફક્ત અમેરિકાના નાગરિકોને જ ઉપલબ્ધ થાય એવો પ્રયાસ કર્યો હતો. કોવિડ-19ના આ સમગ્ર પ્રકરણમાં ચીને પણ તદ્દન બેજવાબદારીપૂર્વકનું વર્તન કર્યું હતું. જ્યારે બીજી બાજુ સાર્ક દેશોને ભેગા કરવાનો ભારતનો પ્રયાસ ખરેખર દૃષ્ટાંતરૂપ બન્યો હતો. બીજા દેશોમા મહત્વની દવાઓ મોકલવાની ઉદાર પહેલના પગલે ભારતની પ્રતિષ્ઠામાં અનેકગણો વધારો થયો છે. વિકસીત દેશોની તુલનાએ ન્યૂઝિલેન્ડ, દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવા દેશોએ કોરોના વાઇરસ સામે ખુબ જ અસરકારક લડત આપી છે. આ વાઇરસના કારણે સામાન્ય પ્રજામાં ત્રાસવાદીઓ અને અસામાજિક તત્વો પણ લોકપ્રિય બની ગયા હતા, કેમ કે તાલિબાને WHOને તેનો ટેકો જાહેર કર્યો હતો. બ્રાઝિલના રિયો ડી જેનેરો શહેરની માફિયા ટુકડીએ શહેરમાં કડક લોકડાઉનનું પાલન કરાવ્યું હતું.

આ વાઇરસે ખુબ જ ઓછા લોકોની હાજરીમાં કોઇપણ પ્રસંગની ઉજવણી કરવાના એક નવાજ કલ્ચરને જન્મ આપ્યો છે. શરાબ અને તમાકુનું સેવન પણ ઘટ્યું છે. લોકોએ ભીડભાડ વાળા મોલમાં જવાને બદલે ઓનલાઇન ખરીદી કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. પરિવાર સાથેના સંબંધ અને સમયમાં વધારો થશે. કોવિડ-19 એ સમગ્ર વિશ્વને એક ટેકનોલોજીકલ હબ (મુખ્ય કેન્દ્ર)માં પરિવર્તિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. શૈક્ષિણક સંસ્થાઓ પણ ઓનલાઇન શિક્ષણ તરફ વળી રહી છે. દરમ્યાન સરકાર પણ હવે ઓનલાઇન વહીવટ તરફ વળી જશે. ઇન્ટરનેટનો વપરાશ વધ્યો હોઇ બીગ ડેટા અને આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી સરકારોને પોતાના નાગરિકોની પ્રત્યેક ગતિવિધિ ઉપર બાજ નજર રાખવામાં મદદરૂપ થઇ પડશે. રોબોટ, વર્ચ્યુઅલ રિયાલિટી અને ટેલિમેડિસિન જેવી બાબતો આગામી દિવસોમાં સામાન્ય બની જશે.

માનવજાતે હવે પસંદગી કરવાની રહે છે કે શું આપણે વિભાજીત થવા તરફ આગળ વધવું છે કે પછી વૈશ્વિક એકતાનો માર્ગ અપનાવવો છે? જો આપણે વિભાજીત રહીશું તો આ કટોકટી ઘણી લાંબી ચાલશે તે ઉપરાંત ભવિષ્યમાં આ મુસિબત એક મોટી આફતનું સ્વરૂપ ધારણ કરી શકે છે, અને જો આપણે વૈશ્વિક એકતાનો માર્ગ પસંદ કરીશું તો કોરોના વાઇરસ ઉપર તો વિજય મેળવીશું જ પરંતુ તે ઉપરાંત 21મી સદીમાં આવનારા તમામ સંભવિત રોગચાળા અને માનવજાત ઉપર થનારા આક્રમણો ઉપર પણ ફતેહ મેળવીશું.—

યુવલ નોઆ હરારી, ઇઝરાયલી ઇતિહાસકાર અને પ્રોફેસર

આપણે 1 ટકા જેટલાં શ્રીમતો અને બાકીના 99 ટકા લોકો વચ્ચે રહેલી વિષમતાઓ જોઇ રહ્યા છીએ, પરંતુ કોવિડ-19 બાદ આપણે 20 ટકા શ્રીમંતો અને બાકીના 80 ટકા લોકો વચ્ચે રહેલો તફાવત જોઇ શકીશું. જ્યાં પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે તે અને પૂરવઠા ઉદ્યોગ અને બાંધકામ ઉદ્યોગમાં રહેલાં લોકોને સૌથી વધુ અસર પડશે.

—થેડા સ્કોપોલ, અમેરિકાના રાજનીતિજ્ઞ ને સમાજશાસ્ત્રી

આગામી થોડા વર્ષો સુધી લોકો બહારની હોટલોમાં જઇને ખાવાનું ભૂલી જશે અને ઘરે રાંધેલું જ ખાશે

— પૌલ ફ્રિડમેન, યેલ યુનિર્વિસિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.